SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ હોરી ન જૂએ તો નુકશાન થાય ને ? એ રીતિએ જ્ઞાની કહે છે કે-ચીજ સારી પણ લેનાર-દેનારે લેવા-દેવાની મર્યાદાનો પણ વિચાર કરવો જોઇએ. સારી ચીજ જ્ઞાનીના કહ્યા મુજબ થાય તો ક્ષણમાંય કામ થાય અને ઉધી રીતિએ થાય તો કાંઇનું કાંઇ પરિણામેય આવે. ક્રિયા સારી છે તો શું વિધિ ખરાબ છે ? આજે વિધિની ઉપેક્ષાએ એવી સ્થિતિ પણ ઉભી કરવા માંડી છે કે-જો એમ કહેવાય કે- “આ આમ ન થાય તો કેટલાક કહેશે કે- “એ તો થાય. ચાલ્યું આવે છે. માટે અવિધિ કરતા હો કે થઇ જતી હોય, તો પણ વિધિનો રાગ ગુમાવતા નહિ. વિધિનું અથિપણું જાય અને ઉપેક્ષા આવે, તો ક્રિયા સારી છતાં પરિણામમાં ફેર પડ્યા વિના રહે નહિ : અવિધિ એ દોષ છે, એ જાણ્યા પછીથી જાણી જોઇને દોષની પડખે નહિ ચઢતા. અવિધિ ન છોડાય તો પણ “એ તો એમજ ચાલે' એમ ન કહેતા. એવું માનતા કે બોલતા નહિ કે-ક્રિયા સારી છે માટે ગમે તેવા અવિધિથી પણ થાય અને લાભ મળ્યા વિના રહેજ નહિ. શું ક્રિયા સારી છે અને વિધિ ખરાબ છે ? ક્રિયા ગમે છે અને વિધિ કેમ ગમતો નથી ? આજે અવિધિના નુકશાનનો અને વિધિની જરૂરનો ખ્યાલ ઉડતો જાય છે. આ વેષમાં રહેલ પણ કેટલાક વિધિ પ્રત્યે બહુમાનનો નાશ થાય એવી રીતિએ અવિધિને પુષ્ટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અવિધિ ન થઇ જાય એમ નહિ, પણ વિધિ પ્રત્યેનું બહુમાન અને વિધિનો રસ તેમજ અવિધિ પ્રત્યેનો અણગમો એ બધું જવું ન જોઇએ. સન્માર્ગના સ્થાપનરૂપ લડાઇ : સભા. વસ્તુ સમજાય છે પણ અવિધિને પોષનારાઓની સાથે બેસવાનું છૂટતું નથી. સાથે બેસવાનું છૂટે નહિ તો પણ માખણીયા ન બનતા. સાફ સાફ કહેજો કે-આપે અમારા અવિધિને પુષ્ટ કરવાનો ન હોય, પણ અમને વિધિનો ખ્યાલ આપવાનો હોય. એક્લા ક્રિયાના સારાપણા ઉપર જ ભાર મૂક્વામાં આવે તો તો વિધિની મહત્તા જ ઉડી જાય અને વિધિની પણ જરૂર છે, એ ખ્યાલ પણ ઉડી જાય. સભા. લડાઇ કેમ ચાલે છે ? જેમ આત્મા અને કર્મની લડાઇ જારી છે તેમ ધર્મ અને અધર્મની લડાઇ પણ જારી છે. એ લડાઇ ચાલુ રહેવાની. દશકા પહેલાં જૂદી લડત હતી, આજે જૂદી લડત છે. લડત ધર્મ અને અધર્મ વચ્ચેની એમાં ફેર નહિ. આ શાસનની પરિસ્થિતિને સમજવાઓ “કેમ લડો છો ?’ એમ ન પૂછે. હાં, ખોટું લડનારાને જરૂર કહેવું કે- “ખોટું કેમ લડો છો ?' પણ આજ તો કહેશે કે-દોઢવાંક વગર લડાઇ હોય ? વિચાર કરો તો સમજાય કે-એકના વાંકે પણલડાઇ હોય. ભાડુત ભાડું આપે નહિ, માલિક ભાડું માગે, ભાડુત ગાળો દેવા માંડે, માલિકને લડવું પડે, ત્યાં દોઢ વાંક કયાં રહો ? એમાં કોઇ ડહાપણ કરવા જાય કે-હશે ભાઇ, કજીયો ન કર, તો ઘરના માલીકને કહેવું પડે કે-હઠી જા. કજીયો શાનો છે તે સમજે છે ? તેજ રીતિએ અહીં પણ આખી હકીકતને નહિ જાણનારા, સાચી હકીકત જાણવાની પરવા વિનાના, દોઢડહાપણ ડોળવા આવે, તો તેમનેય આઘા કાઢવા પડે. અમારા પૂર્વજો અધર્મની સામે લડતા આવ્યા છે. આ પુસ્તકોમાં ધર્મ-અધર્મની લડાઇઓ ભરી છે. એ લડાઇનો તો પ્રતાપ છે કે-આજ સુધી માર્ગ ડોળાયો નથી. તમને લાગે કે-અમૂક ખોટું લડે છે, તો એને જઇને કહો કે- “ખોટું કેમ લડે છે ?' પણ ઉન્માર્ગના ઉમૂલન અને સન્માર્ગના સ્થાપન રૂપ લડાઇ જરૂરી છતાં અવસરે ન કરવાનું કહેવું, એ ડહાપણ નથી. સભા. અણસમજુ હોય તે એમ જ હેને ? Page 166 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy