SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ લેનાર છે. એ વાતથી સિદ્ધ થાય છે કે-આ પંચમ આરામાં ક્ષાયિક સમ્યકત્વધારી વ્યક્તિનો સર્વથા અસંભવ નથી. ક્યું સખ્યત્ત્વ સ્વભવનું જ, પરભવનું જ કે ઉભય સ્વરૂપી હોઇ શકે છે ? આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તે પૂર્વે સ્વભવનું અને પરભવનું સમ્યકત્વથી શું સમજવું તે જોઇ લઇએ. ધારો કે-કોઇ મનુષ્ય તેના તે મનુષ્યભવમાં કોઇક પ્રકારનું સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તો આ તેનુ સમ્યકત્વ સ્વભવનું ગણાય છે અને જો તે પૂર્વભવના સમ્યકત્વ સહિત મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો હોય તો તેનું સમ્યકત્વ પરભવનું કહેવાય છે. (૧) ઉપશમ સમ્યકત્વ સ્વભવનું જ હોય છે, કેમકે-કોઇ પણ જીવ એક ગતિમાં ઉત્પન્ન કરેલાં ઔપથમિક સમ્યકત્વ સહિત બીજી ગતિમાં જઇ શકતો નથી. આ સંબંધી મતાન્તર છે. (૨) ક્ષાયોપથમિક સમ્યકત્વ સ્વભવનું જ હોય કે પરભવનું જ હોય કે સ્વભનું તેમજ પરભવ-એમ બન્ને પ્રકારનું હોય, એ બાબત સિદ્વાન્તિકો અને કર્મગ્રન્થકારો વચ્ચે વિચારભિન્નતા છે. સિદ્વાન્તિકોના મત પ્રમાણે સાત નરકોમાંની પ્રથમની છ નરકો સુધીના જીવોનું આ સમ્યકત્વ સ્વભવનું યા પરભવનું પણ હોઇ શકે છે, જ્યારે સાતમી નરકના જીવોનું આ સમ્યકત્વ સ્વભવનું જ હોઇ શકે છે. (આ ઉપરથી સમજી શકાય છે કે-ક્ષાયોપથમિક સમ્યકત્વસહિત જીવ મરીને સાતમી નરકમાં જઇ શકે નહિ.) ભવનપતિ, વન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક-એ ચારે દેવગતિમાંના જીવોનું ક્ષાયોપથમિક સમ્યકત્વ સ્વભવનું તેમજ પરભવનું એમ બંને પ્રકારે સંભવી શકે છે, અને આ વાત તો મનુષ્યો અને સંજ્ઞી તિર્યંચોને પણ લાગુ પડે છે. કર્મગ્રન્થકારોની આ પરત્વે શું વિચારભિન્નતા છે, તે સમજવા તેમના મતમાંના ચાર નિયમો તરફ ધ્યાન આપવું ઉચિત છે. (૧) તિર્યંચ કે મનુષ્ય -એ બેમાંથી કોઇ પણ ક્ષાયોપથમિક સમ્યકત્વ સહિત તો વૈમાનિક ગતિ સિવાય અન્યત્ર જતાં જ નથી. (૨) અસંખ્યય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો સ્વર્ગ કે નરક ગતિમાંથી આવેલા હોતા નથી, કિન્તુ તેવા મનુષ્યો મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી જ આવેલા હોય છે. જે મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય પૂર્વકોટિ યાને એક કરોડ પૂર્વ (એક કરોડ પૂર્વ તે ૮૪ લાખને ૮૪ લાખે ગુણવાથી એક પૂર્વ થાય છે.) થી અધિક હોય તેને અસંખ્યય વર્ષના આયુષ્યવાળા કહેવામાં આવે છે. (૩) નારકજીવો મરીને તરતજ નરકગતિ કે સ્વર્ગગતિમાં ઉત્પન્ન થતાં નથી અને તેવી જ રીતે દેવતાઓ ચ્યવીને-મરીને તરત જ સ્વર્ગગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થતાં નથી. (૪) નારક, તિર્યંચ, મનુષ્ય કે દેવ-એમાંથી કોઇ પણ જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વને સાથે લઇને તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી. (છટ્ટા કર્મગ્રંથમાં અપર્યાપ્તાવસ્થામાં તિર્યંચને ક્ષાયોપથમિક સમ્યક્ત્વ હોય છે એમ કહે છે.) આ ચાર નિયમોમાંથી પ્રથમ તેમજ અંતિમ છેલ્લો એ બે નિયમો સેદ્રાન્તિકોને માન્ય નથી, પરંતુ બાકીના બે નિયમો માન્ય છે. આ ચાર નિયમોને લક્ષ્યમાં રાખવાથી જોઇ શકાય છે કે-વૈમાનિક દેવો તથા સંખ્યય વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો-એ બેજ વર્ગોનું ક્ષાયોપથમિક સમ્યક્ત્વ પરભવનું સંભવે છે, કારણ કે-મનુષ્ય સમ્યકત્વ યુક્ત મરીને વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થાય, ત્યારે તેને-તે દેવને પરભવનું સમ્યકત્વ છે. તેવીજ રીતે જે દેવ સમ્યક્ત્વ યુક્ત મરીને મનુષ્ય થાય, ત્યારે તે મનુષ્યને પરભવનું સમ્યક્ત્વ છે. Page 148 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy