SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કે એ જે વૃક્ષો નીચે બેસી ક્રીડા કરતો હતો તેને વળગી વળગીને ન બોલવાનું બોલ્યા કરે છે. વાવડીઓને જોઇને-પોતાના રમણીય સ્થાનોને જોઇને તથા પોતાની દેવીઓ કે વસ્ત્રાલંકારોને જોઇને ન બોલવા લાયક શબ્દોનો મમત્વ ભાવથી લવારો કર્યા કરે છે અને છઠ્ઠીનું ધાવણ નીકળી જાય એવા દુ:ખોની વેદનાને અનુભવે છે. માટે દેવગતિ પણ રહેવા માટે શાશ્વત નથી એમ જ્ઞાનીઓ કહે છે. આ રીતે જીવો પુરૂષાર્થ કરીને પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા ન કરે ત્યાં સુધી એ જીવ ઠરેઠામ થવાનો નથી માટે કરવા જેવો પુરૂષાર્થ કરીએ તો જલ્દી ઠરે ઠામ થવાય એજ કરવા લાયક છે અને તે પુરૂષાર્થ મનુષ્ય ભવમાં જ થઇ શકે પાંચ પ્રકારના જીવોનું વર્ણન ઇન્દ્રિયના ભેદરૂપે પાંચ પ્રકારના જીવો કહેલા છે. (૧) એકેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય વાળા જીવો હોય છે. (૨) બેઇન્દ્રિય. સ્પર્શ. રસનેન્દ્રિયવાળા જીવો. (3) તેઇન્દ્રિય, સ્પર્શ-રસ અને ધ્રાણેન્દ્રિયવાળા જીવો. (૪) ચઉરીન્દ્રિય-સ્પર્શ. રસ. ધ્રાણ અને ચક્ષુરીન્દ્રિયવાળા જીવો. (૫) પંચેન્દ્રિય. સ્પર્શ. રસ. ધ્રાણ. ચક્ષુ અને શ્રોસેન્દ્રિયવાળા જીવો. એકેન્દ્રિયના-૨૨, બેઇન્દ્રિયના-૨, તે ઇન્દ્રિયના-૨, ચઉરીન્દ્રિયના-૨ અને પંચેન્દ્રિયના-પ૩૫ જીવો. હોય છે. આ રીતે પ૬૩ જીવ ભેદો હોય છે. જ્યાં સુધી જીવને શરીર રહેલું હોય છે ત્યાં સુધી ઇન્દ્રિયો એની સાથેને સાથે જ રહેવાની છે એ ઇન્દ્રિયોને પરવશ થઇને જે કાંઇ વિચારો કરીએ-વચનો બોલીએ-શરીરથી પ્રવૃત્તિ કરીએ તેમાં જે રાગાદિ પરિણામની આધીનતા વધતી જાય છે તે તે ઇન્દ્રિયોનો દુરૂપયોગ કહેવાય છે. એવા દુરૂપયોગથી જીવોને તે તે ઇન્દ્રિયોની પ્રાપ્તિ સુલભ બનતી નથી પણ દુર્લભ થતી જાય છે. અને જીવોએ ઇન્દ્રિયોનાં દુરૂપયોગથી એકેન્દ્રિયપણાનો અસંખ્યાતો કે અનંતો કાળ પસાર થયા કરે એવા કર્મને ઉપાર્જન કરતો જાય છે. માટે એ ઇન્દ્રિયોને ઓળખીને અનિન્દ્રિય બનવા માટે પ્રયત્ન કરવો જોઇએ કે જેથી એ ઇન્દ્રિયોની આધીનતા રહિતપણે જેટલો કાળ પસાર થાય એવું જીવન જીવતાં તે જીવનની સ્થિરતા કેળવવી જોઇએ કે જેથી જીવો. સંપૂર્ણ જ્ઞાનના બળે ઇન્દ્રિયો હોવા છતાં તેની સહાય વિના સુંદર રીતે જીવન જીવતા થઇ શકે અને તે જીવન પછી જીવનું સદા માટેનું રહે છે. તે જીવનમાં કોઇપણ પદાર્થોની કે ઇન્દ્રિયોની પરાધીનતા નડતી નથી. માટે પંચેન્દ્રિયપણાને પ્રાપ્ત કરી એ ઇન્દ્રિયોની આધીનતા દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. એ પુરૂષાથી પંચેન્દ્રિયપણામાં જ થઇ શકે છે. એમાં પણ પંચેન્દ્રિયપણાની સાથે મનુષ્યગતિ મલી હોય તોજ થઇ શકે છે. નરકગતિમાં પંચેન્દ્રિયની પ્રાપ્તિ હોય છે પણ ત્યાં જો જીવ ઇન્દ્રિયની આધીનતાને દૂર કરવાના સંસ્કાર લઇને ગયો હોય તો ત્યાં પણ દુ:ખની વેદનામાં સમાધિ જાળવી કર્મોનો નાશ કરી શકે છે અને ત્યાં પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરી મનુષ્યપણાને પ્રાપ્ત કરી પંચેન્દ્રિયની પૂર્ણતાને પામી સંપૂર્ણ પોતાનું સ્વાધીન સુખ પ્રાપ્ત કરી શકે છે માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય ત્યાં સુધીમાં એવો ઉપયોગ કરી લેવો જોઇએ કે જેથી આત્મ દર્શનનાં સંસ્કાર દ્રઢ થાય. કારણ ઇન્દ્રિયો ક્ષીણ થયા પછી જીવો કાંઇ જ પુરૂષાર્થ કરી શકવાના નથી. છ પ્રકારના જીવોનું વર્ણન કાય રૂપે છ પ્રકારના જીવો હોય છે. કાય = શરીર. જે જે પ્રકારના જીવોને શરીરની પ્રાપ્તિ થાય તે શરીરવાળા જીવોને તે તે પ્રકારના Page 13 of 78
SR No.009177
Book TitleJeev Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy