SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ એ પંડિતો માટે પણ અશકય છે. શ્રી જિનપ્રવચન એ વૈરાગ્યરસનો ભંડાર છે. કલ્યાણકામી આત્માઓ તેનું ઘુંટડા ભરી ભરીને પાન કરો. એ અમૃતરસનું પાન છે અને જ્ય-રા-મરણનો વિનાશ કરવા માટેનું રસાયણ છે. શ્રી નિવૈદ્ય તેના દાતાર છે. એ વૈદ્યના શરણે જઇ સૌ કોઇ પોતાના દુઃખને કાપવાનો અને સુખને શોધવાનો ઉદ્યમ કરો, એ જ એક અભ્યર્થના. પરિશિષ્ટ-૧ આત્માની યાત્રામાં બુદ્વની ભૂમિકા મનુષ્યને મળેલાં અનેક અણમોલ વરદાનો અને વારસાઓમાં સર્વોત્તમ કોને કહીશું? જવાબમાં મતભેદ તો રહેવાનો પણ મોટા ભાગના જવાબો તો કહેશે-બુદ્ધિ. મનુષ્ય બાદ (માયનસ) બુદ્ધિ એટલે શૂન્ય હો કે ન હો, પણ મનુષ્ય તો નહિ જ હોય. ચૈતન્ય પછીનું સૌથી મહત્વનું લક્ષણ તે બુદ્ધિની હાજરી હોવી. તેથી જ મનુષ્યની ઘણી ઓળખોમાંની આ ઓળખને લગભગ સર્વાનુમતિ જેટલો ટેકો મળે છે. Page 194 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy