SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હે ભગવન્ ! ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતમાં સર્વથા મૈથુનનો (વિષયસેવનનો) ત્યાગ કરું છું, તે મૈથુન દેવ સમ્બન્ધી, મનુષ્ય સમ્બન્ધી કે તિર્યંચ સમ્બન્ધી હું પોતે સેવું નહીં, બીજા પાસે સેવરાવું નહીં, સેવતાને સારો જાણું નહીં. જીવનપર્યંત ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી મૈથુન સેવું નહીં, સેવરાવું નહીં, સેવતાને અનુમોદીશ નહીં. પૂર્વે તેવી પ્રવૃત્તિ કરેલી હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરુ સાક્ષીએ ગહુ છું. તે અસત્ અધ્યવસાયથી તે આત્માને વારું છું.' આ રીતે હે ભગવન્ ! સર્વથા મૈથુનનો ત્યાગ કરવારૂપ ચોથા મહાવ્રતમાં રહું છું. (૪) ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય : બ્રહ્મચર્ય, એ ચોથું મહાવ્રત છે. કામો બે પ્રકારના છે : એક દિવ્ય એટલે વૈક્રિય શરીરથી ઉત્પન્ન થતા અને બીજા ઔદારિક શરીરથી ઉત્પન્ન થતા. આ બેય પ્રકારના કામોનો મન, વચન અને કાયાથી કરવા, કરાવવા કે અનુમોદના રૂપે પણ ત્યાગ કરવો, એનું નામ ‘બ્રહ્મચર્ય’ નામનું ચોથું મહાવ્રત છે. વૈક્રિય શરીરથી ઉત્પન્ન થતા કામો અને ઔદારિક શરીરથી ઉત્પન્ન થતા કામોને હું મનથી, વચનથી અને કાયાથી કરૂં નહિ, કરાવું નહિ અને અનુમોદું નહિ-આ રીતિએ એ બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું થાય છે. એ અઢારે પ્રકારના અબ્રહ્મનો ત્યાગ આ ચોથા મહાવ્રતમાં આવે છે. 24. અઢાર પ્રકાર શી રીતિએ ? મનથી કરૂં, કરાવું અને અનુમોદું નહિ-એ ત્રણ. એજ રીતિએ વચનના ત્રણ અને કાયાના પણ ત્રણ. કુલ નવ ભેદ થયા. તેને બેએ ગુણો : કારણ કે-તે ઔદારિક અને વૈક્રિય એમ બે પ્રકારનાં શરીરોથી ઉત્પન્ન થતા કહ્યા છે. આ રીતિએ અઢાર પ્રકાર થાય. ચોથા મહાવ્રતને ધરનારા મહાત્માઓએ આ અઢારે પ્રકારે થતા અબ્રહ્મનો પરિત્યાગ કરવાનો છે. સ્ત્રી આદિવાળી વસતિ આદિના ત્યાગ રૂપ ચોથા વ્રતની પહેલી ભાવના : હવે ‘સર્વ પ્રકારે મૈથુનથી વિરમણ-નામ પરિત્યાગ' એવા સ્વરૂપવાળું જે ચોથું. મહાવ્રત છે, તેની ભાવનાઓ પણ પાંચ છે. એ પાંચ ભાવનાઓ, કે જે ચોથા મહાવ્રતને સુવિશુદ્ધ રાખવા માટે સમર્થ છે, તેમાંની ૧- પ્રથમ ભાવના -‘ સ્ત્રી, પંઢ અને પશુવાળી વસતિ, આસન અને કુડયાન્તરનો પરિત્યાગ.' -આ છે. બ્રહ્મચર્યને સુવિશુદ્ધપણે પાળવા ઇચ્છતા મહર્ષિઓ સદાય સ્ત્રીઓ, નપુંસકો અને પશુઓ જ્યાં હોય એવી વસતિનો, એવા આસનનો અને એવા કુડયાન્તરનો પરિત્યાગ કરવાની ભાવનામાં જ ઉજમાળ હોય. સ્ત્રીઓ સચિત્ત અને અચિત્ત એમ ઉભય પ્રકારની છે. દેવસ્ત્રીઓ અને મનુષ્ય-સ્ત્રીઓ, એમ બે પ્રકારની સચિત્ત સ્ત્રીઓ છે અને ચિત્રકર્મ આદિથી બનાવેલી સ્ત્રીની આકૃતિઓ એ અચિત્ત સ્ત્રીઓ છે. ‘આવી સ્ત્રીઓવાળી વસતિનો અને તેવા પ્રકારના આસન આદિનો ઉપભોગ, એ બ્રહ્મચર્યમાં વિઘ્નકર હોવાથી, એનો પરિત્યાગ કરવો ખૂબ જરૂરી છે.’-એવા વિચારમાં બ્રહ્મચર્યનો પ્રેમી ખૂબ જ મક્કમ હોય. અગ્નિ કરતાં પણ સ્ત્રીઓનો પ્રસંગ ભયંકર છે. Page 92 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy