SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે એટલે તેમાં ઉપવાસ જે કરાય છે. આ સિવાયના ૭૮ ભાંગા માત્ર જાણવા માટે જ છે; પ્રવૃત્તિમાં નથી. જે વડે કર્મ દૂર કરી શકાય તેનું નામ વિનય. તેના બે ભેદ છે. (૧) દ્રવ્ય વિનય (૨) ભાવ વિનય. દ્રવ્યને માટે રાજ રાજેશ્વર વગેરેની સેવા કરવી તે દ્રવ્ય વિનય. કર્મોનો નાશ કરવા માટે જ્ઞાનવાળા, દર્શનવાળા તથા ચારિત્રવાળાઓની સેવા કરવી તે ભાવવિનય. જે પુરૂષો વિનય ગુણ કેળવે છે તેઓ જશ મેળવે છે-લક્ષ્મીને રળે છે-વાંછિતની સિધ્ધિ પામે છે-અપૂર્વ ગૌરવ અને પૂજા તથા બહુમાન મેળવે છે તેમાં સંદેહ નથી. માત્ર એક વિનય ગુણને લીધે માનવ સર્વોત્તમ ગણાય છે. શાસ્ત્રમાં કહેવું છે કે નક્ષત્રની વાત-સ્વમની વાત-ધાતુયોગની વાત-નિમિત્ત શાસ્ત્રની વાત-મંત્ર અને ઓસડની વાત એ બધી હકીકતો વિશે સાધુએ ગૃહસ્થને કાંઇ જ ન કહેવું, કહેવાથી હિંસા-દોષ લાગે છે. છળ, કપટ વિનાનો શુધ્ધ વિનય બધી સંપદાઓના નિધાન સમાન છે. અપરાધોના અંધકારને ટાળવા સારૂં સૂર્ય સમાન છે. બધા પ્રકારની કુશળ સિધ્ધિઓ મેળવવા માટે સિધ્ધ વિધાના પ્રયોગ જેવો છે. અને બીજાના હૃદય રૂપ મૃગોને આકર્ષિત કરવા માટે ગૌરીના સંગીત જેવો છે. શ્રાવકના બાર વ્રતોનું સામાન્યથી વણના હવે પાપ તિમિરને ભેદવામાં સૂર્ય સમાન અને સમ્યક્ત્વની રાશિ સમ શ્રાવકના બાર વ્રત આરાધવા લાયક છે. તેમાં નિરપરાધી ત્રસ જીવોની હિંસા કે અંગ પીડાના રક્ષણ રૂપ પ્રથમ અહિંસા નામે શ્રાવકોનું અણુવ્રત છે. સુકૃત-કમળમાં હંસિ સમાન અતિ નિર્મળ એ અહિંસા ભવ-મોક્ષરૂપ નીર-ક્ષીરનો વિવેક બતાવવાને સેવનીય છે. પૃથ્વી અને સ્વર્ગના ભાગોની સુખ સંપત્તિ રૂપ સોપાન પંક્તિ યુક્ત એ અહિંસા મોક્ષ ગમન પર્યત નિઃશ્રેણિ (નિસરણી) રૂપ છે. () સત્યવત - અહિંસા રૂપ લતાને નવપલ્લવિત કરવામાં મેઘ સમાન મૃષાવાદ વિરમણ વ્રત પણ ભવ્યોના ભવનો અંત લાવે છે. ક્યાંય પણ અસત્ય ન બોલવું તે બીજું અણુવ્રત છે. વિશેષ કરીને ભૂમિ-કન્યા, ગોધન (પશુ) થાપણ તથા ખોટી સાક્ષી એ પાંચ બાબતમાં તો અસત્ય ન જ બોલવું, જેનાથી પ્રાણિઓને અહિત થાય તેવું સત્ય પણ ન બોલવું. અસત્ય છતાં ધર્મને હિતકર થાય તેવું વચન બોલવાથી પુણ્યનો સંચય થતો હોવાથી સત્ય પણ તેની બરાબરી કરી શકતું નથી. (૩) અસ્તેય વ્રત - હે સંસાર માર્ગના મુસા ભવ્ય જનો ! સત્ય વચન રૂપ વૃક્ષની છાયાની જેમ કલેશનો નાશ કરવાને અસ્તેય (અચૌર્ય) વ્રતને આરાધો. અનામત મૂકેલ, ખોવાઇ ગયેલ, વીસરી ગયેલ, પડી ગયેલ તેમજ સ્થિર રહેલ પરધન ન લેવું તે ત્રીજું અણુવ્રત છે. અસ્તેય રૂપ ક્ષીર સાગરમાં સ્નાન કરનારા સજ્જનોને સંસાર રૂપ દાવાનળ કદી તાપ ન ઉપજાવે. (૪) બ્રહ્મવત - હવે મુક્તિ માર્ગે ગમન કરતા સજ્જનોને અસ્તેય રૂપ દીપકના પ્રકાશ સમાન બ્રહ્મચર્યવ્રત છે. સ્વદારામાં સંતોષ કે પરદારાનો ત્યાગ તે ગૃહસ્થોનું ચોથું અણુવ્રત છે. Page 21 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy