SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જે પ્રકાર આપણે જોઇ ગયા તે હકીકતના સંબંધમાં મતભેદ છે, કેમકે-આ હકીકત તો કર્મગ્રન્થકારોને જ માન્ય છે, જ્યારે સિદ્ધાન્તકારો એ બાબતમાં તેમનાથી જૂદો અભિપ્રાય ધરાવે છે. સિદ્ધાન્તકારોનું માનવું એમ છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ પ્રાણી પ્રથમતઃ ઉપશમ સમ્યકત્વને જ પ્રાપ્ત કરે એવો કાંઇ અચળ નિયમ નથી : અર્થાત કોઇક અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઓપશમિક સમ્યકત્વને તો કોઇક ક્ષાયોપથમિક સમ્યક્ત્વને પણ પ્રાપ્ત કરી શકે છે. વિશેષમાં એ પણ અત્ર ધ્યાનમાં રાખવાનું કે- જે પ્રાણી સિદ્ધાન્તકારોના મત મુજબ પ્રથમથી ઓપશમિક સમ્યકત્વ સંપાદન તેનો પ્રકાર કર્મગ્રન્થકારોએ બતાવેલ પ્રકારને મોટે ભાગે અર્થાત યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણની પ્રાપ્તિપૂર્વક અંતરકરણના પ્રથમ સમયમાં પથમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી મળતો આવે છે. પરંતુ વિશેષતા એ છે કે-આ ઓપશમિક સમ્યકત્વના અનુભવ સમયમાં (કે તે પહેલાં પણ) તે જીવ મિથ્યાત્વમોહનીયના શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ વિભાગો-પું કરતો નથી. આથી કરીને નિર્મળ ઔપથમિક ભાવને અંતર્મુહૂર્ત કાળ પર્યતા અનુભવીને તે પ્રાણી પાછો મિથ્યાદ્રષ્ટિ અવસ્થાને જ પ્રાપ્ત કરે છે, અર્થાત્ તેને ક્ષાયોપથમિક સખ્યત્વ કે મિશ્રદ્રષ્ટિ એ બેમાંથી એક પણ સ્થિતિ પ્રાપ્ત થતી નથી. આ સંબંધમાં સિદ્ધાન્તકારો ઇલ્લિકાનું દ્રષ્ટાંત રજુ કરે છે. કલ્યભાષ્યમાં કહ્યું છે કે “आलंवणगलहन्ती जह सट्टाणं न मुंचए इलिया । एवं अफ्यंतिपुंजी मिच्छंचिअ ૩વસમીu II ભાવાર્થ :- જેમ ઇયળ કોઇ કાષ્ઠાદિ પદાર્થોથી આગળ જવાને ચાહના કરે ત્યારે આગલા ગાત્રનું વિસ્તારવુ કરે. આગલા વિસ્તારવું કરે. આગલા શરીરના ભાગને ચારે તરફ વિસ્તારના સ્થાનક નહિ પામતાં, પાછી પૂર્વસ્થાનકે જ્યાંથી શરીર ઉપાડ્યું હતું ત્યાંજ આવે, એમ સ્થાનાંતર ગમનનો અભાવ માટે ઉપશમ સમ્યકત્વી મિથ્યાત્વેજ જાય. કારણ કે-ઉપશમ સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઇ ત્રણ પુંજ નહીં કરેલા હોવાથી મિશ્ર અને શુદ્ધ પુંજરૂપ સ્થાનના આધાર વગરનો પાછો ઉપશમ સમ્યક્ત્વી મિથ્યાત્વેજ જાય છે. આ પ્રમાણે સિદ્ધાંતિકનો મત છે. જે જીવ તથાવિધ સામગ્રીના સભાવને લઇને પ્રથમથી ઓપશમિક સમ્યકત્વને બદલે લાયોપથમિક સમ્યકત્વ સંપાદન કરે છે, તે સંબંધમાં સિદ્ધાન્તકારો જે વિધિ બતાવે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ વિધિ પ્રમાણે પ્રાણી પ્રથમ તો યથાપ્રવૃત્તિકરણનો અધિકારી બને છે અને ત્યાર બાદ અપૂર્વકરણના સામર્થ્ય વડે રાગ-દ્વેષની પરિણતિરૂપ ગ્રન્થિને ભેદી નાખે છે, અને એજ કરણને લઇને (નહિ કે અનિવૃત્તિકરણ દ્વારા) મિથ્યાત્વમોહનીયના ત્રણ પુંજે બનાવે છે અને ત્યાર પછી અનિવૃત્તિ કરણન પ્રાપ્ત કરી એ કરણની સહાયથી (નહિ કે અંતરકરણની મદદથી) આ શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણ પુંજોમાંથી શુદ્ધ પુજનોજ અનુભવ કરે છે : અર્થાત તે “ક્ષાયોપથમિક સમ્યક્ત્વ' ને પ્રાપ્ત કરે છે, અને આથી કરીને પથમિક સમ્યકત્વનો અધિકારી થયા વિના જ તે એકદમ ક્ષાયોપથમિક સમ્યકત્વના સ્વામી બને છે. આ પ્રમાણે આ મત-ભિન્નતા પરત્વે વિચાર કરતાં એ પણ લક્ષ્યમાં રાખવું આવશ્યક છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ જ શ્રેણિ વિનાનું જ પથમિક સમ્યકત્વ પામે એ વાત નિર્વિવાદ છે, કેમકે-એ હકીકત તો સિદ્ધાન્તકારો તેમજ કર્મગ્રન્થકારો બન્નેને સંમત છે. આથી એમ પણ Page 144 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy