SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. આ પ્રમાણે પાંચ ઇંદ્રીઓનો ઉત્કૃષ્ટ વિષય છે. અહીં કોઇ શંકા કરે કે “ચક્ષ વિનાની ચાર ઇંદ્રિઓ તો પ્રાપ્યકારી છે તો પછી તમે કહેવા પ્રમાણ કરતાં દૂરથી આવેલા વિષયને પણ ગ્રહણ કરવામાં તેને અડચણ જણાતી નથી; તેથી તમે બાર યોજન વિગેરેનું પ્રમાણ બાંધ્યું તે નિફ્ટ જણાય છે; કારણ કે તેનામાં તો પ્રાપ્ત સંબંધવાળા સર્વ પદાર્થના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે; તેને નજીક કે દૂરથી આવેલા સાથે કાંઇ સંબંધ નથી.” એનો ઉત્તર એ છે કે-શબ્દાદિના પુગળો જે ઉપર કહેલા પ્રમાણ કરતાં વધારે દૂરથી આવે તે સ્વભાવેજ એવા મંદ પરિણામવાળા થઇ જાય છે કે તે પોતપોતાના વિષયનું જ્ઞાન આપવાની શક્તિવાળા રહેતા નથી, તેમજ ઇંદ્રીઓમાં પણ સ્વભાવેજ તેઓને ગ્રહણ કરવાની શક્તિ નથી; તેથી ચાર ઇંદ્રીઓને પ્રાયકારીપણું છતાં પણ ઉપર જે વિષયનો નિયમ બતાવ્યો છે તે યોગ્ય છે. ચક્ષમાં પણ તેના વિષયથી દૂર રહેલા દ્રવ્યને જાણવાની શક્તિ ન હોવાથી તેને માટે બાંધેલો નિયમ પણ યુક્ત છે. જીવ્હા, નાશિકા ને સ્પર્શેન્દ્રિય બધૃષ્ટ દ્રવ્ય ગ્રહણ કરે છે, કર્ણ પૃષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે; અને નેત્ર અસ્પૃષ્ટ વસ્તુને ગ્રહણ કરે છે. આત્મ પ્રદેશોએ આત્મરૂપ કરેલું તે બદ્વ કહેવાય છે. અને શરીર પર રજની પેઠે જે ચોંટેલું હોય તે ધૃષ્ટ કહેવાય છે. અહીં કોઇ શંકા કરે કે- “ચારે ઇંદ્રીઓને પ્રાયકારીપણું જો તુલ્ય છે તો પછી તેમાં આવો તફાવત શા માટે જોઇએ ?' તેનો ઉત્તર એ છે કે-સ્પર્શ, ગંધ અને રસ સંબંધી દ્રવ્યસમૂહોનું શબ્દદ્રવ્યની અપેક્ષાએ અલ્પપણું, બાદરપણું અને તરત અભાવુકપણું છે; તેમજ સ્પર્શેદ્રિય, નાશિકાને જીવ્હાનું કર્ણ કરતાં મંદ શક્તિપણું છે તેથી તે બદ્ધસ્કૃષ્ટનેજ ગ્રહણ કરી શકે છે અને સ્પર્શાદિ દ્રવ્યસમૂહની અપેક્ષાએ શબ્દદ્રવ્યની સંહતિ ઘણી છે, સૂક્ષ્મ છે અને નજીક રહેલા શબ્દ યોગ્ય દ્રવ્યને અભિવાસિત કરનારી છે. તેથી તે નિવૃત્તિ ઇંદ્રીની અંદર જઇને સ્પર્શ કરતાં જ સ્વગોચર અભિવ્યક્તિ તકાળ કરે છે. વળી બીજી ઇંદ્રિઓની અપેક્ષાએ કર્ણ પટ શક્તિવાળા છે તેથી તે ધૃષ્ટ દ્રવ્યને ગ્રહણ કરી શકે છે. કેટલાક ચક્ષુને પણ સૃષ્ટાર્થ ગ્રાહકપણું કહે છે, પણ તે અયુક્ત છે. કારણ કે જો તેમ હોય તો અગ્નિને દેખતાં ચક્ષને દાહ થવો જોઇએ. તેમજ કાચના પાત્રમાં રહેલી વસ્તુઓ અને જળ દૂરથી દેખાય છે તેનો જો નેત્રને સ્પર્શ થતો હોય તો અથવા નેત્ર તેને ભેદીને તેમાં જતા હોય તો જળનો શ્રાવ થઇ જવો જોઇએ. તેમ થતું નથી તેથી ચક્ષ અસ્પૃષ્ટ અર્થનેજ ગ્રહણ કરે છે એમ સિદ્ધ થાય છે. આ સંબંધમાં વધારે યક્તિ પ્રયુક્તિ જાણવી હોય તો સ્યાદ્વાદરત્નાકરાવતારિકા ગ્રંથથી જાણી લેવી. ઉપર કેટલે દૂરથી આવેલા પોતપોતાના વિષયને ઇંદ્રીઓ ગ્રહણ કરે છે તે સંબંધમાં જે માન કહ્યું છે તે આત્માંગુળે જાણવું; કેમકે જો તે માન પ્રમાણાંગુળ હોય તો આ કાળે બહુ વધારે થઇ પડે; તેટલા દૂરથી આવેલાનો બોધ થઇ શકે નહીં, અને જો ઉત્સધાંગુળે તે પ્રમાણ કરીએ તો ભરતચક્રીના વારામાં તેના આત્માંગુળવડે બાર યોજન લાંબી ને નવ યોજન પહોળી અયોધ્યા વિગેરે નગરીઓમાં એક જગ્યાએ વગાડેલી ભંભા આખા શહેરમાં સંભળાતી હતી તે સંભળાય નહીં. તેથી તે માન આત્માંગુળનું જ જાણવું. અહીં કોઇ શંકા કરે કે “આત્માંગુળનું તે પ્રમાણ કહેશો તો લાખો યોજનના પ્રમાણવાળા દેવ વિમાનમાં એક જગ્યાએ કરેલો ઘંટાનો નાદ સર્વત્ર કેમ સંભળાશે ? માટે આભાંગળે પણ તે માન ઘટી શકતું નથી.” આ શંકાના ખુલાસામાં શ્રીરાયપાસેણી સૂત્રની ટીકામાં સૂર્યાભદેવના અધિકારમાં કહેલું છે તે ધ્યાનમાં લેવાનું છે. તે એ છે કે “મેઘના સ્વર જેવી ગંભીરને મધુર શબ્દવાળી અને એક યોજનાના ઘેરાવાવાળી સુસ્વરા નામની ઘંટા વગાથે સતે સૂર્યાભ વિમાનની ભિંતો પર તે શબ્દ પુદ્ગલો પડવાથી તેમાંથી ઉછળેલા તે ઘંટાના લાખો પ્રતિશબ્દો-પડછંદાઓથી તે આખું વિમાન વ્યાપ્ત થઇ ગયું. અર્થાત્ દેવપ્રભાવથી અને દિશાઓ ને Page 72 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy