SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ કદાચ થોડું ગૂઢ લાગશે આ વાક્ય પણ તદન સાચું છે. ઘણીવાર લાગણીના ઉદ્રકમાં કે અન્ય દબાણને કારણે આપણે પ્રાર્થના કરી નાખીએ છીએ. કદીક આપણી માગણી અનુચિત હોય. ભગવાન બીજું જ કંઇ કરવા માંગતો હોય, તો તે આપણી પ્રાર્થના નામંજૂર પણ કરે. આપણે માંગેલી વસ્તુ કરતાં એ વધુ કિમતી વસ્તુ આપવા માંગતો હોય એમ પણ બને ને ? બરાબર સમજી રાખો કે ભગવાન ના પાડે ત્યારે આપણને છીએ ત્યાંથી વધારે ઊંચી ભૂમિકા પર લઇ જવા માંગતો હોય છે. માટે જ તો પ્રાર્થનાને અંતે ઉમેરવું જોઇએ : હે ભગવાન ! મારી બુદ્ધિ અને જરૂરિયાત મુજબ મેં તારી પાસે આ માંગ્યું છે. તું એ આપ. અથવા કંઇક વધારે સારું આપ. તારી જ ઇચ્છાનો વિજય હો પ્રભુ ! પ્રાર્થના વિશે મેં ઘણું વાંચ્યું છે. દરેક જગાએથી કોઇક નવો વિચાર તો મળ્યો જ હશે. પણ ઉપર ઉલ્લેખેલા ફીશરનો એક વધારાનો વિચાર મને ખૂબ જ ગમી ગયેલો. એમના મતે પ્રાર્થનાની મૂળભૂત ત્રણ રીતો કાં તો આપણે વિચારથી પ્રાર્થના કરીએ છીએ, કાં તો વાણીથી કાં વ્યવહારથી. (જો કે આપણી પ્રાર્થના વાણીની હોય છે, વાણીશૂરા ખરા ને ? આખો વ્યવહાર પ્રાર્થનામય બનાવી દેવો એ એક મહાન સિદ્ધિ છે. પણ એ ઘણો ઊંડો વિષય છે. એની ચર્ચા સ્વતંત્ર કરીશું.) તો બાકી રહી વૈચારિક પ્રાર્થના, એની ભૂમિકા ઘણી ઊંચી હોય છે. આપણાં વિચાર જો સતત પ્રભુ પ્રતિપ્રેમપૂર્વક દોરાયેલા રહે તો એ સતત પ્રાર્થના કહેવાય, જે ખૂબ જ અસરકારક નીવડે છે. ભગવાન સાથે વાતચીત કરવી, આપણો ભાવ એને સમજાવવો, એની પ્રેરણા આપણે ઝીલવી ન એ રીતે એક દિવ્ય વિદ્યુત વર્તુળ સંપૂર્ણ બનાવવું. આથી વધારે ને વધારે ઉચ્ચતર અનુભૂતિઓ થશે અને પ્રાર્થના વધારે સબળ અને સફળ બનતી જશે. આ સાથે શાબ્દિક પ્રાર્થના વિશે થોડું વિચારી લઇએ. ઉદાહરણ ઠીક પડશે. એક ભાઇ છે. એ માંગલ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ માટે એમણે સવાર-સાંજ વીસવીસ મિનિટ જુદી ફાળવી છે. આ સમય દરમ્યાન એ સુંદર પ્રાર્થનાઓ કરે છે. બાકીના સમયની એમની વાતચીતનો થોડો અંશ જોઇએ : બહુ ખરાબ સમય છે.. શું થશે એ નથી સમજાતું. કેમ ગોઠવવું એનો ખ્યાલ નથી આવતો (વચ્ચે એક ભારે નિસાસો) પરિસ્થિતિ કયાં જઇને અટકશે...હવે હદ થઇ ગઇ...ભગવાન પણ શું કરવા બેઠો છે... તમે વિચાર કરો કે આ ભાઇ પેલી ચાલીસ મિનિટો બરબાદ ના કરતા હોત તો એ વધારે સારું હતું ને ? આખો દિવસ નકારાત્મક ને નિરાશાવાદી વાણી બોલીને પેલી પ્રાર્થનાઓ ઉપર પાણી ફેરવવાનો અર્થ શો ? શબ્દો એ જીવન છે. જેવા શબ્દો બોલાય એવું જીવન ઘડાય. આપણા જ શબ્દો આપણી પ્રાર્થનાનો વિરોધ કરે એ કેવું? તો આપણે જાણી લઇએ કે સામાન્ય વિચારો અને શબ્દો પણ પ્રાર્થનાઓ જ છે. એમની અસર પણ પડે છે જ. તો હવે કાળજી રાખીએ કે એ વિચારો ને રોજિંદી વાતચીત પ્રાર્થનાની ભાવનાઓ ન સંકેતોની વિરોધી ન જ હોય. હવે કર્મમય પ્રાર્થનાનો વિચાર પણ કરી લઇએ. એક સુંદર ઉદાહરણ છે. જે હું જીવનભર ભૂલી નહીં શકું. એક ગામમાં દુષ્કાળ પડ્યો. રામજી મંદિરના મુખ્ય પૂજારીએ જાહેરાત કરી કે સાંજે બધા લોકોએ દુષ્કાળપીડિતો માટે પ્રાર્થના કરવા માટે એકઠા થવું. સાંજ પડ્યે ઘણા લોકો એકઠા થયા. પ્રાર્થના શરૂ થવાની હતી ત્યાં જ એક છોકરો ત્યાં આવ્યો. થોડા લોકો બહાર આવો ને ? એ બોલ્યો. Page 222 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy