SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ હર્ષ-ખેદ થાય છે, રાગદ્વેષ ભભૂકે છે, ચિત્તને ખોટાં કૌતુક-આતુરતા અને આર્તધ્યાન થાય છે. એ એક બાજુ અનાદિના કુસંસ્કારને કામ કરવાની વાત તો દૂર, ઉર્દુ દ્રઢ કરે છે, ને બીજી બાજુ થોબંધ પાપ કર્મ બંધાવે છે. માટે સાધુ-સાધ્વીએ અસમાધિ કરાવનાર પ્રસંગથી જ દૂર રહેવું જોઇએ, જેથી અસમાધિ થાય નહિ. આવશ્યક સૂત્રમાં અસમાધિ કરાવનારાં ૨૦ સ્થાન કહ્યાં છે, તેનાથી દૂર રહેવા માટે પહેલાં એ સમજી લેવા જોઇએ. એ સહેલાઇથી યાદ રાખવા માટે તેને આ પ્રમાણે વહેંચી શકાય –ગમનાદિ પ્રવૃત્તિના પ+સંગ્રહ ભોજનના 3+જ્ઞાનાચાર ભંગના ૩ + ભાષાના-૪ + કષાયના ૫ = ૨૦ તેનાં છૂટક નામ :(૧) શીઘગમન (૨-૩) અપ્રતિ દુષ્પતિ લેખિત બેસવું (૪) જીવઘાતક અજતના પ્રવૃત્તિ (૫) સચિત રજધિરા ધના (૬) અધિક ઉપકરણ (૭) અતિભોજન (૮) એષણાદોષો (૯) રત્નાધિક અવિનય (૧૦) જ્ઞાનવૃદ્વાદિ ઉપધાન (૧૧) અકાલ સ્વાધ્યાય (૧૨) સાવધભાષાદિ (૧૩) નિશ્ચયભાષા (૧૪) ભેદકારીભાષા (૧૫) નિંદા (૧૬) ચિડીયો સ્વભાવ (૧૭) જેની તેની સાથે કષાય (૧૮) આગંતુક સાથે કલહ (૧૯) જુનું યાદ કરી કષાય-ઉદીરણા (૨૦) ક્રોધપરંપરા. આની સમજૂતી : (૧) શીધ્ર ગમન એટલે જલ્દી જલ્દી ચાલવું. આમ ચાલવામાં સહેજે મનમાં કોઇ એવી અસમાધિકારક ઝંખના-આતુરતા હોય છે કે જલ્દી પહોંચી જાઉં. વળી ઇરિયા સમિતિ પણ બરાબર સચવાય નહિ, એ ઉપેક્ષા પણ અસમાધિકારક બને છે. તાત્પર્ય ચિત્તની સમાધિ જાળવવામાં આ ઉતાવળ બાધક બને છે. (૨-૩) અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત સ્થાને બેસવું અર્થાત્ બેસતાં પહેલાં તથા નીચેની જગા કે આસન પર દ્રષ્ટિ જ ન નાખે તેમજ પૂજે પ્રમાર્જ નહિ અથવા બરાબર વિધિપૂર્વક નહિ કિન્તુ જેમ તેમ અડધું પડધું જુએ અને પૂજે-પ્રમાર્જે ત્યાં એવી બેદરકારીમાં ચિત્ત અસમાધિમાં પડે. દ્રષ્ટિથી પ્રતિલેખન (નિરીક્ષણ) અને રજોહરણથી પૂજવા પ્રમાર્જવામાં ચોક્કસ ઉપયોગ એ એક આવશ્યક ધર્મયોગ છે અવશ્ય કર્તવ્ય ધર્મયોગમાં બેદરકારી એ અસમાધિવાળા ચિત્તનું લક્ષણ છે. (૪) જીવઘાતક અજતના પ્રવૃત્તિ-અજતના અનુયોગથી પ્રવૃત્તિ કરવામાં જીવની વિરાધના થાય છે અને દશવૈકાલિકસૂત્ર તો ત્યાં સુધી કહે છે કે “અજય ચરમાણોય પાણભૂયા ઇહિંસઇ' અર્થાત્ અજતનાથી ચાલવા વગેરેમાં કદાચ જીવ ઘાત ન પણ થાય તોય એ ભાવથી હિંસક બને છે. એટલે આ ઉપયોગશૂન્યતા એ અધર્મરૂપ છે એમાં ચિત્ત સમાધિરહિત કહેવાય. (૫) સચિત્ત રજ વિરાધના - ગામમાં પેસતા નિકળતા અગર વિહારમાં સુવાળી રેતીમાંથી કર્કશ રેતીમાં, લાલ માટીમાંથી કાળી માટીમાં જતાં પગ પૂંજી લેવા જોઇએ. તે ન પૂછે તો પરસ્પર વિજાતિય પૃથ્વિકાયરજનો ઘાત થાય. એમ સચિત્તરજવાળા પગથી આસન પર બેસે યા સચિત્તરજવાળાના હાથેથી ભીક્ષા લે. ઇત્યાદિમાં ચિત્તની બેદરકારી હોઇ અસમાધિ વર્તતી ગણાય. (૬) અધિક ઉપકરણ – સંયમને માટે ખાસ જરૂરી ન હોય તેવા ઉપકરણ વસ્ત્ર પાનાદિ, પાટપાટલાદિ, અથવા વધારે પડતાં ઉપકરણ રાખે, વાપરે ત્યાં ચિત્ત મોહમૂઢ બને એ અસમાધિનું સ્થાન છે. (૭) ભોજન - એટલે ઘણું ભોજન કરે જેથી ગોચરીના દોષ તથા સંયમની ઉપેક્ષા થાય વળી. Page 133 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy