SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ તમારાં તન અને મન સ્વસ્થ બનશે. તમારો અવાજ મધુર, ચહેરો તેસ્વી, આંખો ચક્ચકિત બની જશે. તમે હંમેશાં શાંતચિત્ત રહેશો. તમે સર્વદા આનંદી, નિર્ભય અને સંતોષી બની રહેશો. દુનિયાની કોઇ વસ્તુનું તમને આર્ષણ રહેશે નહીં. પહેલાં જે વસ્તુઓ તમને હેરાન કરતી હતી તે વસ્તુઓ તમને હવે હેરાન કરી શકશે નહીં. તમારું મન શાંત થઇ જશે. જે વસ્તુઓ પહેલાં આનંદ આપતી હતી તે વસ્તુઓ હવે તમને કંટાળો આપશે. તમારું મન એકાગ્ર મને તીક્ષ્ણ બનશે. તમે વધારે ધ્યાનઅવસ્થામાં રહેવા તત્પર થશો. તમે દિવ્ય સુવાસ, દિવ્ય પ્રકાશ અને દિવ્ય સ્વાદ અનુભવશો. દરેક રૂપો ઇશ્વરનાં જ છે તે ભાવના દ્રઢતર બનશે. દરેક જ્ગાએ તમે ઇશ્વરનું અસ્તિત્વ નીરખશો. તમે ઇશ્વરનું સાનિધ્ય અનુભવશો. તમારું આસન સ્થિર બનશે. નિ:સ્વાર્થ સેવા માટે તમારું હૃદય આતુર બનશે. તમે આધ્યાત્મિક રસ્તે સ્થિર છો, પાછા હઠો છો કે આગળ વધો છો તેનું સતત નિરીક્ષણ કરો. જો તમારાં જપ, ધ્યાન અથવા વેદાંતના વિચાર તમારા માયાના પડદાને દ્રઢ બનાવતાં હોય અને તમારા અહંકારને પોષતાં હોય તો તે આધ્યાત્મિક સાધના નથી. આ વાતનું ધ્યાન રાખો. સતત આત્મનિરીક્ષણ કરો અને નિર્દયપણે અહંકારનો નાશ કરો. આ અગત્યની સાધના છે. અહંકાર ચોરની માફક પેસી જશે અને બહુરૂપીની માફક અનેક રૂપો ધારણ કરશે. અવનતિની શક્યતા : જ્યારે તમને સાક્ષાત્કારની અવારનવાર થોડી ઝાંખી થાય ત્યારે સાધના બંધ કરી દેશો નહીં. જ્યાં સુધી તમે સંપૂર્ણપણે પૂર્ણ બ્રહ્મમાં-ભૂમામાં સ્થિર થાઓ ત્યાં સુધી સાધના ચાલુ રાખો. આ ખૂબ અગત્યનું છે. જો તમે સાધના બંધ કરી ગતમાં હરશો ફરશો તો અવનતિની પૂરેપૂરી શક્યતા છે. આની પ્રતિક્રિયા ખૂબ જ ભયંકર હોય છે. આ માટે અસંખ્ય દાખલાઓ મોજૂદ છે. જરાક ઝાંખી તમને પૂર્ણ સલામતી બક્ષતી નથી. નામ અને કીર્તિમાં લોભાઇ ન જશો. તમે તમારી પત્ની, સંતાન, માતાપિતા, મિત્રો અને સંબંધીનો ત્યાગ કરી શકો. પણ નામ અને કીતિનો ત્યાગ કરવો અતિ કઠિન છે. હું તમને આ ગંભીરપણે ચેતવણી આપું છું. જે માણસ આત્મામાંથી સુખ પ્રાપ્તિ કરી શકે છે તેને બાહ્ય વસ્તુના સુખની જરા પણ પરવા રહેતી નથી. જ્ગતના માણસો માટે જ્ગત એક મહાન વસ્તુ છે. બ્રહ્મવેત્તા માટે તે તણખલા સમાન છે. બ્રહ્મજ્ઞાની માટે તો સંસાર એક બિંદું, એક પરપોટો અને હવાનું સૂક્ષ્મ ણ છે. આ જ્ગતની સર્વ વસ્તુની અવગણના કરો. તમારા અભ્યાસથી સ્થિરતા પ્રાપ્ત કરો. અંતિમ લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં સુધી કદાપિ અભ્યાસ બંધ ન કરો. બાત્મિક ચેતનામાં તમે સ્થિર નિવાસ કરી શકો ત્યાં સુધી સાધનામાંથી નિવૃત્તિ ન લો. નિષ્ફળતાથી નાભિંત ના બનો. તમે ઉત્સાહથી આગળ વધો. ભૂતકાળની ભૂલોને યાદ ન કરો, કારણ કે તેમ કરવાથી તમારા મનમાં દુ:ખ અને હતાશા વ્યાપશે. ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન કરો. તમારી નિષ્ફળતાનાં કારણોનો અભ્યાસ કરો અને તેને દૂર કરવા કટિબદ્ધ થાઓ. તમારી જાતમાં નવીન શક્તિ અને સદ્ગુણો વિકસાવો. તમારી ઇચ્છાશક્તિનો વિકાસ સાધો. લાલચનો સામનો, દુવિચારનો નાશ, બધી તૃષ્ણાનો ત્યાગ, કુવચનનો ત્યાગ, ઉમદા કાર્યનો વિકાસ, ઉન્નત વિચાર -આ બધી વસ્તુઓ ઇચ્છાશક્તિ મજબૂત બનાવવામાં ઉપયોગી બને છે. આ બધી વસ્તુઓથી ઉમદા ચારિત્ર્ય, શાશ્વત સુખ તથા અમરત્વની પ્રાપ્તિ થાય છે. સાધાનાની પ્રત્યેક ક્રિયા તમારા અંદરના સૂક્ષ્મમાં અચૂકપણે નોંધાય છે, કોઇ પણ સાધના નિષ્ફળ તી નથી. તમારા વિકાસમાં દરેક ક્રિયા ભાગ ભજ્વે છે. આ એક નિયમ છે. માટે નકારાત્મક વિચારોનો Page 228 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy