SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલી દુષ્કર છે તેનું ભાન કરી શકે. એ રીતે (અવિધિપૂર્વક) પણ ટેકસહિત જીવનના અન્ત સુધી તે ક્રિયાઓ પોતાનાથી થવી શક્ય છે કે કેમ ? તેનો પરિચય થશે : અને પછી તે ભ્રમ ભાંગી જશે કે-નિરન્તરના ધર્માનુષ્ઠાન કરનારાઓ ઇરાદાપૂર્વક અવિધિનું સેવન કરે છે કે લોકોત્તર અનુષ્ઠાનની આરાધના વખતે કોઇ પણ વ્યકિત ઉપર મોહરાજાની ધાડ ચોમેરથી આવી પડે છે તે કારણ છે ! શ્રદ્વાળુઓનો એ પ્રશ્ન છે કે-પોતાને ભણેલા, ગણેલા અને સુશિક્ષિત માનનારાઓ શા માટે વિધિપૂર્વક ધર્માચરણ નથી કરી બતાવતા? જ્યાં સુધી પોતે તે ઉત્તમ અનુષ્ઠાનો આચરવાનો પ્રયાસ નથી કરતા, ત્યાં સુધી તેઓને તે અનુષ્ઠાનો આચરનારાઓની ટીકા યા નિન્દા કરવાનો હક્ક ન્યાયની રીતિએ પ્રાપ્ત થઇ શકતો નથી. એ માર્ગને આચરનારાઓની મુશ્કેલીઓનો ખ્યાલ કર્યા સિવાય જ તેના ઉપર મનફાવતા અભિપ્રાયોના વરસાદ વરસાવવા ઉતરી પડવું, એ જ એક પોતાની અને પરની ઉભયની શ્રદ્ધા નષ્ટ કરવાનું પગરણ છે. એ પદ્ધતિથી જ આજે લોકોત્તરધર્મ અને તેના અનુષ્ઠાનો નિન્દાય છે. અન્યથા, એ ધર્મ અને એના આચરનારાઓમાં કહેવાય છે તેવું નિન્દા કરવા જેવું કોઇ પણ તત્વ હયાતિ ધરાવતું નથી. અવિધિથી આચરનારાઓ પણ સઘળા ઇરાદાપૂર્વક અવિધિ આચરે છે, એમ કહેવું એ સર્વથા ખોટું છે. અનાદિ ભવપર્યટનમાં આ ક્રિયાઓનો અભ્યાસ કેટલો ? તેમાં પણ વિધિયુકત અભ્યાસ કેટલો ? વિધિયુકત કરવાની ધારણા રાખ્યા પછી પણ અવિધિથી થનાર ક્રિયા કેટલી અને વિધિથી થનાર ક્રિયા કેટલી ? આ બધી વાતો શું વિચારવા જેવી નથી ? આ વાતોનો વિચાર કરવામાં આવે તો અમારું એમ માનવું છે કે-વર્તમાન દુનિયામાં શ્રી જિનોકત અનુષ્ઠાનો અને તેને આચરનારાઓનો ડંકો વાગે. એ અનુષ્ઠાનોની પસંદગી અને આચરણા કોઇ સામાન્ય પુરૂષોએ કરેલી નથી, પણ જગતની સર્વશ્રેષ્ઠ વ્યકિતઓએ તે અનુષ્ઠાનોને પ્રકાશિત કર્યા છે અને સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓએ તેને આચર્યા પણ છે. આજે જરૂર છે અવિધિના ત્યાગની અને વિધિયુકત અનુષ્ઠાનના અભ્યાસની. અભ્યાસકાળમાં પણ એ અનુષ્ઠાનો અવિધિનો ત્યાગવાળાં બની જ્વાનાં છે, એમ માનવું સર્વથા નિર્મળ છે. વિધિનો રસ અને રાગ (શ્રદ્ધા) અવિધિના દોષને દગ્ધ કરી નાંખી અનુષ્ઠાનોને શોભાવનાર બને છે. પરંતુ આજે ટીકાખોરોને વિધિયુકત અનુષ્ઠાનો આચરવા પણ નથી, શુદ્ધ વિધિ પ્રત્યે રાગ પણ દર્શાવવા નથી અને ઉત્તમ આત્માઓની અભ્યાસકાળની અવિધિની પણ પેટ ભરીને નિન્દા કરી લેવી છે. એવા કાળમાં પંચમ આરાના અન્ત સુધી પ્રભુનું શાસન અવિચળ રહેવાનું ન હોત, તો આટલો પણ વિધિરાશયુકત ધર્માનુષ્ઠાનનો આદર જોવામાં આવી શક્ત નહિ. વિધિના રાગયુકત ચિત્તથી અવિધિપૂર્વક થતું લોત્તર અનુષ્ઠાનોનું આરાધન આજે પણ આરાધક આત્માઓને અસંચિત્ય લાભ કરી રહ્યાં જ છે. પરન્તુ તેનું અનુમોદન કરનાર વર્ગ થોડો છે. અને તેવી ઉત્તમ ક્રિયાને પણ હલકી પાડવાનો પ્રયાસ કરનાર વર્ગ મોટો છે. તથા તે પાપના ભય વિનાનો બન્યો છે, ત્યારે સારી પણ વસ્તુનું તેજ ઢંકાઇ જાય તેમાં બહ નવાઇ પામવા જેવું નથી. સદ્દિાઓ ઉપર આટલો વિચાર આપણે એટલા માટે કરવો પડ્યો છે કે-તે શ્રદ્ધાનું એક અંગ છે : અને શ્રદ્વા એ વૈરાગ્ય નિર્મળ બનાવવા માટે મુખ્ય ભાગ ભજવે છે. નિર્મળ વૈરાગ્ય એ જ્ઞાનનું ફળ છે, પણ તે જ્ઞાન શ્રદ્ધાપૂર્વનું હોવું જોઇએ. છદ્મસ્થનું જ્ઞાન હંમેશા અપૂર્ણ જ રહેવાનું છે, પરન્ત શ્રદ્વા તે અપૂર્ણ જ્ઞાનને સંપૂર્ણ જ્ઞાન બનાવવાની તાકાત ધરાવે છે. જે વૈરાગ્ય અને તેનું ફળ યાવત્ ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનાર ગીતાર્થ મુનિપુંગવો પ્રાપ્ત કરી શકે છે, તે જ વૈરાગ્ય અને તેનું ફળ એ ગીતાર્થોની નિશ્રાએ જીવન વીતાવનાર તેમના અદ્યદિન શિષ્યો પણ પ્રાપ્ત કરી શકે છે. તેમાં કારણ તેઓની ગુરૂઓના વચન Page 181 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy