SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર એક વિનય ગુણને લીધે માનવ સર્વોત્તમ ગણાય છે. શાસ્ત્રમાં કહેવું છે કે નક્ષત્રની વાત-સ્વપ્રની વાત-ધાતુયોગની વાત-નિમિત્ત શાસ્ત્રની વાત-મંત્ર અને ઓસડની વાત-એ બધી હકીકતો વિશે સાધુએ ગૃહસ્થને કાંઇ જ ન કહેવું, કહેવાથી હિંસા-દોષ લાગે છે. છળ કપટ વિનાનો શુધ્ધ વિનય બધી સંપદાઓના નિધાન સમાન છે. અપરાધોના અંધકારને ટાળવા સારૂં સૂર્ય સમાન છે. બધા પ્રકારની કુશળ સિધ્ધિઓ મેળવવા માટે સિધ્ધ વિધાના પ્રયોગ જેવો છે. અને બીજાના હૃદય રૂપ મૃગોને આકર્ષિત કરવા માટે ગૌરીના સંગીત જેવો છે. વિનયમાં ગુણ ઘણાં છે પણ વિનય હોય અને બહુમાન ન હોય તો નિર્જીવ મુડદા સમાન છે. ધન વિનાનું ઘર હોય, નાક વિનાનું મુખ હોય, દાન વિનાનું માન હોય, ગંધ વિનાનું પુષ્પ હોય, રંગ વિનાનું કંકુ હોય, પાણી વિનાનું સરોવર હોય, પ્રતિમા વિનાનું મંદિર હોય અને મધ્યમણિ વિનાનો હાર હોય તો એ ઘર-મુખ-માન-પુષ્પ-કંકુ સરોવરમંદિર અને હાર શોભે ? ન શોભે ! એ જ રીતિએ વિનય પણ બહુમાન વિના શોભે નહિ સળ બને નહિ. જેમ નિશ્ચયના નામે વ્યવહારની અવગણના કરનારા, જ્ઞાનના નામે ચરણની અવગણના કરનારા અને મનની મજબૂતાઇના નામે મર્યાદાની અવગણના કરનારા મૂખ છે તેમ બહુમાનના નામે વિનયની અવગણના કરનારા મૂખ જ છે. પરન્તુ વિનયનો સાચો આધાર, વિનયની સફ્લતાનો સાચો પાયો બહુમાન છે. બહુમાનનાં પાંચ લક્ષણો : ૧ઃ- જેના પ્રત્યે બહુમાન હોય તેના અભિપ્રાયને અનુસરવાનું મન થયા વિના રહેતું નથી. એ શું ઇચ્છે છે એને જાણવાની કાળજી સતત રહ્યા કરે છે અને કેમ કરીને એની ઇચ્છાને પૂર્ણ કરી શકાય એનું ચિંતન પણ રહ્યા કરે છે. એની મરજીથી વિરુધ્ધ ચાલવાની તો સ્વપ્રય ઇચ્છા થાય નહિ પણ એની એકે એક મરજીને સંતોષવાનું મન થયા કરે આ બહુમાનનું પહેલું લક્ષણ. ૨:- જેના પ્રત્યે બહુમાન હોય તેના દોષોને જોવાનું મન થાય નહિ. દોષો જોવાઇ જાય તો પણ તે દોષોને હૈયું વજન આપે નહિ. પણ એને ભૂલી જાય અને એના દોષને ઢાંકવાની કાળજી રહ્યા કરે. કોઇના પણ જાણવામાં એના દોષો આવે નહિ એની તકેદારી રહ્યા કરે. કોઇ એના દોષોની વાત કરે તો તેને યથાશક્તિ રોકે. તેના ગુણો તરફ જોવાનું કહે. આ ગુણો પાસે એ દોષોની તો કાંઇ કિંમત નથી-એમેય કહે. એ દોષો ભલે દોષો તરીકે દેખાતા હોય પણ વસ્તુતઃ એને માટે આ દોષરૂપ છે કે નહિ એ વિચારણીય છે એમ પણ કહે. અને દોષોના કથનને રોકવાનું સામર્થ્ય ન હોય તો મનમાં દુ:ખ અનુભવીને તે એવો ખસી જાય કે જેથી દોષોની વાત કાને પડે નહિ. જેના પ્રત્યે બહુમાન હોય તેના પ્રત્યે હૈયામાં આવો ભાવ પણ જાગ્યા વિના રહે નહિ. - ૩:- જેના પ્રત્યે બહુમાન હોય તેના અભ્યદયનું અહર્નિશ ચિંતન રહ્યા કરે. એના દોષોનું જેમ આચ્છાદન કરે તેમ એના દોષો કેમ નાશ પામે અને એના ગુણોમાં કેમ અભિવૃદ્ધિ થયા કરે એની વિચારણા પણ એને આવ્યા જ કરે. જેમ એના આત્યંતર અભ્યદયની ભાવના રહ્યા કરે તેમ તેના બાહ્ય અભ્યદયની ભાવના રહ્યા કરે. કોઇ જો તેની પ્રશંસા કરે તો તે બહુ ગમી જાય. એની Page 14 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy