SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતા જીવો રહેલા હોય છે તેમાં જે ભવ્ય જીવો રહેલા હોય છે તે પણ સદા માટે આઠમા અનંતાની સંખ્યા જેટલા હોય છે. વિચાર કરો કે આપણે કેટલા પુણ્યશાળી છીએ કે આ બધામાંથી બહાર આવી ગયા છીએ અને ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્ય જન્મને પામ્યા છીએ. હવે શું કરવું એજ વિચાર કરવાનો છે. આ રીતે સંખ્યાતાના ત્રણ ભેદો અસંખ્યાતાના નવ ભેદો અને અનંતાના નવ ભેદોનું વર્ણન કર્યું. આ એટલા માટે કર્યું કે પુદ્ગલાસ્તિકાયનાં જે પુદ્ગલો આપણે જોઇ શકીએ છીએ કે ગ્રહણ કરીએ છીએ તે અભવ્ય જીવો કરતાં અનંત ગુણા અધિક પુદ્ગલો (પરમાણુઓ) વાળા સ્કંધોને ગ્રહણ કરીએ છીએ એ જાણવા માટે કરેલ છે. આ બધું વર્ણન એટલે કયા કયા અસંખ્યાતામાં કયા કયા જીવો અને કયા કયા અનંતામાં કયા કયા જીવો આવેલા છે તે દ્રષ્ટિવાદનામના બારમાં અંગમાં વિસ્તારથી આપેલ છે તે દ્રષ્ટિવાદ નામનું અંગ આજે વિધમાન નથી. વિચ્છેદ થઇ ગયેલ છે. એ દ્રષ્ટિવાદ નામના અંગને ભણવા માટે પાંચમા આરામાં શ્રી ભદ્રબાહુ સ્વામીજીના વખતમાં શ્રી સ્થૂલભદ્રજી આદિ પાંચસો સાધુઓ ગયેલા હતા તે વખતે શ્રી ભદ્રબાહુ સ્વામીજી પ્રાણાયામ યોગની સાધના. કરતા હતા માટે વધુ ટાઇમ ભણાવવાનો આપી શકતા નહોતા અને જ્યારે પ્રાણાયામ યોગની સાધના પૂર્ણ થઇ કે પછી રોજ પાંચસો સાધુઓને એકવીશ કલાક સુધી વાંચના આપતા હતા તેમાંથી ૪૯૯ સાધુઓ અઘરૂં છે આપણને યાદ રહે એવું નથી. એમ કહીને વિહાર કરી ગયા અને એક સ્કુલભદ્રજી મુનિજ રહ્યા. તો તે વખતે એમનો જ્ઞાનનો ક્ષયોપશમભાવ કેવો હશે કે રોજ એકવીશ કલાક વાંચના લઇને બધું જ જ્ઞાના કંઠસ્થ એટલે મોટે રાખી શકતા હતા એમાં દશપૂર્વો અર્થ સાથે ભણ્યા અને બાકીના ચાર પૂર્વે મૂલરૂપે ભણ્યા આ રીતે છેલ્લા ચોદપૂર્વી શ્રી સ્થૂલભદ્રજી થયા. આ પાંચમા આરામાં જીવનો, જ્ઞાનનો જે યોપશમ ભાવ હતો તેની અપેક્ષાએ અત્યારે આપણો ક્ષયોપશમ ભાવ કેટલો ? હમણાં સો વર્ષ પૂર્વે શ્રી આત્મારામજી મ. નો રોજની ત્રણસો ગાથા ગોખી શકે એવો ક્ષયોપશમ ભાવ હતો અને તે ગોખેલું બધું બરાબર યાદ રહેતું હતું. એ અપેક્ષાએ આજ એકતો આપણો ક્ષયોપશમ ભાવ ઓછો તેમાં ભણવાની અને જાણવાની મહેનતેય ઓછી તથા જ્ઞાન પ્રત્યે રૂચિભાવ પણ લગભગ નહિ તો ક્ષયોપશમ ભાવ પેદા ક્યાંથી થાય ? આજે લગભગ જ્ઞાન પ્રત્યે અરૂચિ અને ઉપેક્ષાભાવ વધારે જોવામાં આવે છે. જ્ઞાની ભગવંતો કહે છે કે રોજ નવું નવું ભણવાની-જાણવાની જિજ્ઞાસા-પેદા થાય અને મહેનત કરે તો તેનાથી જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે. રોજ નવું નવું ગોખતાં અથવા એકની એક ગાથા છ મહિના સુધી ગોખતાં તે ગાથા છ મહિને આવડે તો પણ રોજ ગોખવું જ જોઇએ એ જો ન ગોખે અને ન ભણે તો જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બંધાય છે માટે આ બાબતમાં બહુ જ વિચાર કરવાનો છે બરાબર છે ને ! આનાથી એ ફલિતાર્થ થાય છે કે ચર્મચક્ષુથી જે નાનામાં નાનું પુદ્ગલ આપણે જોઇએ છીએ એક રેતીનું કણ તે પણ અનંતા પરમાણુઓના સમુદાયથી બનેલું હોય છે. એવી જ રીતે કપડું જે બને છે તેમાં આડાને ઉભા દોરા જે નાંખવામાં આવે છે તે દોરાને એકને બહાર કાઢીએ તે દોરાને મસળીને તેનાં છૂટા પુગલો કરી તેમાંનું નાનામાં નાનું પુગલ આંખે જે જોઇ શકીએ છીએ તે પણ અનંતા પરમાણુઓના સમુદાય રૂપે બનેલો સ્કંધ હોય છે માટે દેખી શકાય છે. આથી વિચારો કે પરમાણુ કેટલો સૂક્ષ્મ રૂપે રહેલો હોય છે. જે આપણે પોતે જોઇ શકીએ નહિ. ચૌદપૂર્વી અને અવધિજ્ઞાનીઓ પણ જે જોઇ શકે નહિ તે વળી આપણને દેખાય ? એક વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ કે કેવલજ્ઞાનીઓજ જોઇ શકે છે માટે દેખાતા પુદ્ગલોમાં કેટલા બધા પરમાણુઓ રહેલા હોય છે એજ વિચારવાનું ! હવે એનો વિચાર કરીએ કે કપડું જે તૈયાર થાય છે તે હિંસા વગર થતું જ નથી કેટલી હિંસા Page 59 of 18
SR No.009177
Book TitleJeev Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy