SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વચ્ચે. પ્રવૃત્તિ એટલે શકિતના પ્રવાહને ક્વિાની દિશામાં મોકલવો, અને નિવૃત્તિ એટલે એવો પ્રવાહ તે દિશામાં ન મોક્લવો અથવા એ દિશામાં પ્રવાહ જતો હોય તો પાછો ખેંચી લેવો. એવી જ વાત કર્મ-અકર્મ, ભય-અભય તથા બંધ-મોક્ષ આદિની બાબતમાં. કાર્ય એટલે કરવાયોગ્ય ક્રિયા, ન કરવાયોગ્ય ક્રિયા તે અકાર્ય. ભયની અનુભૂતિ કરવી અને એવી અનુભૂતિથી મુકત રહેવું તે ભય, અભય. અનેક પ્રકારનાં સ્થળ અને સૂક્ષ્મ, મામૂલી ને શકિતશાળી બંધનોમાં સ્વેચ્છાથી કે લાચારીથી ફસાઇ જવું અને એમાંથી પ્રયત્નપૂર્વક મુકત થવું તે બંધ ને મોક્ષ. આ શબ્દોમાં જોડાંઓને આધ્યાત્મિક તથા સાંસારિક બંને પ્રકારનાં ક્ષેત્રો સાથે ગાઢ સંબંધ રહે છે. ગીતા અધ્યાત્મની વાત કરે છે. પણ અધ્યાત્મ કંઇ જીવનથી સાવ જુદો એકાંત ખૂણો નથી, જ્યાં કેવળ અધ્યાત્મ હોય ને બાકીના જીવનની પૂરેપૂરી ગેરહાજરી હોય. તેથી આ જોડકાંઓને રાવણ, કંસ, ચંગીઝખાં, હિટલર, ઇદી અમીન કે ગોડસે સાથે જેટલો સંબંધ, એટલો જ રામ, કૃષ્ણ, ગૌતમ બુદ્ધ, મહાવીર, ગાંધી સાથે પણ સંબંધ. એક વર્ગને તેનો ઘણો ઉપયોગ અને બીજા માટે તે નકામાં એવું નથી. વાસ્તવમાં તો આ જોડકાંને સંસારભરના સર્વ માનવો સાથે એક જ સરખો સંબંધ છે અને તેથી સૌએ તેનો પરિચય શક્ય તેટલો કરી લેવો જરૂરી છે. સાત્ત્વિક બદ્ધિ જોડકાંના સંપર્કમાં આવે ત્યારે બંનેને તેમના યોગ્ય રૂપમાંસમજી શકે. આ સંસારમાં નકામું કશું નથી, પણ વિવિધ પરિસ્થિતિના સંદર્ભમાં અમુક વસ્તુ ઉપયોગી કે નિરુપયોગી બનતી રહે છે. તેથી કોઇ એક વસ્તુમાં કોઇ એક ગુણ અનંત કાળ સુધી સ્થિર છે એમ નહિ કહેવાય. આથી જ ક્ષણ આપણે તેના સંપર્કમાં આવીએ તે ક્ષણે તે લાભદાયી છે કે હાનિકર તે જાણવું ખૂબ જરૂરી. એ ન જાણી શકીએ તો જીવનમાં ભારે અવ્યવસ્થા થઇ જાય ને જીવનને હાનિ પહોંચે. હિસા ખરાબ છે અને દાન પ્રશંસાપાત્ર છે તે આપણે સમજીએ છીએ. પણ એવા સંજોગો આવે છે. જ્યારે હિંસા મોટામાં મોટું પુણ્યકર્મ બને છે અને દાન અત્યંત નિદાનક કૃત્ય પણ બને છે. આ ન સમજાય તો આપણે ગોથું ખાઇ જવાના અને ઘણી મોટી ભૂલો કરતા રહેવાના. મનુષ્યભક્ષી બનેલા વાઘને દયાભાવથી જીવતો રાખવામાં આવે, તો એ હજી પણ અનેક મનુષ્યો મારી નાખશે. એ સ્થિતિમાં એ વાઘન પકડી ન શકાતો હોય તો તેને મારી નાખવો એ કર્મ અધર્મમાં નહિ ગણાય. ઊલટાનું એ વાઘને દયા દર્શાવી જીવતો રાખવાથી એક પાપકૃત્ય જ કર્યું ગણાશે. એમ જ એક રાષ્ટ્રદ્રોહી વ્યકિત રાષ્ટ્રને નુકસાન કરવાના હેતુથી ખાનગીમાં ફંડ ઉઘરાવી રહ્યો છે. પણ તે વ્યકિત જે કાર્ય કરે છે તે રાષ્ટ્રદ્રોહી કર્મ છે તે મારી સમજણમાં ઊતર્યું નથી. તેથી હું તેને રાષ્ટ્રહિતનું કાર્ય સમજી સારી એવી રકમ દાનમાં આપું છું. એ રકમમાંથી તે વિસ્ફોટક પદાર્થો ખરીદી એક ગીચ મેળામાં બોંબ ફોડે છે. જેથી ડઝનબંધીનાં મોત ને સેંકડો ઘાયલ થાય છે. એવું પરિણામ આવી શક્યું તેમાં મારા દાનનો હિસ્સો ખરો જ. તે સ્થિતિમાં મારું દાનનું કર્મ એક ઘોર પાપકૃત્ય જ ગણાશે. બીજીબાજુ ગામ પર તૂટી પડેલા ધાડપાડુઓને હું મારી બંદૂકથી મારી નાખી ગામને બચાવી શકું તેમ છું. છતાં હિંસા કરવી એ પાપ છે એમ સમજી હું મારી બંદૂકનો ઉપયોગ ન કરું, જેને પરિણામે ધાડપાડુઓ બેફામ બની. લુંટ અને હિસા કરવાની અનુકુળતા મેળવે છે એમાં મારી દયાનો પણ હિસ્સો છે. તેથી મારું દયાનું કૃત્ય પુણ્ય ન ગણાતાં પાપ જ ગણાશે. આવો નિર્ણય બુદ્ધિ દ્વારા જ થઇ શકે. જો બુદ્ધિ સૂક્ષ્મ વિચારણા કરવા ટેવાયેલી હોય તો તે સૂક્ષ્મ ભેદ કરી. હિસામયી અહિસાને પાપમયી અને દયાપ્રેરિત હિસાને પુણ્યકર્મ સમજશે. વાસ્તવમાં તો કોઇ Page 196 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy