SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ લો કે એના બૂરા દિવસો હવે પૂરા થવામાં બહુ વાર નહિ લાગે. બુદ્ધિ બહારથી નથી આવવાની, તે અંદર જ છે. પણ એને ખેંચીને પકડવાની છે. એવો પ્રયત્ન કરી તે બુદ્ધિના આશ્રમમાં પહોંચે એટલે ગણાય બુદ્ધિમાન હવે તે બુદ્ધિથી તરછોડાયેલો નથી. હવે બુદ્ધિ તેના સાથમાં છે. એ બુદ્ધિ વધુ ને વધુ સ્થિર ને સ્પષ્ટ થતી જશે તેમ તે બુદ્ધિથી યુક્ત-બુદ્ધિ સાથે ગાઢરૂપે જોડાયેલો છે એમ કહેવાશે. હવે તે જે કંઇ વિચારશે, કરશે તેમાં સતત બુદ્ધિની મદદ લેતો રહેશે. બુદ્ધિની સલાહ જે કરવાની કે ન કરવાની હોય તે તેને ગ્રાહ્ય રહેશે. તેથી આ સ્થિતિ બુદ્વિગ્રાહા ની થઇ. હવે બુદ્ધિ તેને માટે ગ્રાહા બની છે અને તે બુદ્ધિ દ્વારા સંરક્ષણ મેળવવા માટે ગ્રાહા બન્યો છે. હવે તે બુદ્ધિના વધુ ગાઢ સંપર્કમાં છે. તે પ્રત્યેક પગલે બુદ્ધિની સલાહ લઇને જે કંઇ પણ કરે છે. હવે એનો પથપ્રદર્શક Friend, Philosopehr and Guide બુદ્ધિ જ છે. કહો કે તેણે પોતાની જાતને જાણે બુદ્ધિના નિયંત્રણમાં જ સોંપી દીધી છે. બુદ્ધિમાન...બુદ્ધિયકત...બુદ્ધિગ્રાહા...સુધી હજી કળણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ચાલતો રહે છે. પહેલાં હું આ કીચડમાંથી છુટું, આ બુદ્ધિ જેવા પરમ મિત્રનો હાથ બરાબર પકડું, પછી આગળની વાત. હજી પણ મને ડર છે કે ક્યાંક મારેથી એનો હાથ છૂટી જશે, તો વળી પાછું મારે ઊંડી ખાઇમાં અથડાવું પડશે-આમ આ ત્રણ પગથિયાં પગ સ્થિર કરવાનાં છે. તે પછી તે સ્વ-સ્થ થાય છે. હવે તરત કળણમાં સરકી જશે એવા ભયથી તે મુકત થયો. હાશ, હવે તેને નિરાંત થઇ. હવે તે આસપાસ શું ચાલી રહ્યાં છે તે તરફ નજર કરે છે. આ પહેલાં તો એવી નર કરવાની પણ કયાં હાલત હતી? હવે જોઉં તો ખરો, આસપાસ જે છે તે શું કરે છે. એવું નિરીક્ષણ એને બતાવે છે કે આસપાસ જે છે તેઓ કંઇક પ્રયત્નપૂર્વક નિશ્ચયપૂર્વક કરી રહ્યા છે કરતા રહે છે... તે ઘણો સમય સુધી તેમનું નિરીક્ષણ કરે છે. તેમાંના કોઇને પછી જાણવા મળે છે. અને તે જાણવા પામે છે કે આસપાસ જે છે તેઓ પોતાના પર બુદ્ધિનું નિયંત્રણ રહે, બુદ્ધિનું શાસન ચાલે તે રીતે યોગ્ય માર્ગ પર નિયમપૂર્વક, સંયમપૂર્વક, પૂરી જાગૃતિ સાથે ચાલવાની કોશિશ કરી રહ્યા છે. તેમની પાસેથી જાણીને એ પ્રમાણે કરવાનું શરૂ કરે છે. પહેલાં પોતાનાં વિકારો, વૃત્તિઓ, તરંગો, કાર્યો પર કોઇનું નિયંત્રણ ન હતું. હવે તે આ બધાં પર બુદ્ધિનું નિયંત્રણ મૂકી દે છે. તેથી તે હવે યતબુદ્ધિ બને છે જેની બુદ્ધિ સંયમમાં રહે છે, સંયમના માર્ગ પર ચાલી રહી હોય એવી બને છે. અત્યાર સુધી તે અને તેની બુદ્ધિ બેઉ નિરંકુશ, અનિયંત્રિત હતાં. પરિણામે બુદ્ધિ ગમે તે દિશામાં રખડું ઢોરની જેમ ભટકતી હતી. હવે તેના પર જાણે લગામ આવી. હવે તેને અમુક નિયમોના બંધનમાં મૂકી દીધી. પરિણામે તેનું સ્વછંદ વિચરણ બંધ થયું. તેનું વિચરણ, વર્તન યોગ્ય રૂપ ધારણ કરવા લાગ્યું. હવે બુદ્ધિ થોડીક વધુ ઊંડી ઊતરે છે. તેને પોતાની દુર્દશાનું કારણ સમજાય છે. તે ગમે તેવી ચીજોમાં આસકત થઇ જતો હતો. પરિણામે તેની ગતિ નષ્ટ થઈ જતાં તે કળણમાં પડ્યો હતો. પહેલાં તે આસકત-બુદ્ધિ હતો. હવે તે અસત બુદ્ધિ બનવા મથતો રહ્યો. દુ:ખમાત્રનું મૂળ આસકિત. આસકિત એટલે ચીકણો ગુંદર, પરિણામે ગતિનાશને આમંત્રણ, ગતિનાશનું પરિણામ ઊંડી ખાઇમાં પડવા સિવાય બીજુ ક્યું આવે? તેથી તે અસક્ત બુદ્ધિ બનવાનો યત્ન કરવાલાગ્યો. જુએ બધું પણ પોતાને કોઇ દ્વારા ખેંચાવા ચીટાવવા દે નહિ આ તેની જાગૃતિ થઇ. દ્રઢતા થઇ. હવે ધીમે ધીમે તેની સંકલ્પશકિત જાગૃત થવા Page 202 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy