SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વાતનું સૂચન કર્યા પછીથી, કથાકાર-પરમર્ષિ ફરમાવે છે કે-ઘનસમય જેમ વાદળાંથી ઘેરાએલા આકાશવાળો હોય છે, તેમ સુમુનિ મલિન વસ્ત્રો ધારણ કરનારા હોય છે. તેમ એ વાત તો જાણતા જ હશો કે-સુમુનિઓ વેષભૂષા આદિથી પર રહેનારા હોય છે. સુમુનિઓને સુન્દર દેખાવાના કોડ હોતા નથી. સુન્દર અને મુલાયમ વસ્ત્રાદિ પહેરવા-ઓઢવાનો સુમુનિઓને શોખ હોય નહિ. સુમુનિઓ તો આજ્ઞા મુજબનાં વસ્ત્રો આજ્ઞાવિહિત રીતિએ જ વાપરે. ભિક્ષાથી મેળવેલાં જરૂરી વસ્ત્રાદિને મલરહિત કરતા પણ સુમુનિઓ, સ્વચ્છ વસ્ત્રોથી કાયાને શોભાવવાના ઇરાદાવાળા હોતા નથી અને એથી સુમુનિઓ ન છૂટકે જ પોતાનાં વસ્ત્રાદિને મલરહિત કરવાને પ્રયત્નશીલ બનનારા હોય છે. આવા સુમુનિઓ સામાન્ય રીતિએ મલિન વસ્ત્રોને ધરનારા જ હોય, તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. આમ સુમુનિઓ જેમ મલિન વસ્ત્રોને ધરનારા હોય છે, તેમ ઘનસમય વાદળાંથી ઘેરાએલા આકાશવાળો હોય છે અને એથી પણ ઘનસમયે આપેલી ‘સુમુનિ'ની ઉપમા વ્યાજબી ઠરે છે. સુમુનિ દયાળુ હોય છે અને ઘનસમય પાણીવાળો હોય છે : હવે આગળ ચાલતાં કથાકાર-પરમર્ષિ આચાર્યભગવાન સૂચવે છે કે સુમુનિ જેમ સદય એટલે દયાવાન હોય છે, તેમ ઘનસમય પણસદક એટલે પાણીવાળો હોય છે. સુમુનિમાં દયા કેટલી અને કેવી હોય છે ? સુમુનિની દયામાંથી દયાપાત્ર એવો એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જનું પણ બાકાત રહેતો નથી. ઉપરાન્ત સુમુનિનો દયા તો સઘળા જ અનર્થોના મૂળભૂત કારણને સ્પર્શેલી હોય છે. સુમુનિના અન્તરમાં વસેલી દયા જેવી તેવી નથી હોતી. સુમુનિઓનું અન્તઃકરણ અનુકમ્પાથી પરિપૂર્ણ હોય છે. સંસારના જીવો બાહ્યાભ્યન્તર સઘળાંજ અનિષ્ટોથી પર બને, એવી સુમુનિઓની ભાવના હોય છે. આજ્ઞાવિહિતપણે અહિંસક રીતિએ પ્રવર્તતા સુમુનિઓ, આજ્ઞાવિહિત અહિંસામાર્ગનો જ પ્રચાર કરનારા હોય છે. એવા મહાત્માઓનું અહિંસક જીવન અને અહિંસામાર્ગના પ્રચારનો પ્રયત્ન, એ તેઓના સદયપણાને પણ જણાવનાર છે. આજે તો અહિંસા અને દયાના નામે પણ હિંસાના મૂળને જ પોષવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સાચો અહિંસાજીવી દુન્યવી સત્તા કે સંપત્તિ આદિને માટે પ્રયત્નશીલ હોય, એ શક્ય જ નથી. સુમુનિપણા વિના ઉત્તમ કોટિનું અહિંસક જીવન જીવવું એ શક્ય નથી અને રાજકીય ઉન્નતિનાં સ્વપ્રો સેવનારમાં સુમુનિપણાનો છાંટો હોવો એય સંભવિત નથી. દયાના દ્રવ્ય અને ભાવ બે પ્રકારો છે. ભાવદયાથી પરાડમુખ બનલાઓ, એટલું જ નહિ પણ અવસરે ભાવદયાની સામે રોષ ઠાલવનારાઓ, દ્રવ્યદયાને પણ સાચી રીતિએ ન કરી શકે અને દયાના નામે ય હિંસાને વધારી મૂકે, તો એ સ્વાભાવિક જ છે. આથી આજની અહિંસાની અને દયાની વિલક્ષણ વાતોથી પણ સાવધ બનીને ચાલવા જેવું છે. ભલાપણાને સ્વીકરનારા: આ પછી પાંચમા વિશેષણ તરીકે ઘનસમયને ભદ્રપદ નક્ષત્રવાળો જણાવતાં, કથાકાર-પરમર્ષિએ સુમુનિને ભદ્રપદ એટલે ભલાપણાને સ્વીકારનારા તરીકે જણાવ્યા છે. સુમુનિઓના ભલાપણાને માટે કાંઈ કહેવાપણું હોય જ નહિ. ભલાપણું તો સુમુનિઓના સ્વભાવની સાથે ઓતપ્રોત બની ગયું હોય છે. એથી જ તો સુમુનિઓ સ્વયં કષ્ટ વેઠીને પણ અન્ય જીવોને પોતાના નિમિત્તે દુઃખ ન થાય તેવો તેમજ બીજાઓને પણ એ Page 162 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy