SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ તજે પણ ધર્મ ન તજે એવી પ્રીતિ ઉત્પન્ન થાય છે. નિયમો પૂર્ણ પાળે છે લોક સંજ્ઞા તરફ અરૂચિ અને વિવેકમાં વૃદ્ધિ થાય છે. કલેશ કંકાસનો અણગમો પેદા થાય છે. અશઠપણું અમાયી પણું-કુતર્કોથી રહિત માતા પિતા આદિ સ્વજનો પણ ખારા પાણી જેવા લાગે. ગ્રંથીભેદ ન થવાથી આ બધા ગુણો અવેધ સંવેધપદના સંભવવાળા છે. મિથ્યાત્વના દોષવાળો જે આશય તે અવેધ સંવેધ પદ કહેવાય છે. ગ્રંથી કોને ધેવાય એનું વર્ણન: જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મમાંથી એક આયુષ્યકર્મને છોડીને સાતે કર્મની સ્થિતિ શુભ અધ્યવસાયથી ઘટાડી ઘટડીને એક કોટાકોટી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરે તે સમયે જીવ યથાપ્રવૃત્તિ કરણ કરે, તે કરણ જીવે આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંતીવાર કર્યું અને યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રન્થીદેશે આવ્યો ખરો પરંતુ આગળ જઇ શક્યો નહિ, આ પહેલું કરણ, ત્યારબાદ જીવ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણરૂપ પરીણામે કરી જીવ સમ્યકત્વ પામે. આ ત્રણે કરણ માટે કલ્યભાષ્યમાં શાસ્ત્રકાર મહારાજા લખે છે કે - “अंतिम कोडाकोडी, सव्वकम्माणं आयुवज्जाणं । पलिया असंखिज्जइ-भागे खीणे हवइ गंठीणं ।। માંડત્તિ સુમેઝો, વઘઈઘામૂહમૂદ્ધ બંડીવ | जीवस्स कम्मजणिओ, धणरदोगासपरिणामो ।। जा गंठी ता पढम, गंठी समइच्छओ भवे वीअं । अनियट्टीकरणं पुण, सम्मत्तपुर रख्खडेजीवे ।।" “આયુષ્યવજીને સાતે કર્મની છેલ્લી કોડાકોડી સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન રહે, બાકી સર્વ ખપી જાય, ઇહાં ગંઠી સ્થાનક છે, તે ગંઠી કેવા પ્રકારની છે ? અત્યંત દુ:ખે કરી ભેદવા યોગ્ય, કર્કશ, વક્ર, ગૂઢ ગુપ્ત, કોઇ ખરીરાદિ કઠીન કાષ્ટની ગાંઠ જેવી તેવી રીતે ભેદી શકાય નહિ, તે ઉપમાવાલી એ અનાદિકાળની જીવને કર્મભનિત ધન કહેતાં નિવિડ રાગદ્વેષ પરિણતિરૂપ ગ્રન્થી છે, તે વજની માફ્ટ દુર્ભેદ સમજવી, જ્યાં ગંઠી છે ત્યાં સુધી આવે તેને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ હોય, ગ્રન્થી ભેદ થયા પછી બીજું અપૂર્વકરણ હોય તથા સમ્યકત્વ પુરખડે કેતાં સમ્યકત્વ પ્રાપ્તવ્યપણે આગળ કર્યું છે જે જીવોએ એટલે ચોક્કસ મુખ આગળ રહ્યું છે, તે જીવને ત્રીજું અનિવૃત્તિકરણ હોય.” આ રીતે શુધ્ધ યથાપ્રવૃત્તકરણના છેલ્લા અંતર્મુહૂર્તમાં ગુણોની પ્રાપ્તિ કરીને ગ્રંથી પ્રત્યે અત્યંત ક્રોધ પેદા થાય છે. જે અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ પ્રશસ્ત રૂપે પેદા થાય છે કે જેના કારણે અનુકૂળ પદાર્થોના રાગ પ્રત્યે અંતરથી વિચાર આવે છે કે અત્યાર સુધી અનંતકાળ મને દુખી કર્યો હોય તો આને જ મને દુઃખી કયાં છે માટે એનો સદંતર નાશ કરી નાખું. નાશ ન થાય તો એનો એવો ભેદ કરી નાંખુ કે જેથી એ મને પજવે નહિ. એને આધીન થઇને હવે મારે જીવન જીવવું જ નથી. આવો જોરદાર પરિણામ જ્યારે આવે છે તેને જ્ઞાની ભગવંતોએ અપૂર્વકરણ અધ્યવસાય કહેલો છે. આ અધ્યવસાય એટલે પરિણામન તીર્ણ કુઠાર જેવો પરિણામ કહેલો છે. જેમ કઠીયારો (લાકડા કાપનાર) પોતાના કુહાડાને રોજ પાણી પાઇ પાઇને ઘસીને તીક્ષ્ણ અણી Page 43 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy