SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન માટે જ છે અને એથી જ કહે છે કે જે સ્થાને સ્ત્રીઓ બેઠેલી હોય ત્યાં પુરૂષોને બે ઘડી સુધી એટલે ૪૮ મિનિટ બેસવાનો નિષેધ કરે છે અને પુરૂષો જે સ્થાને બેઠલા હોય ત્યાં નવ કલાક સુધી બેસવાનો નિષેધ છે કારણકે એ સ્થાનથી જ્યારે એ જીવો ઉઠે છે ત્યાં પોતાના શરીરના પુદગલો છોડીને મુકીને જાય છે અને એ પુદ્ગલો એટલા કાળ સુધી ત્યાં રહી શકે છે માટે તેના જે વિચારો ચાલતા હોય તેવા વિચારા તે બેસનારના અંતરમાં પેદા થઇ શકે છે માટે નિષેધ છે. અને આથીજ આજના વૈજ્ઞાનિકોએ એવા સાધના શોધ્યા છે કે એ સ્થાનનો ફોટો પાડીને ધોઇ સાફ કરીને જુએ તો જે વ્યક્તિ બેઠેલી હોય તેની આછી રૂપ રેખા ઉપશી આવે છે. આ બધુ જ દુનિયામાં બની શકે છે અને આજે એ આવા મારકણા સાધનોથી પ્રત્યક્ષ અનુભવાય છે. (૧૫) કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ : મન ગ્રહણ યોગ્ય વર્ગણાઓની જે છેલ્લી વર્ગણા હોય છે તેમાં એક પરમાણુ અધિક વાળી જે વર્ગણા શરૂ થાય તે કાર્પણ અંગ્રહણ યોગ્ય વર્ગણા કહેવાય છે. એમ ક્રમસર એક એક પરમાણુ અધિક કરતાં કરતાં પરમાણુ અધિક સુધી આ કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણા થાય છે. અસત કલ્પનાથી ૭૭૦૧ પરમાણુવાળી વર્ગણાથી ૮૭૦૦ પરમાણુઓ અધિક સુધીની જેટલી વર્ગણાઓ થાય તે કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આ મનને પણ અગ્રહણ યોગ્ય બને છે કારણ કે પરમાણુ અધિક થયેલા છે અને કામણ ગ્રહણ માટે જે પરમાણઓ જોઇએ તે ઓછા પડે છે માટે કાર્મણ માટે અગ્રહણ યોગ્ય ગણાય છે. (૧૬) કાર્મણ ગ્રહણયોગ્ય વર્ગણાઓ : કામણ અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોની જે છેલ્લી વર્ગણા આવે છે તેમાં એક પરમાણુ અધિકવાળી જે વર્ગણાની શરૂઆત થાય તે કાર્મણ ગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા ગણાય છે. આ વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય છે તેના અનંતમાં ભાગ સુધીની જેટલી સંખ્યા થાય એટલા પરમાણુઓ. અધિકવાળી આ કામણ ગ્રહણ યોગ્યની છેલ્લી વર્ગણા થાય છે. અસત્ કલ્પનાથી ૮૭૦૧ પરમાણુઓ વાળી વર્ગણાથી શરૂ કરીને ૮૮૦૦ પરમાણુઓ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે કાર્મણ ગ્રહણ યોગ્ય વર્ગણા કહેવાય છે. આ વર્ગણાઓના પુગલો જગતમાં રહેલા એકેન્દ્રિયથી સન્નીપંચેન્દ્રિય સુધીના તેરમાં ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવો સમયે સમયે ગ્રહણ કરીને દૂધ અને પાણીની જેમ આત્માની સાથે એક મેક કરે છે અને સાતકર્મ રૂપે-આઠ કર્મ રૂપે-છ કર્મરૂપે કે એક કર્મરૂપે આ પુગલોને પરિણામ પમાડતા જાય છે. જ્યારે જીવ તેરમાં ગુણસ્થાનકના અંતે યોગ નિરોધ કરીને અયોગી પણાને પામશે એટલે આ પુગલોને ગ્રહણ કરવાનું બંધ થશે એટલે કર્મરૂપે પરિણમાવવાનું પણ અટકશે. - આ રીતે પગલાસ્તિકાયના વર્ણનમાં આપણે કયા કયા પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી કેટલા. બધા પરતંત્રપણે આપણે જીવી રહ્યા છીએ એ ખ્યાલ આવે એ માટે પુગલોની વર્ગણાઓનું વર્ણન કરેલ છે. (૧) એકેન્દ્રિય જીવો આઠ ગ્રહણયોગ્ય વર્ગણાઓ માંથી ૧- દારિક, ૨- તેજસ, 3શ્વાસોચ્છવાસ અને ૪- કાશ્મણ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરી કરીને પોતાનું જેટલું આયુષ્ય હાય ત્યાં સુધી જીવન જીવ્યા કરે છે એટલે કે આ જીવો આ ચાર વર્ગણાઓના પુદ્ગલોની પરતંત્રતાથી જીવન જીવી રહેલા હોય છે. તેમાં કેટલાક વાયુકાય જીવો તથા સ્વભાવથી એટલે પોતાની સ્વેચ્છાથી નહિ પણ સ્વાભાવિક રીતે વૈક્રીય વર્ગણાના પુગલોને ગ્રહણ કરી વૈક્રીય શરીર પણ બનાવી શકે છે તે પણ શરીર પોતાના જેટલું જ બનાવી શકે છે પણ મોટું વિસ્તારવાળું બનાવી શકતા નથી. વા વંટોળ વાતો હોય-ભમરીઓ વાયુહોય-પવન જોરમાં નીકળ્યો હોય તે વખતે આ વૈક્રીય શરીરવાળા જીવો વધારે હોય છે એમ મનાય છે. (૨) બેઇન્દ્રિયના જીવો જગતમાં રહેલા આઠ વર્ગણાઓના પુદ્ગલોમાંથી (૧) દારિક, (૨) Page 65 of 78
SR No.009177
Book TitleJeev Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy