SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૭િ - સત્ય યતિધર્મમાં સાતમો ધર્મ સત્ય છે. સત્ય આમ તો પ્રસિધ્ધ ગુણ છે. પરંતુ સાધુ જે સત્ય આદરે છે, તે સૂક્ષ્મ કોટિનું હોય છે. સાધુને માત્ર વાચિક અસત્ય જ ત્યાજ્ય હોય છે એમ નહિ, પણ માનસિક અસત્ય પણ ત્યાજ્ય હોય છે. તેમજ કોઇ અસત્ય બોલે એમાં સંમતિ કે રાજીપો રાખવાનું પણ ત્યાજ્ય હોય છે. ક્રોધાદિ કષાયથી, ભયથી કે હાસ્યાદિથી જૂઠ બોલવાનો મુનિને ત્યાગ હોય. છે. ત્યારે સાચું પણ વચન જો સાવધ હોય, જીવઘાતક હોય કે સામાને અપ્રિય લાગે તેવું હોય તો તેયા બોલવાનું હોતું નથી. મેતારક મુનિએ, ક્રૌંચ પક્ષી જવલા ચણી ગયું છે એ સત્ય હોવા છતાં, એ વચન જીવઘાતક હોવાથી સોનીને ન કહ્યું. જો કહે તો પક્ષીને કદાચ સોની મારી પણ નાંખે. તેમજ એ પણ વાત છે સોનીના વલાની વાત સાવધ છે, સાંસારિક છે. મુનિ સાંસારિક બાબતમાં પડે નહિ. આમ મેતારજ મુનિએ કાંઇ ન બોલતાં મૌન રાખ્યું. આમ સાચું હોવા છતાં જો અપ્રિય લાગે એમ હોય તો ન બોલી શકાય. દા.ત. કાણાને કાણો કે આંધળાને આંધળો ન કહેવાય, આવી રીતની મર્યાદાઓ સાચવીને મુનિવરો સત્યને વળગી રહે છે. જીવનભર સત્યને છોડતા નથી. સત્યનું મહત્વ - સત્ય એક મહાન ગુણ છે, જીભનો અલંકાર છે, પ્રતિષ્ઠાનો હેતુ છે, પાપથી બચાવનાર છે, તેમજ સત્યવાદીનો સૌ કોઇ વિશ્વાસ કરે છે. જૂઠનાં નુક્શાન :- અસત્ય બોલવાથી (૧) લોકોના વિશ્વાસ ગુમાવાય છે. (૨) અવસરે સાચું બોલેલું પણ “વાઘ આવ્યો રે વાઘ” ની જેમ અસત્યમાં ખપે છે (૩) મન બગડે છે, મનમાં બીજી અનેક પાપ વિચારણા જાગે છે. (૪) પાછળથી પશ્ચાતાપ થાય છે. (૫) કેટલીકવાર એક અસત્યનો બચાવ કરવા માણસ બીજા અનેક અસત્ય બોલવા માંડે છે. અથવા બોલવાનો પ્રસંગ કદાચ ન આવે તો પણ મનમાં ગોઠવી રાખે છે. (૬) અસત્યથી ઘણાં માઠાં કર્મ બંધાય છે. જેનાં ળરૂપે ભવાંતરમાં જીભ જ નથી મળતી, અથવા મળે છે તો સડેલી મળે છે, ક તોડતા બોબડાપણું મળે છે. (૭) નરક સુધીના ભયંકર દુ:ખો મળે છે. વસુરાજા અસત્યથી નરકમાં ગયો. આ જીવે આજ સુધી પૂર્વના બહુ ભવોમાં અસત્યની મહાકુટેવો પાડી છે, તેથી સ્વાર્થ ઊભો થતાં અસત્ય બોલવાનું મન થઇ જાય છે. એ કુટેવ જો અહીં તાજી કરી તો આગળ પરિણામ ખતરનાક આવે છે, અને આ ભવની ભૂલના ગુણાકાર થાય છે. માટે અહીં તો અસત્યને સ્વપ્રમાંથી પણ દૂર કરવું જોઇએ. ગમે તેવા કષ્ટમાં પણ સત્ય વચનની સચોટ ટેવ પાડવી જોઇએ. એકવાર હિંમત કેળવી સત્ય સાચવતા થઇ ગયા પછી તો સત્યનો સ્વભાવ થઇ જાય છે. માટે “ભલે કષ્ટ આવો પણ સત્ય ન જાઓ. ભલે આક્ત આવો, પણ અસત્ય ન જ ખપે.” આ નિર્ધાર જોઇએ. ૮ - શો) Page 140 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy