SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ નથી કે-આ સ્ટેશને આવ્યા કે કાર્ય સરીજ ગયું. અહીં સુધી આવી પહોંચવું એ અશક્ય નથી, પરંતુ અહીંઆ આવ્યા વિના જ આગળ જવું એ તો જરૂર અશક્ય છે. આ દ્રષ્ટિએ એમ કહી શકાય. કે-ન્યથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ નિરર્થક નથી, તેમાં પણ ગૌરવ રહેલું છે. વળી તેમાં જે જીવના સંબંધમાં સંસારનો છેડો હવે આવીજ રહેલો હોય અને એથી કરીને જેના સંબંધમાં આ યથાપ્રવૃત્તિકરણ અંતિમજ હોય, તે જીવનું યથાપ્રવૃત્તિકરણ તો ખરેખર પ્રશંસાપાત્ર છે : કેમકે-આવા યથાપ્રવૃત્તિકરણ વડે જીવ આત્મોન્નતિમાં આગળ વધી મુક્તિના સિક્કા રૂપ સમ્યગદર્શનનો અવશ્ય લાભ મેળવે છે. આવું અંતિમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયા પછી અપૂર્વકરણ મેળવવાને બહુ ફાંદ્ય મારવા પડે કે વધુ વખત રાહ જોવી પડે તેમ પણ નથી. એક અંતર્મુહૂર્તમાં જ એનો સમાગમ-ઉદયા થાય છે : અર્થાત્ અંતિમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત કર્યા બાદ અપૂર્વકરણ પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછો નવ સમયનો વિલંબ થાય છે અને વધારેમાં વધારે એક મુહૂર્ત- ૪૮ મિનિટમાં કાંઇક ન્યૂન એટલો વિલંબ થાય છે, જ્યારે સામાન્ય યથાપ્રવૃત્તિકરણનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ તો અસંખ્યાત સમયનો છે. સામાન્ય યથાપ્રવૃત્તિwણ : જે અંતિમ યથાપ્રવૃત્તિકરણ બાદ અપૂર્વકરણ તેમજ અનિવૃત્તિકરણ ઉત્પન્ન થાય છે, તે સિવાયના સામાન્ય-સાધારણ યથાપ્રવૃત્તિકરણના અધિકારી તો અભવ્યો પણ છે, પરંતુ તેઓ આ પ્રથમ કરણને પ્રાપ્ત કરી આત્મોન્નતિમાં આગળ વધી શકતા નથી. ભવ્યજીવો કે જેઓ મોડા-વહેલા પણ મુક્તિરમણીને વરવાના છે, તેમાંથી પણ કેટલાક દીર્ધસંસારી તો અહીંથી પાછા હઠે છે. તેઓ પોતાના દીર્ધસંસારીપણાના યોગે તથા પ્રકારની સંયોગસામગ્રીની પ્રાપ્તિના અભાવે સમ્યગદર્શનને પામી શકવાના નથી. વળી કેટલાક અભવ્ય જીવોને આ સામાન્ય યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થતાં ચાર સામાયિકો (૧) સમ્યકત્વસામાયિક, (૨) શ્રુતસામાયિક, (૩) દેશવિરતિસામાયિક અને (૪) સર્વવિરતિસામાયિક, (તેમાં સમ્યકત્વ સામાયિક કહો કે સમ્યકત્વ કહો તે એકજ છે.) પૈકી શ્રતસામાયિકનો લાભ થાય છે, પરંતુ બાકીના તેમને ત્રણ સામાયિકોનો લાભ સંભવતો નથી. આ વાતને આવશ્યક ટીકાનું નીચે મુજબનું વાક્ય ટેકો આપે છે. “अभव्यस्यापि कस्यचिद् यथाप्रवृत्तिकरणतो वन्थिमासाद्या हेदादि विभूतिदर्शनत: प्रयोजनान्तरतो वा प्रवर्तमानस्य श्रुतसामायिकलामो भवति, न शेषलाभ: ।” અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહીં ગણાય કે સામાન્ય યથાપ્રવૃત્તિકરણે આવેલા ભવ્યજીવો પ્રાયઃ મૃતધર્મથી કાલાદિક ભેદે સમ્યકત્વ પ્રાપ્ત કરી શકવા ભાગ્યશાળી બની શકે છે. શ્રત ધર્મ અર્થાત્ આગમધર્મ ઉપર સખ્યદ્રષ્ટિને કેટલી અવિહડ પરિણતિ હોય છે, તે વિષે પૂજ્ય શ્રીમાના યશોવિજય મહારાજે કહ્યું છે કે “મન મહીલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત; તિમ મૃતધર્મે રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત” આ ઉપરથી કાલાદિક ભેદે સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે વિર્ષોલ્લાસ જાગૃત થવાના કારણભૂત Page 135 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy