SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યો અને અભિગ્રહ કર્યો કે છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ અને પારણે આયંબિલ. એ આયંબિલમાં માંખી ન બેસે એવો આહાર કરીશ. આ અભિગ્રહ ભગવાન પાસે કરીને વિચરી રહ્યા છે. નવ માસના સંયમ પર્યાયમાં અગ્યાર અંગ ભણ્યા છે અને પોતાનો કાળ સ્વાધ્યાયમાં પસાર કરે છે સાત પહોર સુધી જંગલમાં કાઉસ્સગ ધ્યાને રહે છે. એમાં નવ માસમાં શરીરમાં રહેલું લોહી માંસ વગેરે સુકાઇ જાય છે. હાડકાંજ શરીરમાં રહેલા દેખાય છે. જે ઝાડ નીચે કાઉસ્સગ ધ્યાને રહેલા છે ત્યાં તેઓને કોઇ ઓળખી ન શકે એવું શરીર બનાવી દીધું છે અને એ રીતે આહાર સંજ્ઞાને સંયમીત કરી સર્વાર્થ સિધ્ધ વિમાનના દેવપણાનું આયુષ્ય બાંધી દેવ તરીકે ઉત્પન્ન થયા છે. આ રીતે આપણે પણ આહાર સંજ્ઞાનો સંયમ કરતાં થવું જોઇશે. (૨) ભય સંજ્ઞા :-ભય મોહનીયના ઉદયથી જીવને ત્રાસ પામવા રૂપ અનુભૂતિ થાય. બીક લાગે, ડર લાગે, સતત ડરના વિચારો રહ્યા કરે એના કારણે કોઇ પ્રવૃત્તિ સ્થિરતા પૂર્વક કરી ન શકે. દરેક બાબતમાં ભયના કારણે શંકા રહ્યા જ કરે. શંકાઓ પેદા થયા જ કરે એ ભય સંજ્ઞા કહેવાય છે. એવા વિચારોને આધીન થઇ થઇને પ્રવૃત્તિ કરવી તે ભય સંજ્ઞા કહેવાય છે. ભય મોહનીયનો ઉદય જીવોને આઠમા ગુણસ્થાનક સુધી હોય છે. આ ઉદય જીવોને સતત ચાલુ હોતો નથી. કોઇવાર ઉદય હોય અથવા કોઇવાર ઉદય ન પણ હોય એવું બની શકે છે અને કેટલીક વાર સદંતર પણ ભયનો ઉદય ન હોય એમ પણ બને છે. આથી આઠમા ગુણસ્થાનક સુધી સતત ઉદયમાં રહેતો નથી. કોઇવાર હોય અથવા ન હોય એમ બને છે પણ જ્યારે ઉદયમાં હોય ત્યારે એ ભયના ઉદયનો અભિલાષ સંજ્ઞા રૂપે હોય એવો નિયમ હોતો નથી. વાસ્તવિક રીતે શરીરાદિ પદાર્થો પ્રત્યે એના સુખાકારીના પદાર્થો પ્રત્યે જેટલો રાગ વધારે, આસક્તિ વધારે, મમત્વ વધારે હોય તે પ્રમાણે એ પદાર્થો ચાલ્યા જશે તો શું કરીશ ? કોઇ લઇ જશે તો શું કરીશ ? કોઇ જોઇ જશે તો શું કરીશ ? ઇત્યાદિ વિચારોના કારણે ડર રાખીને જીવન જીવે, શંકાઓ રાખી રાખીને જીવન જીવે, આ વિચારોના કારણે કોઇના પ્રત્યે એને અંતરથી વિશ્વાસ આવે નહિ, આવી સંજ્ઞાના વિચારો જીવ જ્યાં સુધી અપુર્નબંધક દશાના પરિણામને ન પામે ત્યાં સુધી હોય છે. જીવને જ્યારે સાચા સુખની ઓળખ થઇ જાય, સાચા સુખનું ભાન થઇ જાય અને લાગે કે આ પદાર્થોમાં અત્યાર સુધી સુખ માનીને જીવ્યો એ સુખની મારી ભ્રાંતિ કલ્પના હતી એવા વિચારોની સ્થિરતા આવે એટલે ભય સંજ્ઞારૂપ ભય મોહનીય નાશ પામે છે. એટલે આત્મા નિર્ભયતાને પામે છે. એ નિર્ભયતામાં જીવન જીવતાં સાચા સુખની અનુભૂતિનું લક્ષ્ય હોવાથી કદાચ કોઇવાર ભય મોહનીયના કારણે એના ઉદયથી વિચાર આવે-ભય પામે પણ તે ભય સંજ્ઞા કહેવાતી નથી અને એ વિચારો જીવને ચોથ, પાંચમે, છઠ્ઠ પેદા થઇ શકે છે અને કોકવાર આઠમા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થઇ શકે છે. પણ તે ભયસંજ્ઞા કહેવાતી નથી. આ ભય સંજ્ઞાનો સંયમ સાચા સુખની વાસ્તવિક ઓળખથી જીવને પેદા થાય છે. આથી આ ભયસંજ્ઞા જીવોને અનાદિકાળથી હોય છે. (૩) મૈથુન સંજ્ઞા -મૈથુન એટલે જોડેલું. જોડલા રૂપે ક્રિયા કરવાનો જે અભિલાષ તે મૈથુન સંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞા વેદના ઉદયના અભિલાષમાંથી જીવોને પેદા થાય છે. વેદના ઉદયથી જીવને વિષયનો અભિલાષ પેદા થાય તે મૈથુન સંજ્ઞા કહેવાય છે. વેદનો ઉદય જીવોને નવમા ગુણસ્થાનક સુધી હોય છે છતાં સંજ્ઞારૂપે જ્ઞાની ભગવંતોએ પહેલા ગુણસ્થાનક સુધી કહેલી છે. કવચિત ચોથા કે પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. જ્યાં સુધી જીવોને સાચા સુખની આંશિક પ્રતિતી થતી નથી, અનુભૂતિ થતી નથી ત્યાં સુધી જીવો અનાદિ કાળથી એ વેદના ઉદયવાળા સુખને જ સર્વસ્વ સુખ માનીને જીવન જીવી રહેલા છે પણ એ વેદના ઉદયવાળું સુખ વાસ્તવિક સુખ । નથી એમ જ્ઞાનીઓ જે માવે છે એનું કારણ એ છે કે સામાન્ય રીતે નિયમ છે કે જે સુખની અનુભૂતિ જીવને પેદા થાય એ સુખની કે એનાથી અધિક સુખની ઇચ્છા પેદા ન થાય. એજ Page 21 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy