SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ઉત્તરોત્તર ગુણવૃદ્વિના ભેદથી. ૩. પંચશક વૃત્તિમાં પ્રતિમા એટલે યોક્િ (શરીર) એ અર્થના પ્રતિપાદનમાં કાયક્રિયા અને કાયક્રિયાથી થતો. અભિવ્યંગ (એટલે વ્યક્ત ઉપલબ્ધિ) એ બેને પ્રતિમા એટલે ઓબ્દિ (શરીર) અર્થાત પ્રતિભાવંતનું શરીર કહેલ છે તેનો વિશેષાર્થ ત્યાંથી જાણવો. ૧. ચાર પ્રકારના પોસહમાં અમુક દેશથી અને અમુક સર્વથી એમ જે વર્તમાન સમાચારી પ્રમાણે અંગીકાર થાય છે તેમ પ્રતિમામાં ચારે પોસહ સર્વથી ઉચરાય છે માટે સંપૂર્ણપસંદ પંચા. વૃ. માં ગ્રન્થાન્તરના અભિપ્રાયથી કહ્યો છે. બંધ આદિ અતિચારનો ત્યાગ વ્રત પ્રતિમાને અંગે જાણવો. અવધનો ત્યાગ સામાયિક તથા પોસહ પ્રતિમાને અંગે જાણવો. ૪. અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવાસ્યા એ ચાર પર્વ જાણવા. ૧. પરંતુ જીનેન્દ્ર પૂજા માટે સ્નાન કરે, તે પણ સચિત્ત જળથી સ્નાન કરે એમ સંભવે છે. કારણ કે આઠમી પ્રતિમામાં જ્યાં “આરંભ પોતે ન કરે એવો અભિગ્રહ છે ત્યાં ઉષ્ણજળથી સ્નાન શ્રી જીતેન્દ્રની પૂજા માટે પ્રતિપાદન કર્યું છે, પરંતુ દેહના સંસાર માટે તો પ્રતિસાધારી સ્નાના કરી શકે જ નહિ. ૨. દિવસે જ ભોજન કરે અને રાત્રે ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરે તે શ્રાવક વિ૮મો ની કહેવાય અથવા પ્રકાશભાજી પણ કહ્યા છે. ૩. શ્રી પંચાશક વૃત્તિમાં ચતુષ્પથ વિગેરે સ્થાને કહ્યું છે અને અહિં ચતુર્દિશિ એટલે નગરની ચારે દિશાએ કહ્યું છે. ૪. એક રાત્રિની એટલે સર્વ રાત્રિકી પ્રતિમા–કાયોત્સર્ગ કરીને ઉપસર્ગથી પણ ચલાયમાન ન થાય અને સ્વાધ્યાય ધ્યાન કરે (એક દિશિમાં એક રાત્રિ કાર્યોત્સર્ગ કરી બીજે દિવસે બીજી દિશિએ એક રાત્રિક કાયેત્સર્ગ કરે એમ સંભવે છે.) પરન્તુ વિશેષમાં એ કે નિશ્ચયે ૬ માસ સુધી રાત્રે પણ અબ્રહ્મચર્યનો ત્યાગ કરે તો તે બ્રહ્મ પ્રતિમા (અથવા અબ્રહ્મ પ્રતિમાં) કહેવાય. / ૯૧-૧૦૦ || શૃંગારિક કથાઓ ઉત્કૃષ્ટ શરીર શોભા અને સ્ત્રીઓની વાર્તાઓને ત્યાગ કરતો જે શ્રાવક એકાન્તથી (એટલે સર્વથા) અબ્રહ્મચર્યનો ત્યાગ કરે તે છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા ૬ માસની જાણવી. વળી માવજજીવ સુધી પણ અબ્રહ્મચર્યનો ત્યાગ હોય છે, નિશ્ચયે એ પ્રમાણે ભિન્ન ભિન્ન યોગયુક્ત એવો શ્રાવકધર્મ ઘણા પ્રકારનો હોય છે. એ ક્ત છએ પ્રતિમાની ક્રિયાવાળો હોય પરન્તુ વિશેષમાં જો નિશ્ચયથી સચિત્તનો પણ સર્વથા ત્યાગ સાત માસ સુધી કરે અને પ્રાસુક (નિરવધ-અચિત્ત) ભોજન કરે તે (સાતમાસના નિયમવાળી સાતમી સાવિત્ત પ્રતિમા (સચિત્તવર્જન પ્રતિમા) કહેવાય. એ સાતમી પ્રતિમામાં સાત માસ સુધી સચિત્ત આહાર ન કરે અને વિશેષમાં એકે જે જે હેઠળની (દર્શન પ્રતિમાદિ પ્રતિમાઓની) ક્રિયાઓ તે તે સર્વે ક્રિયાઓ ઉપરની પ્રતિમાઓમાં અવશ્ય જાણવી. પોતે આરંભ કરવાનો ત્યાગ કરે (કરાવવા અનુમોદવાની જયણા કરે), સ્નાન ન કરે છતાં પણ ઉષ્ણજળવડે સ્નાન કરી પૂજા કરવામાં તત્પર હોય તે આઠ માસની આઠમી પ્રતિમા છે. વળી જેને યાજજીવ સુધી પણ સચિત્તનો ત્યાગ હોય તોપણ જીનેન્દ્ર પૂજા કરીને ભોજન કરીશ એવી પ્રતિજ્ઞાવાળો હોય તેને ૬ માસ પ્રતિમાપેક્ષાએ અને પ્રતિમા વિના તો યાવન્યજીવ પણ આ આઠમી Page 18 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy