SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી અલ્પજ્ઞ છે, ત્યાં સુધી તેના આત્મામાં સંદેહાદિ ન થાય એમ માનવું એ ન્યાયવિરૂદ્ધ છે. શિક્ષક સમજેલો છે તેથી વિદ્યાર્થી પણ સમજેલો જ હોવો જોઇએ. એના જેવું એ કથન છે. જે દિવસે વિદ્યાર્થી પણ સમજે તો બનશે, તે દિવસે વિદ્યાર્થી અને શિક્ષકમાં કોઇ પણ જાતનો તફાવત હશે નહિ. તેમ સર્વજ્ઞભગવાન એ યથાર્થ વકતા હોવા છતાં, અયથાર્થ જ્ઞાનમાં જ રાચેલા, માચેલા અને આગ્રહી બનેલા આત્માઓ શ્રી સર્વજ્ઞદેવના વચનને જેમનું તેમ સંદેહ રહિતપણે ગ્રહણ કરી લે, એમ બનવું એ કોઇ પણ રીતિએ સંભવિત નથી. એનો અર્થ એ નથી કે-અલ્પજ્ઞ એ શ્રી સર્વવચન પ્રત્યે શ્રદ્વાળુ બની શકતો જ નથી. અલ્પજ્ઞ આત્મા પણ શ્રી સર્વજ્ઞવચન પ્રત્યે સંદેહ રહિત શ્રદ્ધાળુ બની શકે છે, જો તેને પોતાના અલ્પજ્ઞાનનું ખોટું ઘમંડ ન હોય તો. અજ્ઞાનતા એ બૂરી ચીજ છે, પણ એ અજ્ઞાનતા ઉપરનો આગ્રહ એ તેથી પણ ભયંકર બૂરી ચીજ છે. શ્રી સર્વજ્ઞવચન પ્રત્યે શ્રદ્ધાળુ બનવા માટે માત્ર એ આગ્રહને જ ટાળવા જેવો છે. એ આગ્રહ ટળ્યા પછી અજ્ઞાનતા આપોઆપ ટળી જનારી છે અને એ આગ્રહને મક્તપણે પકડી રાખનારાઓની અજ્ઞાનતા કોટિ ઉપાયે ટળે તેમ નથી. અલ્પજ્ઞ આત્મા પોતાના અલ્પજ્ઞાનનો જ્યારે આગ્રહી બને છે, ત્યારે સાક્ષાત્ ભગવાન પણ તેના સંશય ટાળવા માટે અસમર્થ બને છે. સરળ હદયના માર્ગાનુસારી આત્માઓ આ વાત સારી રીતે સમજી શકે તેમ છે. એવાઓમાંના એકે કહ્યું છે કે “: સુધમારાદય: સુરસ્વતમારાધ્યો વિશોપ? / જ્ઞાનભર્વિઘ:, બ્રહ્માનરં ન રંનયતિ II” શ્રી જિનાગમમાં એજ વસ્તુને ઘણી ઘણી યુકિતઓ પુર:સર સમજાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. આથી એ સિદ્ધ થાય છે કે-કથન કરનાર સર્વજ્ઞ હોય તો પણ શ્રવણ કરનાર સ્વમતનો આગ્રહી અલ્પજ્ઞ હોય તો શ્રદ્ધા કરી શકતો નથી, સર્વજ્ઞવચન સત્ય છે એવું હૃદયથી સ્વીકારી શકતો નથી, યાવતુ નિ:સંશય બની શકતો નથી : એટલું જ નહિ પણ પોતાના મનથી વિરૂદ્ધ જતી સર્વજ્ઞ ભગવાનની વાતોને પણ ખોટી માને છે, ખોટી છે એમ જાહેર કરે છે એને દ્વેષનો માર્યો બીજાઓને પણ તેમ સમજાવવા પ્રયાસ કરે છે. હવે પ્રશ્ન એ બાકી રહે છે કે-શ્રી સર્વજ્ઞભગવાનના વિરહકાળમાં શ્રી સર્વજ્ઞવચન પ્રત્યે શ્રી સર્વજ્ઞભગવાનના વિદ્યમાનકાળ જેટલી સંદેહરહિત પ્રતીતિ થઇ શકે કે કેમ ? તેનો ઉત્તર એ છે કે-થઇ શકે. શ્રી જિન અત્યારે વિદ્યમાન નથી, પણ શ્રી જિનનું વચન તો વિદ્યમાન છે. શ્રી નિની હયાતિ વખતે પણ શ્રદ્ધા તો શ્રી જિનના વચન દ્વારા એ જ કરવાની હોય છે. એટલો તફાવત અવશ્ય રહેવાનો છે કે-સાક્ષાત્ શ્રી જિનના સમાગમ વખતે શ્રધ્ધા થવા માટે અતિશયાદિ સામગ્રીની અનુકૂળતા રહેવાની છે, તે શ્રી જિનના વિરહકાળમાં નથી જ રહેવાની. એ કારણે નિરાગ્રહી આત્માઓને પણ શ્રી નિના વિદ્યમાનકાળ કરતાં વિરહકાળમાં શ્રદ્ધાની પ્રાપ્તિ કષ્ટસાધ્ય તો રહેવાની જ છે. પરન્તુ અહીં પ્રશ્ન દુ:સાધ્યતા-સુસાધ્યતાનો નહિ, ન્તિ પ્રાપ્તિ-અપ્રાપ્તિનો છે. શ્રી જિનના વિરહકાળમાં શ્રી નિવચન પ્રત્યે શ્રદ્ધાની પ્રાપ્તિ દુ:સાધ્ય હોવા છતાં પણ અસંભવિત નથી, એ શ્રી જિનના સમાગમકાળમાં અતિશયાદિ સામગ્રી એ શ્રદ્ધાપ્રાપ્તિમાં વિશેષ નિમિત્ત છે, કે જે તે સિવાયના કાળમાં નથી, તો પણ તે અવ્યભિચારી યા અન્તિમ કારણ નથી. શ્રી નિના વિદ્યમાનકાળમાં શ્રી જિનના સમાન બાહા અતિશયોની ઋદ્ધિ વિદુર્વવાનું સામર્થ્ય અન્ય માયાવીઓમાં પણ હોય છે. ઇન્દ્રજાલ આદિ દ્વારા તેઓ પણ પોતાને શ્રી જિનના સમાન બતાવી શકે છે, તેથી તેવા પ્રસંગોએ કોણ જિન Page 184 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy