SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ નારકીના-૧૪, દેવતાના-૧૯૮, ગર્ભજ તિર્યંચના અપર્યાપ્તા પર્યાપ્તા સાથે-૧૦, ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યના-૧૦૧, ગર્ભજ પર્યાપ્તા મનુષ્યના-૧૦૧ = ૪૨૪ થાય છે. - સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવો પૃથ્વી, અપુ.તેઉ, વાયુ રૂપે અસંખ્યાતા અસંખ્યાતા ચોદે રાજલોકને વિષે અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિના જીવો અનંતા અનંતા રૂપે ઠાંસી ઠાંસીને ભરેલા છે તે બધા જીવોની હિંસાનું પાપ આપણને લાગતું નથી કારણકે એ જીવોનું શરીર એટલું બધુ સૂક્ષ્મરૂપે હોય છે કે જે આપણે જોઇ શકતા જ નથી. એ જીવોમાં શરીર એટલા બધા સૂક્ષ્મ હોય છે કે જે અસંખ્યાતા શરીરો ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી જોઇ શકતા નથી. અરે અવધિજ્ઞાની જીવો કે ચૌદપૂર્વી જીવો પણ જોઇ શકતા નથી. એ જીવો. અસંખ્યાતા અને અનંતા રૂપે એક એક આકાશ પ્રદેશ ઉપર ઠાંસી ઠાંસીને ભરેલા છે એ જીવોને કોઇપણ આકાશ પ્રદેશ ઉપર સ્થિરતા હોતી નથી. જન્મ મરણ રૂપે આપણા એક શ્વાસોચ્છવાસમાં સાડા સત્તર જન્મ મરણ કરતાં કરતાં ક્ય જ કરતા હોય છે એ જીવોની ગતિ પણ એટલી બધી જોરદાર રૂપે હોય છે કે એક સમયમાં ચૌદ રાજલોકમાં પહોંચી જાય છે. એક રાજ એટલે અસંખ્યાતા કાટા કોટી યોજન પ્રમાણ માપ થાય છે. એક યોજન એટલે બત્રીશો માઇલ થાય છે. નરકગતિની નીચેના ભાગમાં સાતમી નારકીના ક્ષેત્રથી નીચેના ભાગમાં રહેલા એકેન્દ્રિય જીવો અકામ નિર્જરા કરી પુણ્ય બંધ કરે તે પુણ્ય એકઠું થયેલું હોય તો તે જીવો ત્યાંથી એક સમયમાં સિધ્ધશીલા પૃથ્વીના ઉપરના ભાગમાં જ્યાં સિધ્ધના જીવો જે અવગાહનામાં રહેલા છે ત્યાં પહોંચીને ઉત્પન્ન થઇ જાય છે. અધોલોકમાંથી ઉદ્ગલોકમાં ઉત્પન્ન થવા માટે પુણ્યની જરૂર પડે છે. અધોલોકમાં જવા માટે પાપની જરૂર પડે છે. જે ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન થાય છે એવા જીવોને શુભ પુગલોનો આહાર મલે છે અને અધોલોકમાં ઉત્પન્ન થાય છે તે જીવોને અશુભ પુદ્ગલોનો આહાર મલે છે. આ બધુ વર્ણન જ્ઞાની ભગવંતોએ પીસ્તાલીશ આગમોમાં કરેલ છે તેમાં આનાથી ઘણો વિસ્તાર કરેલો છે. માટે જ નવતત્વએ આગમનો સાર છે એમ કહેવાય છે. કેવલી ભગવંતો એક સમયમાં આ બધુ જૂએ જાણે અને સમજે પણ ખરા છતાંય એ જીવોને દુ:ખોથી બચાવી શકવાની જરાય તાકાત નથી. સિધ્ધા પરમાત્માઓની સાથે એક જ અવગાહનામાં એકેન્દ્રિય જીવો રહેલા હોય છે તો પણ એ સિધ્ધનાં જીવોના જ્ઞાનનો એક અંશ પણ એ જીવોને ઉપયોગી થતો નથી કારણકે સિધ્ધનાં જીવો સકલ કર્મથી રહિત થયેલા હોય છે. જ્યારે એકેન્દ્રિય જીવો કર્મથી સહિત હોય છે માટે આ જીવોને પુલોનો સંયોગ થયા જ કરે છે. રાગાદિથી યુક્ત હોય છે માટે પુદ્ગલોનો સંયોગ સમયે સમયે થયા જ કરે છે માટે જ્ઞાનનો અંશ ઉપયોગમાં આવતો નથી. એકેન્દ્રિય જીવો એક આકાશ પ્રદેશ ઉપર અનંતા અને અસંખ્યાતા જીવો સાથે રહેલા હોવા છતાં બધાની વેદના એક સરખી હોતી નથી. બધાય ને વેદના પોત પોતાના કર્માનુસાર રૂપે હોય છે. તેમાં સૌથી વધારે વેદના સાધારણ વનસ્પતિકાયના જીવોને હોય છે માટે કોઇ કોઇને સુખી કે દુ:ખી કરી શકતું નથી. કર્મને અનુસાર જ તે જીવોને ળ મળે છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે કુટુંબને સુખી કરવાની ભાવનાથી જીવો ગણધર નામ કર્મનો બંધ કરી શકે છે. શ્રી તીર્થંકરના આત્માઓ પણ ‘સવિ જીવ કરું શાસન રસી” ની ભાવના ભાવવાથી જ તીર્થંકર નામકર્મ નિકાચીત કરી શકે છે. ભાવના ભાવતાં હોય છે પણ કોઇને સુખી કરી શકે છે ખરા ? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાએ ભગવાનની સ્તવના અને ભાવના ભાવતાં કહ્યું છે કે ભગવદ્ મારા માટે ચોથા આરા કરતાં પાંચમો આરો ઘણો સારો છે. જો ચોથા આરામાં જન્મ મલ્યો હોય. અને તું ન મલ્યો હોય કે તારૂં સાસન ન મળે તો તે ચોથો આરો મારા માટે સારો નથી. જો પાંચમો આરો એટલા માટે સારો છે કે તું મલી ગયો અને તારૂં શાસન મને સમજવા મલ્યું અને સમજાયું કે જેથી હું તારા શાસનને પામી શક્યો. આપણને પણ, જો શાસન સમજીને પામવું હોય તો આજે બદી સામગ્રી મળેલી છે. વિચાર કરવા જેવો છે. આથી નક્કી એ થાય છે કે જીવે પોતે જ પોતાના દુ:ખોને દૂર કરવાનો પ્રયત્નો કરવાનો છે. એ દુ:ખ દૂર ત્યારે જ થાય અને સુખ આત્માને ત્યારે જ મલે કે જીવનની સમગ્ર ભાગદોડ Page 15 of 78
SR No.009177
Book TitleJeev Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy