SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલાં ચેતનારા જવલ્લે મળશે. કોઇ કાર્ય વિણસી ગયા પછી આંસુ સારનારા ઘણા ખરા તો એવા હોય છે કે-થોડી જ વાર પછી ફરીથી પણ તેઓને આપણે પ્રમાદની ઉપાસના કરતા નિહાળી શકીએ છીએ. ખરેખર, પ્રમાદે આખાએ જગત ઉપર પોતાનું સામ્રાજ્ય પાથર્યું છે. પ્રમાદે અનેક રૂપે પોતાની સત્તા જગત ઉપર જમાવી છે. ઉત્કટ વિષયની લાલસા : ક્રોધ, માન, માયા અને લોભ રૂપ કષાયોની આધીનતા : મદ્યપાન આદિમાં મસ્તતા : નુકશાનકારક વાતો કરવામાં આનંદ અને નિદ્રાની પરાધીનતા, આ બધા પ્રમાદના જ પ્રકારો છે. આ પ્રમાદના પરિવર્જન રૂપ પંદરમો સદાચાર આત્મસાત્ થઇ જાય, તો સઘળાય સદાચારો જીવનમાં એકી સાથે ઓતપ્રોત થઇ જાય. ખરેખર, પ્રમાદે અનેક સ્વરૂપે અનંતાનત આત્માઓની કારમી પાયમાલી કરી છે, પણ અજ્ઞાનતાના પ્રતાપે પ્રમાદની આ જાતિની શત્રરૂપતા ગતનો મોટો ભાગ જાણતો નથી. પ્રમાદની પરાધીનતા જીવને મરવાનું નિશ્ચિત છતાં પણ તેને ભૂલાવી દે છે. પ્રમાદની પરાધીનતા કોઇ પણ વસ્તુને વસુસ્વરૂપે સમજવા માટેની તક લેવા દેતી નથી. પ્રમાદની પરાધીનતા આત્માને ઉપકારી પ્રત્યે પણ સદભાવ નથી ન્મવા દેતી. ખરેખર, પ્રમાદ એ એક ભયંકર જાતિનો અનાચાર છે, માટે શિષ્યલોની પ્રીતિપાત્રતા પામી જેઓ સધ્ધર્મની પ્રાપ્તિ અને તેની આરાધના માટે લાયક બનવા ઇચ્છતા હોય, તેઓએ આ પંદરમા સદાચારને પણ આત્મસાત્ કરવા માટે સઘળુંય શકય કરી છૂટવાની પૂરતી જરૂર છે. સોલમો સદાચાર-લોકાચારાનુવૃત્તિ : આ પછી સોલમો સદાચાર છે- “લોકાચારાનુવૃત્તિ નામનો બહુજનોમાં રૂઢ થયેલ અને ધર્મનો અવિરોધી એવો જ લોવ્યવહાર-એનું અનુપાલન કરવું, એ આ સોલમાં સદાચારનો પરમાર્થ છે, જે લોકના આધાર વિના ધર્મનું પાલન શક્ય નથી અને જે લોકની સહાયની વખતોવખત અનેક રૂપે અપેક્ષા રહ્યા કરે છે. તે લોક્નો રૂઢ અને ધર્મથી અવિરૂદ્ધ એવો જે વ્યવહાર, તે વ્યવહારના પાલનનો વિરોધ, એ તો એક જાતિનો દુરાગ્રહ જમનાવો જોઇએ. એવો દુરાગ્રહ એ દુરાચાર છે અને આ દુરાચારથી બચવા માટે આ સદાચાર ખૂબ જ આવશ્યક છે. અનેક લોકોએ આચરેલો તથા અનેક લોકોથી આચારમાં મૂકાઇ રહેલો અને એમ છતાંય ધર્મની આરાધનામાં આડે નહિ આવતો એવો જે વ્યવહાર, એના પાલનમાં શા માટે ધર્મના અર્થી અને ધર્મના પાલને આનંદ ન આવવો જોઇએ? એવા વ્યવહારના પાલનમાં પણ જેઓને આનંદ નથી આવતો અને એથી જેઓ યથેચ્છ રીતિએ વર્તી એવા પણ લોવ્યવહારથી વિરૂદ્ધ વર્તે છે, તેઓ ખરે જ શિષ્ટ સમાજમાં અપ્રિય બની જાય છે. ખોટા વ્યવહારનો વિરોધ કરવો એ જેમ આવશ્યક છે, તેમ સારા વ્યવહારનું પાલન કરવું એ પણ આવશ્યક છે. એક જ બાજુને યાદ રાખનારા અને બીજી બાજુને ભૂલી જનારાઓ, એ ખરેખર, સદાચારના પ્રેમી જ નથી. કોઇ પણવ્યવહારનો વિરોધ જ કરવો, આવી મૂર્ખાઇભરી વાતો કરનારા આ સદાચારની છાયામાં પણ આવી શકતા નથી. પોતાના ભેજામાં જ વિચાર મ્યો એ જ ખરો અને મારો અંતર આવજ જ સાચો, એવી જાતિનો કેફ જેઓને ચઢ્યો છે, તેઓ ખર જ આ સદાચારનો ખ્યાલ પણ પામી શકે એ અશકય છે. આ સદાચારને જીવનમાં જીવવા માટે આત્મા ઉપર ખૂબ જ કાબૂ પ્રાપ્ત કરવો જોઇએ. આ સદાચારને સ્વચ્છેદજીવિઓ તો સ્વપે પણ કબૂલ નહિ રાખે. આ સદાચાર સ્વચ્છંદ જીવનનો વિનાશ કરનાર છે. આ સદાચાર સાથે સ્વચ્છંદ જીવનનું અસ્તિત્વ જ અશક્ય છે. પ્રમાદ એ સ્વચ્છંદતાનો સાથી છે, જ્યારે “પ્રમાદપરિવર્જન' નામનો સદાચાર એ સ્વચ્છંદતાનો વૈરી છે, એટલે એ સદાચારના સેવક માટે આ સોલમો સદાચાર ઘણો જ સહેલો થઈ પડે છે. બહુનો જે વ્યવહારનું પરિપાલન કરતા હોય અને જે વ્યવહાર ધર્મની વિરૂદ્ધમાં ન આવતો હોય, એવા Page 145 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy