SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધાદિ આંતર શત્રુનો નાશ કરશે. બસ, ડગલે ને પગલે આવાં સ્મરણ કે- “અહો ! આ જગત પર વીતરાગ અરિહંત પ્રભુ એ કેવીક અકથ્ય વિભૂતિ ! કેવું એમનું અનુપમ શાસન ! અહાહા, અમારા પર કેટલો ગજબ ઉપકાર !' પછી વચનાનુષ્ઠાન માટે શાસ્ત્રની વિધિનું સચોટ પાલન, અતિચારોનો સર્વથા ત્યાગ, ઉચ્ચ નું ઔચિત્ય વગેરે જાળવવા સાવધાની જરૂરી છે. વધુમાં, સંયમનો મહિમા દર્શાવતાં પણ ઉપકારી મહાપુરૂષોએ શ્રી વિજયને માવ્યું કે “કોઇ માણસ દરમહિને હજાર હજાર ગાયોનું દાન કરે અને કોઇ માણસ કાંઇ જ નહિ આપવા છતાં એક માત્ર સંયમની ઉપાસનામાં જ રત રહે, તો મહિને મહિને હજાર હજાર ગાયોનું દાન કરનાર આદમીના કરતાં પણ, કશું જ દાન નહિ કરતા એવા પણ સંયમી આત્માનો સંયમ શ્રેયસ્કર છે.” ધર્મદેશના અને અભયદાનની મહત્તા દર્શાવ્યા બાદ, ઉપકારિઓએ સંયમનો મહિમા પણ આ રીતિએ દર્શાવ્યો. સંયમનો મહિમા દર્શાવતાં મહાપુરૂષોએ લોકોની માન્યતા સમજાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અન્યથા, ગાયોનું દાન એ તો વાસ્તવિક રીતિએ દાન જ નથી. પાપપોષક દાનોનું દાનપણું જ નથી, પણ અજ્ઞાનોમાં જે માન્યતા રૂઢ હોય, તેને પણ આગળ કરીને તેવા આત્માને સમજાવવું પડે છે. આવાં વચનોથી અજ્ઞાનો ગાયોના દાનને પણ સમ્યગ્દાન ન માની લે, એ માટે જ આટલો ખૂલાસો કરવો પડે છે. આવા આવા કારણે ગીતાર્થની નિશ્રાએ જ ભણવાનો આદેશ છે. સ્વતંત્રપણે વાંચનારાઓ એમ પણ કહે કે- “શ્રી જૈનશસાનમાં પણ ગાયોના દાનનું વિધાન છે.” એવા શ્રી જૈનશાસનના નામે સ્વ-પરનું અહિત કરનારા નિવડે છે. વસ્તુના મર્મને સમજનારાઓજ વસ્તુના પરમાર્થને સમજી શકે છે. ઉત્તમ કોટિના શાસ્ત્રવિહિત દાનો અને પરમ કલ્યાણકારી શ્રી જિનમંદિરોનાં નિર્માણ આદિ અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ સંયમની આગળ યત્કિંચિત બની જાય છે. અનંત ઉપકારિઓએ ક્રમાવેલા સંયમનું પાલન કરનારો આત્મા, જે આત્મહિત સાથે અન્યોનું પણ હિત સાધી શકે છે, તે હિત દાનાદિ ક્રિયાઓથી તેટલી સહેલાઇથી નથી સાધી શકાતું. સાચો સંયમી જ સંપૂર્ણ અભયદાનનો દાતા બની શકે છે અને ધર્મદેશના પણ ધર્મદેશના રૂપે તે જ મુખ્યતયા કરી શકે છે. આ બધી વાતો યથાસ્થિતપણે સમજવા માટે કલ્યાણકામિઆએ ઉજમાળ બનવું જ જોઇએ. મુનિવરો દ્વારા “દીક્ષા જ ઉપકારનું સાચું સાધન છે.” –એ પ્રમાણે જાણીને, શ્રી વિજય પ્રતિબોધ પામ્યા. પ્રતિબોધ પામવાથી સંવેગરંગથી રંગમય બનેલા શ્રી વિજયે, એક દિવસે આચાર્ય ભગવાન શ્રીમદ્ વિમલસૂરીશ્વરજી મહારાજાની પાસે તરત જ નિરવધ એવી પ્રવજ્યાને-દીક્ષાને ગ્રહણ કરી. આવા પુણ્યાત્મા જેવા ઉલ્લાસથી દીક્ષા ગ્રહણ કરે છે, એવા અથવા એથી પણ અધિક ઉલ્લાસથી સંયમના પાલક બને છે. સુંદર સંયમના પાલનથી શ્રી વિજય સ્વ-પરના સાચા હિતસાધક બન્યા, શ્રી વિજય નામના તે મહર્ષિએ ઘણાં વર્ષો પર્યત શ્રમણપણું પાડ્યું. ઘણાં વર્ષો પર્યત શ્રમણપણું સુંદરમાં સુંદર રીતિએ પાળવા છતાં, પરમ પુણ્યશાળી એવા શ્રી વિજયનું શરીર પટુતાવાળું જ હતું. ઘણાં વર્ષો પર્યત શ્રમણપણું પાળીને તથા આયુષ્ય પૂર્ણ થયે પંડિત મરણ દ્વારા પટુતાયુક્ત દેહને તજીને, શ્રી વિજય નામના તે મહર્ષિ દેવલોકને પામ્યા અને ક્રમે કરીને તે શ્રી સિદ્વિપદને પણ પ્રાપ્ત કરશે. ખરેખર, આવા આત્માઓ ચિરકાલના સંસારના મહેમાન હોતા જ નથી. ઇર્ષાસમિતિ : Page 111 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy