SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ અને જુગાર આદિ ઉભયલોકવિરૂદ્ધ કાર્યો તજવાં એ આવશ્યક છે, તેમ ત્યાગમય દાન સાથે આ ‘ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે કર્તવ્યતાનું જ્ઞાન મેળવવું પડશે : ઉચિત શાંતિના ધારક બનવું પડશે : ઉચિત વ્યવહાર, ઉચિત ક્રિયા અને ઉચિત પ્રવૃત્તિમાં જ મગ્ગલ રહેવું પડશે. ઉચિત ધર્મનું અનુષ્ઠાન પણ આચરવાની આવશ્યકતા, ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયના આસેવન માટે છે જ. ઉચિત સ્થાને બક્ષીસને યોગ્ય આત્માને ઉચિત બક્ષિસ આપવામાં અંતરાય કરતી કૃપણતાનો ત્યાગ કરવો, એ પણ “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયના આસેવન માટે અતિ જરૂરી છે. ઉચિત સભ્યતાની રીતિને આંચ ન આવે એવી જાતિનું વર્તન ઘડવું, એ પણ “ઉચિત પ્રતિપત્તિ રૂ૫ વિનયના આસેવન માટે ઘણું જ જરૂરી છે. સેવાયોગ્યની સેવા કરવાના ઉલ્લાસ વિના ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયનું આસેવન શકય નથી. બોલતાં પણ એવું જ શીખવું પડશે, કે જેથી વિના કરણ કોઇને અસંતોષ ન થાય. ગૌરવને યોગ્ય આત્માઓનું સન્માન, એ પણ “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયના આસેવન માટે ઉપયોગી છે. આ જાતિના વર્તનથી બેદરકાર બનેલા આત્માઓ અનુચિત વર્તનને કરનારા હોય છે અને એથી તેઓ સાચી લોકપ્રિયતાને પામી શકતા નથી તેમજ પોતાના પણ શ્રેયને સાધી શકતા નથી. “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયના સ્વરૂપને જાણ્યા પછી સમજી શકાય તેમ છે કે-ઇહલોકવિરૂધ, પરલોકવિરૂદ્ધ અને ઉભયલોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગ કરનાર અને ત્યાગ રૂ૫ દાન કરનારો આત્મા તથા માનાદિ અનેક દોષો ઉપર વિજય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો આત્મા જ આ ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયનું યથાર્થ રૂપમાં આસેવન કરી શકે છે. ખરેખર, “ગંધથી ચંદન લોકપ્રિયપણાને પામે છે, સૌમ્યતાથી ચંદ્ર લોકપ્રિયપણાને પામે છે અને મધુર રસથી અમૃત લોકપ્રિયપણાને પામે છે : એ જ રીતિએ ભુવનમાં માણસ વિનયથી લોકપ્રિયપણાને પામે છે.” આ વાતમાં આ રીતિનું વિનયનું સ્વરૂપ જાણ્યા પછી તો જરા પણ સંશય રહેવા પામે તેમ છે નહિ. ચંદનની લોકપ્રિયતા ચંદનને નહિ પણ સુગંધને આભારી છે, ચંદ્રની લોકપ્રિયતા ચંદ્રને નહિ પણ સૌમ્યતાને આભારી છે અને અમૃતની લોકપ્રિયતા અમૃતને નહિ પણ મધુર રસને આભારી છે : એ જ રીતિએ આત્માની લોકપ્રિયતા પણ એના “ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયને આભારી છે. આ ગુણ પણ ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે શિષ્ટ લોકમાં લોકપ્રિય બનવા ઇચ્છતા આત્માને માટે ખૂબ જ આવશ્યક છે. મુક્તિના ધ્યેયને સનિશ્ચિત બનાવો : આજીવિકાના અર્થિપણાથી અગર તો પૌગલિક સ્વાર્થના હેતુથી બીજાઓને ખૂશ કરવા અગર તો પોતાની જાળમાં ફસાવવાને માટે પણ વિનય હોઇ શકે છે, પરન્તુ ઉચિત પ્રતિપત્તિ'નું ઉપકારિઓએ જે જાતિનું વર્ણન કર્યું છે, તે જોતાં તેઓમાં ‘ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનય હોઇ શકતો નથી. અવસરે તેઓ કારમા અવિનયશીલ પણ બની શકે છે. આજે તેઓ જેનું ભવ્ય સન્માન કરતા હોય છે, તેનું જ કાલે ગરજ સરતાં કારમું અપમાન પણ કરનારા બને છે. આત્માના કલ્યાણનો હેતુ, એ દરેક ધર્માનુષ્ઠાનમાં કેટલો બધો આવશ્યક છે, એ વાત આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે. પેટ માટે વિનયશીલ બનનારાઓ પણ જ્યારે ગુણિજનોની અવગણના કરે છે, ત્યારે તો તેઓ ગુણદ્વેષી અને નાસ્તિક જેવાં આપોઆપ પૂરવાર થઇ જાય છે. કેટલાકો પોતાનું ધાર્યું કરાવવા માટે પણ વિનયશીલ બનનારા હોય છે : કારણ કે -એ રીતિએ તેઓ સામાના પ્રેમને સંપાદન કરી તેની પાસે ધાર્યું કરાવી શકે છે. વિનયની આ પણ એક મહત્તા છે કે- કેવળ આજીવિકાના અથિઓને અને બીજાઓને ખૂશ કરી તેમની પાસે ધાર્યું કરાવવા ઇચ્છનારાઓને પણ વિનયનો આશ્રય સ્વીકારવો પડે છે. આથી એ પણ સમજી શકાશે કે-વિનયમાં Page 129 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy