SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તમાં આનંદ નથી પ્રગટતો. પછી અંતરમાં શુભ ભાવોલ્લાસ ક્યાંથી વધે ? ભક્તિથી એ ઉદ્વેગ દોષને ટાળી શકાય છે. પત્ની પ્રત્યે પ્રીતિ હોવાથી એના માટે કષ્ટસાધ્ય ક્રિયા પણ ઉદ્વેગ વિના. કરાય છે ને ? તો અહીં પ્રભુની પ્રીતિભક્તિદ્વારા ઉદ્વેગને ટાળીને ધર્મક્રિયા ઉલ્લાસથી ન કરાવી જોઇએ ? (૩) ક્ષેપ :- એટલે ચિત્તની ક્ષિપ્ત અવસ્થા. આ ક્ષિપ્તાવસ્થામાં ખેદ-ઉદ્વેગ નથી. છતાં ચિત્ત ક્રિયાની વચમાં વચમાં બીજે બીજે ચાલ્યું જાય છે, બીજા ત્રીજા વિચારમાં ચઢી જાય છે, જેવી રીતે ડાંગરના રોપાને (છોડને) વચમાં વચમાં એક ક્યારામાંથી ઉખેડીને બીજા ક્યારામાં રોપે, અને બીજામાંથી ઉખેડી બીજામાં રોપે, તો એ રોપા પર ળ બેસતું નથી. એવી રીતે ચાલુ ક્રિયામાંથી ચિત્તને બીજે બીજે ક્રવ્યા કરવાથી ક્રિયામાં સળંગ ચિત્તધારા અથવા તે ક્રિયાના શુભ અધ્યવસાયની એક સરખી ધારા ચાલી શકતી નથી. પછી ભલે વચમાં વચમાં બીજા વિચારમાંથી ચિત્તને પ્રસ્તુત ક્રિયામાં લઇ આવવામાં આવે. તો પણ પૂર્વના તે અનુપયોગી વિચારની અસર આ. ક્રિયા પર રહે છે. તેને લીધે પ્રસ્તુત ક્રિયાના શુભ ભાવોલ્લાસમાં મન તરત ચઢી શકતું નથી. કે દ્રઢ બની શકતું નથી. જો અંતરમાં ભક્તિ જાગૃત હોય તો ક્રિયામાં રસ ભરપૂર રહે છે ને ક્રિયામાં ભરપૂર રસ રહે એટલે ચિત્તનો ઉપયોગ સળંગ ટકી શકે છે, ક્રિયા સમ્યફ થાય છે. શુભ ભાવોલ્લાસ જાગૃત રહે છે. (૪) ઉત્થાન :- એટલે ચિત્તની અપ્રશાન્ત વાહિતા ? અસ્વસ્થતાભર્યું; ચિત્ત, જેમ મદોન્મત્ત પુરુષનું ચિત્ત શાંત નથી હોતું. તેમ અહીં ક્રિયામાં ચિત્ત સ્વસ્થ ન રહે. અલબત પ્રસ્તુત ક્રિયા અંગે ખેદ-ઉદ્વેગ-ક્ષેપ એ ત્રણ દોષો ઉભા ન થવા દીધા હોય, છતાં ગમે તે કારણે જો ચિત્ત અશાંત-અસ્વસ્થ રહે છે; તો એ સ્થિતિમાં કરેલી ક્રિયા પણ શુભ અધ્યવસાયના સુંદર ળને જન્માવી શકતી નથી. તેથી તે કરેલી ક્રિયા સમ્યકકરણ નથી બનતી. દા.ત. કોઇએ સાધુ દીક્ષા લીધી; દીક્ષા પ્રત્યે અંતરનો સદ્ભાવ પણ પૂરો છે. પરંતુ મોહના ઉદયે કે અશક્તિના કારણે સંયમ સાધનામાં દોષ લાગે છે, ત્યાં એ પોતે જો સમજે કે આ સ્થિતિમાં મારામાં સાધુપણું કેવી રીતે કહી શકાય ? માટે એ સંવિજ્ઞ પાક્ષિક એટલે કે સંવેગ વૈરાગ્યશીલ સાધુના એક પક્ષપાતી તરીકે જીવન જીવે તો તે જીવનમાં વ્રતની અપેક્ષા હોવાનો ગુણ છતાં ખુલનાઓને લીધે દોષ લાગે છે. એટલે અંતરના તેવા પ્રકારના ભાવના હિસાબે ગુણ અને દોષ બંને રહે છે. અથવા મુળગુણ ઉત્તરગુણ સર્વથા ન પાળી શકતાં દંભ ટાળવા કોઇ અજાણ્યા પ્રદેશમાં જવા વગેરેની વિધિ સાચવીને સાધુપણું છોડી શ્રાવકના આચાર પાળે છે. બંને સ્થિતિમાં ચિત્ત ચારિત્ર પાલનની ક્રિયા વખતે અસ્વસ્થ-અશાંત બન્યું ગણાય, ઊઠી ગયું ગણાય; તેથી ચારિત્ર-ક્રિયાના શુભ અધ્યવસાય જન્મી ન શકે. જો અહીં હૃદયમાં અભૂત ભક્તિભાવ હોય તો આ ઉત્થાન દોષથી બચી શકાય. માટે ભક્તિ જગાડી મનની બીજી ત્રીજી અસ્વસ્થતા, ઉકળાટ દૂર કરવા ઘટે. (૫) ભ્રાન્તિ :- એટલે ક્રિયાનો અમુક ભાગ કર્યા ન કર્યાની, અમૂક સૂત્ર બોલ્યા ના બોલ્યાની, ચિંતવ્યો ન ચિંતવાની ભ્રમણા દા.ત. વન્દન, મુહપતિ-પડિલેહણ કર્યાને ન કર્યું-માની બેસે. નમોથુણં સૂત્ર બોલ્યાને ન બોલ્યું માની બેસે અથવા કર્યા-બોલ્યાને કે કાઉસ્સગ્ગમાં ચિંતવ્યા ને નથી કર્યું ઓછું બોલ્યા અગર નથી બોલ્યા કે નથી ચિંતવ્યું એમ માની બેસે. આવા ભ્રાન્તિ દોષથી ચિત્તમાં ક્રિયાના સંસ્કાર નથી પડતા. શુદ્ધ ક્રિયા તો આટલું કર્યું, બોલ્યા, કે ચિંતવ્યું આટલું Page 157 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy