SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ બનવાના મનોરથો તેમના હૈયામાં અવારનવાર ઉછાળા માર્યા કરતા હશે અને એથી જ આ તક મળતી જોઈને એમના મુખેથી એ વાત નીકળી ગઈ. રાજા હોવા છતાં પણ વ્રતધારી બનવાના મનોરથો ક્યારે જન્મે ? ભોગસુખ હેય લાગે તો કે આનંદ આપનારું લાગતું હોય તો ? ભોગસુખમાં રાચનારાઓના હૈયામાં વ્રતધારી બનવાના સાચા મનોરથો ઉલટે, એ વાત જ શક્ય નથી. ભોગસુખના લાલચુઓ પણ વ્રતધારી બને એ શક્ય છે, પણ તે દ્રવ્યથી-ભાવથી નહિ. જો એ લાલચથી ન મૂકાય તો અત્તે એમની દુર્દશા થાય, તો એ ય કોઇ અશક્ય વસ્તુ નથી. ભોગસુખની લાલસાને અને સાચા સંયમને મેળ કેવો? જેનામાં ભોગસુખની લાલસા હોય, તે સાચો સંયમી બની શકે જ નહિ. ભોગસુખની લાલસાને તયા વિના સાચા સંયમી બની શકાતું જ નથી. સાચા સંયમી બનવાની અભિલાષાવાળાએ પહેલાં તો ભોગસુખને હેય સમજી લેવું જોઇએ. ભોગસુખને હેય સમજનારાઓ ભોગો ભોગવતા હોય તો ય એના ભોગવટામાં રાચતા ન હોય. આથી જ તેઓને માટે ભોગત્યાગ સુગમ બની જાય છે. સમરવિજયે ઉદ્ધતાઇથી દૂર ખસી જવું શ્રી કીર્તિચન્દ્ર નરનાથે રાજ્ય અને નિધિ-ઉભયનું સ્વામિત્વ અર્પણ કરી દેવાની તૈયારી દેખાડી એટલું જ નહિ, પણ સમરવિજય જો રાજ્યને ગ્રહણ કરે તો પોતે વ્રતને ગ્રહણ કરે-એમ સૂચવીને ‘વડિલ ભાઇ મારા સ્વામિત્વમાં કાંટા રૂપ બનશે.' એવો કોઇ વિચાર પણ સમરવિજયને ન આવે એવી સ્થિતિ ઉપસ્થિત કરી, પણ ક્રૂરતાના સ્વામી સમરવિજયથી એ વાત પણ સહી શકાઈ નહિ, કોપના વિપાકને નહિ જાણનારો અને વિવેકથી રહિત એવો સમરવિજય, શ્રી કીર્તિચન્દ્ર નરનાથના એ સુન્દર કથનને સાંભળતાં ક્રૂરતા તજી સૌમ્ય બનવાને બદલે ક્રોધાતુર અને ઉદ્ધત બન્યો. આંચકો મારીને તે મહારાજાના હાથમાંથી છૂટી દૂર જઇને ઉભો. આવા ક્રૂર આત્માઓને તો વડિલ બન્યુને હણી નાખવાને માટે કરેલો ઘા અફલ જાય એનું દુઃખ થાય એ ય સહજ છે અને તેવા પણ દુષ્ટ કૃત્યની સામેનું વડિલ ભાઇનું ઉદાર વર્તન પણ ક્રૂર હૃદયના સ્વામિઓને કોપાકુલ બનાવે એય સહજ છે. કારમી અયોગ્યતાને ધરનારા આત્માઓને તો પોતાના ઉપરનો ઉપકાર પણ અપકાર જેવો જ લાગે. એવા આત્માઓ સામાની ક્ષમાશીલતાને જોઈને રીઝવાને બદલે વધારે ખીજે. એવા પાપાત્માઓને સારી પણ વાત સારા રૂપે નહિ લાગતાં ખરાબ રૂપે પરિણમે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. રાજાએ નિધાનને તજી ચાલ્યા જવું: રાજય અને નિધાનનું સ્વામિત્વ સોંપવાની પૂરેપૂરી તત્પરતા દેખાડવા છતા પણ, સમરવિજય ક્રોધમાં આવી ઉદ્ધત બનીને દૂર ખસી ગયો. તે છતાં પણ અક્રૂરતાને સ્વભાવસિદ્ધ બનાવી ચૂકેલા શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તેના પ્રતિ જરા ય કોપાન્વિત બનતા નથી. તેઓ તો કોઇ જૂદો જ વિચાર કરે છે. તેઓ જાણે છે કે-આ પ્રસંગના ઉદ્ભવનું મૂળ આ નિધિ છે. આથી શ્રી કીર્તિચન્દ્ર નરનાથ એવો વિચાર કરે છે કે “જે નિધિના નિમિત્તે બધુઓ આ પ્રમાણે વિના કારણે પણ વૈરી બને છે, એવા આ નિધિએ કરીને સર્યું! બધુઓને પણ વિના કારણ વૈરી બનાવનાર આ નિધિ મારે નહિ જોઇએ !” આ પ્રમાણે વિચાર કરીને શ્રી કીર્તિચન્દ્ર નરનાથ નિધિને ત્યાંની ત્યાં જ રહેવા દઈને ચંપાનગરી તરફ Page 166 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy