SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વાર આવું બન્યું તોય મંત્રીશ્વરે ગણકાર્યું નહિ. હોય, માણસની ભૂલ થઇ જાય એમ માન્યું. પણ વારંવાર એમ બનવા લાગ્યું, એટલે જાતે જ જોઇતું પુષ્પ લેવાને માટે મંત્રીશ્વરે મોટું વ્યું. દેવપૂજામાં બેઠેલા મંત્રીશ્વર, પોતાનો માણસ વારંવાર ભૂલ કરે છે એમ જાણવા છતાંય કોપ પામ્યા નહિ અને શાન્ત જ રહ્યા, એ ઓછી વાત છે ? મંત્રીશ્વરની જગ્યાએ તમે હો તો એ વખતે તમારું મન પૂજામાં મગ્ન રહે કે- ગુસ્સાને આધીન બને ? શ્રી જિનમન્દિરમાં કેટલીક વાર પૂજા કરનારાઓમાં કેવી બોલાચાલી થાય છે ? કેટલાક શ્રીમંતો પૂજા કરતે કરતે પણ બીજાઓને અને પૂજારી વગેરેને કેવા ધમકાવે છે ? એમાં, પૂજામાં ચિત્તની એકાગ્રતા આવે જ શી રીતિએ ? મંત્રીશ્વર જોઇતું પુષ્પ લેવાને માટે જ્યાં પોતાનું મુખ જોવે છે, ત્યાં પુષ્પ આપનાર માણસની જગ્યાએ રાજાને બેઠેલા જૂએ છે. મંત્રીશ્વર તરત જ ઉભા થવા જાય છે, પણ રાજા તરત જ તેમને પકડીને એ જ જગ્યાએ બેસાડી દે છે. મંત્રીશ્વરને આવી ઉમદા રીતિએ પૂજા કરતા જોઇને, રાજાનું હૈયું હૃષ્ટ અને તુષ્ટ થઇ ગયું છે. એટલે રાજા મંત્રીશ્વરને કહે છે કે- “તું સાચે જ ધન્ય છો ! ભગવાન ઉપરની તારી આ ભક્તિ જોઇને લાગે છે કે-સાચે જ, તારો જન્મય પ્રશંસાપાત્ર છે અને તારું ધનેય પ્રશંસાપાત્ર છે. મંત્રીશ્વરના ભગવાન ઉપરના ભક્તિભાવને લીધે અતિશય પ્રસન્ન થઇ ગયેલો રાજા, મંત્રીશ્વરને ત્યાં સુધી કહે છે કે- “તારા સિવાય આવી રીતિએ ભગવાનની પૂજા કરનારો બીજો કોણ છે ? માટે, રાજ્યનાં સો કાર્ય હોય અને હું કદાચ તને તેડવા પણ મોકલું, તો પણ તારે તારી પૂજાની વેળાએ હરગીજ આવવું નહિ ! હવે તું એકાગ્ર મને ભગવાનની પૂજા કર ! હું બેઠો છું!” આમ કહીને રાજા બહાર આવીને યોગ્ય આસન બેઠો અને મંત્રીશ્વર ફ્રીથી ભગવાનની પૂજામાં એકાગ્ર મનવાળા બની ગયા. પરણીને પોતાની રાજધાનીમાં પાછા ફરતા શ્રી વજુબાહુએ દીક્ષા ગ્રહણ ક્યનો પ્રસંગ આપણે ત્યાં રામાયણમાં શ્રી વજબાહુનો એક પ્રસંગ આવે છે. રાજકુમાર વજુબાહુને, તેમના પિતા વિજય નામના રાજાએ, ઇભવાહન નામના રાજાની મનોરમા નામની પુત્રી સાથે પરણવાને માટે મોકલ્યા છે. રાજ્યના રિવાજ મુજબ ભારે મહોત્સવપૂર્વક તેમનું લગ્ન થાય છે અને તે પછી મનોરમાની સાથે રાજકુમાર વજુબાહુ પોતાના નગર તરફ પાછા ફ્રે છે. ઉદયસુન્દર નામનો રાજકુમાર, કે જે શ્રી વજબાહુનો સાળો થાય છે, તે પણ ભક્તિવશ સાથે ચાલે છે. સાથે બીજા પણ પચીસ રાજકુમારો છે અને બન્નેય રાજ્યનો મોટો પરિવાર પણ છે. માર્ગ કાપતાં કાપતાં તેઓ વસંત નામના પર્વત પાસે આવી પહોંચે છે. એ પહાડ ઉપર ગુણસાગર નામના એક મહામુનિ તપ તપી રહ્યા હતા. તપનું ભારે તેજ તે મહાત્માના મુખ ઉપર વિલસી રહ્યું હતું. સૂર્ય સામે ઉંચી આંખ રાખીને, એ મહાત્મા આતાપના લઇ રહ્યા હતા. શ્રી વજબાહુએ રથમાં બેઠે બેઠે પહાડ ઉપર રહેલા એ મહાત્માને જોયા અને એથી, મેઘાડમ્બરને જોઇને મયૂરનું હૈયું જેમ નાચી ઉઠે, તેમ તેમનું હૈયું પણ હર્ષના પ્રકર્ષથી નાચી ઉઠ્યું. તરત જ તેમણે રથના ઘોડાની લગામ પકડી લીધી અને ઉદયસુન્દરને કહ્યું કે- “રથા થોભાવો. જૂઓ, કોઇક મહાત્મા આ પહાડ ઉપર તપ તપી રહ્યા છે. મારે તેમને વાંદવા છે. મારૂં મહા. ભાગ્ય કે અહીં આવા મહામુનિનું મને દર્શન થયું !” Page 118 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy