SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષયોપશમ કરતો નથી પણ તેની સાથે સાથે જ તે જીવ જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષયોપશમ કરે છે અને અનન્તાનુબન્ધિ કષાય છે લક્ષણ જેનું એવા ચારિત્રમોહનીય કર્મ આદિનો પણ ક્ષયોપશમ કરે છે. સમ્યકત્વના હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમના અવસરે, જ્ઞાનાવરણીય કર્મ તથા અનન્તાનુબંધિ કષાયલક્ષણ ચારિત્રમોહનીય કર્મ આદિ કર્મોનો ક્ષયોપશમ પણ અવશ્યમેવ થાય છે. આથી સમ્યકત્વના સંભાવમાં શુશ્રુષાદિ ગુણોનો સભાન અવશ્ય હોઇ શકે છે, એમ કહી શકાય. અહીં કોઇ એમ કહી શકશે કે- “શુશ્રુષાદિ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી જ પ્રગટે છે-એ વાત જ્યારે કબૂલ છે, તો પછી સમ્યક્ત્વના સર્ભાવમાં શુશ્રુષાદિ ગુણોનો સર્ભાવ હોય છે એમ કેમ કહો છો ? સમ્યકત્વ તો મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમનું કાર્ય છે, માટે એમ કહેવું જોઇએ કે-શુશ્રુષાદિ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમના સદ્ભાવે હોય છે.” પણ આવું કહેનારને ઉપકારિઓ સમજાવે છે કે- “કેવલ જ્ઞાન, એ કેવલજ્ઞાનાવરણકર્મના. ક્ષયથી જ પ્રગટે છે અને તેમ છતાં પણ એમ કહેવાય છે કે કષાયોનો સર્વથા ક્ષય થયે છતે કેવલજ્ઞાન પ્રગટે છે; અથવા તો સમ્યકત્વ એ મિથ્યાત્વના ક્ષયોપશમાદિથી જ લભ્ય હોવા છતાં પણ એમ કહેવાય છે કે-અનન્તાનુબબ્ધિ રૂપ ચારિત્રમોહનીયનો ઉદય જ્યાં સુધી વર્તતો હોય છે, ત્યાં સુધી જીવ સમ્યકત્વને પામી શકતો નથી. બસ, એવી જ રીતિએ એમ પણ કહી શકાય કે-સમ્યકત્વના સદ્ભાવમાં શુશ્રુષાદિ ગુણો અવશ્ય પ્રગટે છે.” હજુ પણ અહીં જો પ્રશ્ન ઉપસ્થિત કરવો હોય તો તેમ કરી શકાય તેમ છે. હજુ પણ અહીં એમ પૂછી શકાય કે વૈયાવચ્ચનો નિયમ એ તપનો ભેદ છે એટલે તે ચારિત્રના અંશ રૂપ છે એ નક્કી અને સમ્યકત્વના સદભાવમાં વૈયાવચ્ચ અવશ્ય હોઇ શકે એમ આપ કહો છો, તો અવરિત સમ્યગ્દષ્ટિના ગુણસ્થાનકનો અભાવ થઇ જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે; કારણ કે જો અવિરત સમ્યદ્રષ્ટિનું ગુણસ્થાનક હોય તો એ સ્થાને વિરત-સમ્યદ્રષ્ટિપણું હોઇ શકે નહિ અને વિરત-સમ્યગ્દષ્ટિપણું જો એ સ્થાને હોય તો એ સ્થાનને અવિરત-સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક કહી શકાય નહિ.' વાત સાચી છે કે વિરત સમ્યગ્દષ્ટિ આત્મા અવિરત સમ્યગ્દષ્ટિઓના ગુણસ્થાનકે એટલે ચોથા ગુણસ્થાનકે હોઇ શકે જ નહિ; વિરત-સમ્યગ્દષ્ટિ આત્માઓ તો પાંચમા-છઠ્ઠા આદિ ગુણસ્થાનકોએ જ હોઇ શકે; પરન્તુ આ વાત જેમ સાચી છે, તેમ એ વાત પણ સાચી છે કે-વૈયાવચ્ચનો નિયમ એ તપનો ભેદ હોવાથી ચારિત્રના જ અંશ રૂપ છે. આમ આ બન્નેય વાતો સાચી હોવા છતાં પણ, અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ, વયાવચ્ચના નિયમવાળા હોઇ શકે જ નહિ, એમ કહેવું તે બરાબર નથી કારણ કે-વૈયાવચ્ચના નિયમ રૂપ ચારિત્ર, એ એટલું બધું અલ્પ ચારિત્ર છે કે-તેની અચારિત્ર તરીકે વિવક્ષા થઇ શકે છે. જેમ સંમૂચ્છિમ જીવો કાંઇ સર્વથા સંજ્ઞાહીન હોતા. જ નથી; જો તે જીવોને સર્વથા સંજ્ઞાહીન કહેવામાં આવે, તો તો તેમને જીવ તરીકે મનાય જ નહિ; સર્વથા સંજ્ઞાહીન તો જડ જ હોઇ શકે; એટલે સમૂચ્છિમ જીવો સંજ્ઞાવાળા તો હોય જ છે, પણ તે જીવોની તે સંજ્ઞા એવી હોય છે કે-એ સંજ્ઞાને આગળ કરી શકાય નહિ અને એથી વિશિષ્ટ સંજ્ઞાના અભાવે સંમૂછિમ જીવોને અસંજ્ઞી તરીકે કહેવાય છે; તેમ વૈયાવચ્ચના નિયમ રૂપ ચારિત્રા સમ્યગ્દષ્ટિ આત્માઓમાં હોય છે, તો પણ તેઓને અવિરત-સમ્મદ્રષ્ટિ જરૂર કહી શકાય છે અને એથી અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકનો અભાવ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. વિરતસમ્યગ્દષ્ટિ Page 110 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy