SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થાય છે. મધગલાદિક અનેક પ્રકારનું છે તથા મધપૂડા અને બીજી અનેક રીતે થયેલું મધ તેમજ શરીરથી પ્રાપ્ત થયેલું જે માંસ વિગેરે અને છાસથી બહાર નીકળેલું માખણ વિગેરે. (હવે ૨૨ અભક્ષ્ય કહે છે) -૫ ઉબરાદિ ક્વ, ૪ મહાવિનય, હિમવિષ-કરા-સર્વમાટી-રાત્રિભોજન-બહુબીજ-અનન્તકાય-અથાણું-ધોલવડાં-વેંગણ-અજ્ઞાત નામ સ્વરૂપવાળાં પુષ્પળાદિ-તુચ્છળ-ચલિતરસ –એ ૨૨ અભક્ષ્ય દ્રવ્યો વર્ષવા યોગ્ય છે. (રાત્રિ ભોજનમાં જો) કીડીનું ભક્ષણ થાય તો બુદ્ધિ હણાય છ, મક્ષિકા ભક્ષણથી વમન થાય છે, યૂકા (જૂ) ખાવામાં આવે તો જળોદર થાય છે. અને કરોળીયાનું ભક્ષણ થાય તો કુષ્ટરોગ થાય છે. ભોજનમાં વાળ આવે તો સ્વરભંગ થાય, કાષ્ટનો કકડો આવે તો ગળામાં કાંટા વાગે છે. અને (વીંછી સરખા આકારવાળી ભાજી રૂપ) શાકમાં જો વીંછી આવી જાય તેં તાળું વિંધાઇ જાય છે. વળી રાત્રિને વિષે અન્ન ઉપર વન્તરોની દ્રષ્ટિ પડે છે કારણ કે રાક્ષસો પણ પૃથ્વીમાં સર્વત્ર જોવા માટે પ્રચ્છન્ન ભ્રમણ કરે છે, માટે રાત્રિને વિષે ભોજન કરનારને સ્પષ્ટ રીતે તે રાક્ષસો પણ છળે છે. વળી ભોજનને ધોવા. વિગેરે કાર્યમાં કુંથુ આદિ જીવોનો ઘાત થાય છે, ઇત્યાદિ રાત્રિ ભોજનના દોષ કહેવાને કોણ સમર્થ છે ? સર્વ દેશોમાં સર્વ કાળમાં કાચા ગોરસયુક્ત કુસુણિઓમાં (કઠોર ધાન્યમાં) નિગોદ જીવો અને પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. જેને પીલવાથી તેલ ન નિકળે તેને વિદલ કહે છે, (૧) જેને એક્કો જે કઠોળને (જેની દાળ પડે એવા ધાન્યને) (૨) જેની બે ફાડ થાય એટલે દાળ પડે તે દ્વિદલ ધાન્ય. કઠોળ વિગેરે કહેવાય.વળી વિદલમાં ઉત્પન્ન થયેલ ધાન્યમાં પણ જો તેલયુક્ત ન હોય તો તે વિદલ કહેવાય નહિ. ઉગવામાંડેલું (અંકુરિત થયેલ) વિજલ પણ વિદલ કહેવાય, વળી સર્વ કાષ્ટ દળ કે જે સ્નેહ રહિત હોય (તેલ રહિત હોય) પરન્તુ સરખી બે ફાટ થતી હોય તો તે પણ વિદલ કહેવાય છે સ્નેહ રહિત (તેલરહિત) વિદલમાં ઉત્પન્ન થયેલ ત્વચાપત્ર વિગેરે પણ સર્વ વિદલ છે, અને તે જો. કાચા ગોરસમાં પડે તો બસ જીવોની ઉત્પત્તિ થાય છે. વળી જે મગ, અડદ વિગેરે પણ વિદલ કાચા. ગોરસમાં પડે તો ત્રસ જીવોની ઉત્પત્તિ કહેવાય છે, અને દહિં પણ બે દિવસથી ઉપરાન્તનું હોય તો તેમાં (બસ જીવોની ઉત્પત્તિ થાય છે. દ્રવ્યાન્તર થયે છતે કાચા-ઠંડા ગોરસ (દહીં) માં પણ ઉનું અને ઉના દહીમાં ઠંડુ ગોરસ (દહીં) નાખવું નહિ. (અનન્તકાય વનસ્પતિ દર્શાવે છે.) કંદની સર્વ જાતિ, સૂરણકંદ, વજકંદ, લીલી હળદર તથા આદૂ તથા લીલો કચૂરો, સતાવરી, વિરાલી, કુંવાર, થુવર, ગળો, લસણ, વાંસકારેલાં, ગાજર, લૂણ, લોઢકંદ, ગિરિકર્ણિકા, કિશલયપત્ર, ખરસાણી, લીલીમોથ તથા લવણવૃક્ષની છાલ, ખીલોડીકંદ, અમૃતવલ્લી, મૂળા, ભૂમિરૂહ (છત્રાકાર), વિરૂહ તથા ઢંક, વાસ્તુલ, પ્રથમ સ્કરવાલ તથા પાલખ, કોમળ આંબલી, તથા આલુ અને પિંડાલૂ એ અનન્તકાય વનસ્પતિઓનાં નામ છે, તેમજ સિદ્ધાન્તમાં કહેલાં લક્ષણોની રીતીથી બીજી પણ અનન્તકાય વનસ્પતિઓ જાણવી. (તે લક્ષણો આ પ્રમાણે) જેની સિરા (નસો) ગુપ્ત હોય, સાંધા ગુપ્ત હોય, અને પર્વ (ગ્રન્થિ) પણ ગુપ્ત હોય, તથા ક્ષી-દૂધ સહિત કે દૂધ રહિત એવી જે વનસ્પતિના ભાગવાથી સરખા બે ભાગ થાય, અને છેલ્લા છતાં પુનઃ ઉગે તે સાધારણ શરીર વાળી (એટલે અનન્તકાય) વનસ્પતિ જાણવી. (કર્માદાન કહે છે.) અંગારકર્મ -૧, વન કર્મ -૨, શાટક કર્મ -૩, ભાટક કર્મ -૪ અને ટક કર્મ -૫ એ પાંચ સામાન્ય કર્મ વર્જવા તથા હાથીદાંત વિગેરેનો દંgવ્યાપાર, લાખ વિગેરેનો વ્યાપાર, તૈલાદિક વિગેરેનો રસવ્યાપાર, પશુઆદિકનો કેશવ્યાપાર, સોમલ આદિકનો વિષ વ્યાપાર, એ પાંચ દંતાદિ સંબંધિ વ્યાપારો પણ વર્જવા તથા એ પ્રમાણે નિશ્ચયે Page 12 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy