SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ મોહનીયના દલિકો અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે મિથ્યાત્વ-મિશ્રમોહનીયના દલિકો અનુદિત છે અને સમક્તિ મોહનીય ઉદય પ્રાપ્ત છે. અંતઃકરણના ત્રણે જાતના દલિકોને સમકિતમાં એટલે પહેલી સ્થિતિમાં નાંખે છે અને પહેલી સ્થિતિના મિથ્યાત્વ મિશ્રને સ્તિબુક સંક્રમથી સમકિતની ઉદયાવલિકામાં સંક્રમાવે છે અને સમકિતને વિપાકોદયદ્વારા અનુભવતો ક્ષીણ કરે છે અને ઉપશમ સમ્યદ્રષ્ટિ થાય છે. અંતઃકરણ ઉપરની જે બે સ્થિતિ છે તેના ત્રણે પ્રકારના દલિકોને અનંતાનુબંધીની માફ્ક ઉપશમાવે છે. બાકીના વિગત ઉપશમસમકિતની પ્રાપ્તિમાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં-મિથ્યાત્વને મિશ્ર તથા સમકિતમાં તથા મિશ્રને સમકિતમાં ગુણસંક્રમ થાય છે. ગુણ સંક્રમના અંતવિધાત સંક્રમવડે તેજ પ્રમાણે સંક્રમ થાય છે. આ પ્રમાણે દર્શન-ત્રિકની ઉપશમના કરી સંકલેશ અને વિશુદ્ધિ વશથી પ્રમત્તપણાને અને અપ્રમત્તપણાને અનુભવી છેલ્લા સમયનું જે અપ્રમત્તપણું (9મા ગુણસ્થાનક સંબંધી) તે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ ઉપશમ કરવા માટેનું યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. પછી ૮મા ગુણસ્થાનકને પ્રાપ્ત થાય. આ ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા જીવને ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓ ઉપશમાવવા માટેનું બીજું અપૂર્વકરણ કહેવાય છે. ત્યારબાદ જીવ મા ગુણસ્થાનકને પામે છે. આ ત્રીજું અનિવૃત્તિકરણ કહેવાય છે. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળમાં સ્થિતિઘાતાદિ પાંચેવાના કરે છે અને મા ગુણસ્થાનકે અનંતાનુબંધી ૪ કષાય સિવાયના ૧૨ કષાય અને ૯ નોકષાય મળીને ૨૧ પ્રકૃતિનું અંતઃકરણ કરે છે. આ વખતે સંજ્વલન ૪ કષાયમાંથી ૧ કષાયનો અને ૧ વેદનો ઉદય હોય છે. જેથી તે બે પ્રકૃત્તિઓની પ્રથમ સ્થિતિ ઉદયકાળ જેટલી કરે અને ૧૯ પ્રકૃતિઓની સ્થિતિ ૧ આવલિકા પ્રમાણે કરે છે. સ્ત્રીવેદ અને નપુસકવેદનો (સ્થિતિ) ઉદયકાળ તુલ્ય છે એટલે કે અલ્પ છે. તેનાથી સંખ્યાતગુણો અધિક પુરૂષવેદનો, તેનાથી વિશેષઅધિક-વિશેષઅધિક ક્રમે કરીને સંજ્વલનના ક્રોધ-માન-માયા લોભનો ઉદય હોય છે. સંજ્વલન ક્રોધે શ્રેણી માંડનાર જીવને સંજ્વલન ક્રોધનો ઉદય, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય ત્યાંસુધી જ ક્રોધનો ઉદય રહે છે તેજ પ્રમાણે સંજ્વલન માન-માયા-લોભમાં સમજી લેવું. આ રીતે ક્રિયા કરતો કરતો બાદર લોભને શાંત કરીને ૧૦મા ગુણસ્થાનકે આવે છે. ૨૧ પ્રકૃતિના અંતઃકરણની શરૂઆત સાથે કરે છે પણ પૂર્ણતા ક્રમસર કરે છે. અંતઃકરણની ક્રિયા કરતાં ૧ સ્થિતિઘાત જેટલો કાળ લાગે છે. અંતઃકરણના દલિકોને, જેનો બંધ ઉદય ચાલુ છે તેના દલિકો બન્ને સ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃતિઓનો ઉદય છે પણ બંધ નથી તેને પ્રથમ સ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃતિઓનો બંધ અને ઉદય નથી તે પ્રકૃતિઓના દલિકો સ્વજાતીય બંધાતી પર પ્રકૃત્તિમાં નાંખે છ. અંતઃકરણના દલિકોને શરૂ કરેલ પર પ્રકૃત્તિમાં નાંખે છે. આ પ્રક્રિયા ચાલુ થતાં બીજા જ સમયે એકી સાથે ૭ કાર્યો શરૂ થાય છે. (૧) મોહનીય કર્મનો એક સ્થાનીયરસ બંધ (૨) સંખ્યાતવર્ષ પ્રમાણની સત્તા (3) સંખ્યાતવર્ષ પ્રમાણ Page 185 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy