SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ક્ષાયોપથમિક સમ્યક્ત્વને પામે છે, તે જીવ જો ક્ષાયોપથમિક સમ્યક્ત્વના પરિણામમાં બરાબર સુદ્રઢ રહી શકે અને તેને પ્રથમ સંવનન આદિ સામગ્રી મળી હોય તથા તે જો ક્ષપક શ્રેણિ માંડવા. જોગા પરિણામને પામી જાય, તો તે જીવ ક્ષપક શ્રેણિ માંડીને અનન્તાનુબંધી કષાયની ચાર તેમ જ મિથ્યાત્વ મોહનીયની ત્રણ-એમ દર્શન મોહનીયની સાતેય પ્રકૃતિઓના ક્ષપક શ્રેણિના પરિણામ દ્વારા સંપૂર્ણપણે ક્ષય કરી નાખીને ક્ષાયિક સમ્યક્ત્વનો સ્વામી બની જાય છે. ક્ષાયોપથમિક સમ્યકત્વને પામેલો જીવ જો કોઇ પણ રીતિએ સમ્યક્ત્વના પરિણામને વમી નાખે નહિ અને એ પરિણામમાં બરાબર ટક્યો રહે, તો જીવ ક્ષાયિક સમ્યકત્વને પામ્યા વિના રહેતો જ નથી. એ જીવ એ જ ભવમાં ક્ષપક શ્રેણિ માંડે અને એ દ્વારા ક્ષાયિક સમ્યકત્વને પામે એવો નિયમ નથી. ભવાન્તરમાં ક્ષાયિક સમ્યકત્વ પામે એવું પણ બને. ક્ષાયોપથમિક સમ્યકત્વના પરિણામમાં બરાબર ટકી રહેનારા જીવને, જે ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની હોય છે, તે ભવમાં એ જીવને ક્ષપક શ્રેણિ માંડવા માટે પ્રથમ સંવનન આદિ જે સામગ્રી જરૂરી ગણાય છે તે મળી જ જાય છે અને એ જીવમાં ક્ષપક શ્રેણિ માંડવા જેગો પરિણામ પણ પ્રગટી જાય છે. આમ જે જીવ ક્ષપક શ્રેણિ માંડે છે, તે જીવને જો ક્ષપક શ્રેણિ માંડતાં પરભવના આયુષ્યનો બંધ પડી ગયો ન હોય, તો તે જીવ ક્ષપક શ્રેણિના કાળ દરમ્યાનમાં માત્ર દર્શન મોહનીયની સાત પ્રકૃતિઓનો ક્ષય સાધીને વિરામ પામતો નથી, પણ ક્ષપક શ્રેણિમાં આગળ વધીને એ જીવ ચારિત્ર મોહનીય કર્મની બાકીની એકવીસેયા પ્રકૃતિઓનો પણ સંપૂર્ણપણે ક્ષય સાધીને વીતરાગપણાને આત્મસાત્ કરી લે છે અને તે પછી તરત જ જ્ઞાનાવરણીયાદિ બાકીનાં ત્રણેય ઘાતી કમાને પણ ક્ષીણ કરી નાખીને કેવલજ્ઞાનનો સ્વામી પણ ય છે. હવે જે જીવને ક્ષપક શ્રેણિ માંડતાં પહેલાં જ પરભવના આયુષ્યનો બંધ પડી ગયો હોય, તે જીવ ક્ષપક શ્રેણિ દ્વારા માત્ર દર્શન મોહનીયની જ સાત પ્રકૃતિઓને ક્ષીણ કરી નાખીને અટકી જાય છે. એ જીવનો ક્ષપક શ્રેણિનો પરિણામ દર્શન મોહનોયની સાત પ્રકૃતિઓ ક્ષીણ થતાં ભગ્ન થઇ ગયા વિના રહેતો જ નથી. એવો જીવ જે ક્ષપક શ્રેણિ માંડે છે, તે ક્ષપક શ્રેણિને ખંડ ક્ષપક શ્રેણિ તરીકે ઓળખવામાં આવે છે. ક્ષાયોપથમિક સખ્યત્વની હાજરીમાં જ ક્ષાયિક સમ્યત્વને પામી શકાય છે: ક્ષપક શ્રેણિ એટલે ઘાતી કર્મોની પ્રકૃતિઓની મૂળમાંથી ક્ષપણા કરી નાખવાની શ્રેણિ. તેમાં, પહેલાં દર્શન મોહનીયની સાતેય પ્રકૃતિઓની ક્ષપણા થાય છે. દર્શન મોહનીયની સાતેય પ્રકૃતિઓની ક્ષપણા સંપૂર્ણપણે થઇ ગયા પછીથી જ, ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓની ક્ષપણા થાય છે. આમ મોહનીય કર્મ સંપૂર્ણપણે ક્ષીણ થઇ ગયા પછીથી જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાય એ બાકીનાં ત્રણેય ઘાતી કર્મોની સર્વ પ્રકૃતિઓની સંપૂર્ણપણે ક્ષપણા થાય છે. એટલે, જે જીવે મોક્ષ સાધવો હોય, તે જીવને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટાવ્યા વિના ચાલતું જ નથી અને ક્ષાયિક સમ્યકત્વને પ્રગટાવવાને માટે જીવે ક્ષપક શ્રેણિ માંડવી જ જોઇએ. ક્ષપક શ્રેણિ ચોથા ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે, પાંચમા ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે અને છઠ્ઠા તથા સાતમાં ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે. ક્ષપક શ્રેણિ માંડવા માટે જેમ પ્રથમ સંતનનાદિ સામગ્રી જોઇએ, તેમ છેવટમાં છેવટ ચોથું ગુણસ્થાનક પણ ક્ષપક શ્રેણિ માંડવા માટે જોઇએ જ. પહેલે Page 72 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy