SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉપર એક નવકારનો કાઉસ્સગ આઠ શ્વાસોચ્છવાસ રૂપે થાય એમ એક હજારને આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ થાય છે જે જીવોને લોગસ્સ ન આવડે તો એ જીવોને એકસોને સાઇઠ નવકારનો કાઉસ્સગ કહેલો છે. કારણ કે શ્વાસોચ્છવાસ એક હજાર આઠથી વધી જ જાય છે માટે એક નવકાર અધિક ગણવાનો નિષેધ છે અર્થાત્ વિધાન નથી. સૂત્રમાં અક્ષર ઓછા બોલાય અધિક બોલાય કે રહી જાય તો દોષ લાગે છે માટે જ્ઞાની ભગવંતોએ દરેક ક્રિયાઓ ચાર દોષથી રહિત થઇને કરવાનું વિધાન કરેલું છે. (૨) દગ્ધ દોષ. (૧) અતિ પરિણત દોષ. (૩) ન્યુન દોષ. (૪) શૂન્ય દોષ. (૧) અતિ પરિણત દોષ :- શબ્દો અધિક બોલીને સૂત્રો બોલવા જે પ્રમાણે સૂત્રોના શબ્દો હોય તેના બદલે કેટલાક શબ્દો ડબલવાર બોલાય તે અતિ પરિણત દોષ કહેવાય છે. આથીસૂત્ર બોલતા એ ઉપયોગ રાખવાનો હોય છે કે એકેય શબ્દ ડબલ વાર ન બોલાય એની કાળજી રાખવાની એવી જ રીતે કાઉસ્સગ કરવામાં પણ એજ કાળજી રાખવાની છે. (૨) દગ્ધ દોષ = આ લોકના દુ:ખોનો નાશ કરવા માટે આલોકના સુખો મેવવવા માટે પરલોકના સુખોને મેળવવા માટે ધર્મ કરવો, ધર્મની ક્રિયાઓ કરવી તે દગ્ધ દોષ કહેવાય છે. (૩) ન્યૂન દોષ - સૂત્રો બોલતા બોલતા શબ્દો ઓછા બોલવા વચમાં વચમાં શબ્દો રહી જાય, તૂટી ન્યૂન દોષ કહેવાય છે. કાઉસ્સગમાં પણ શબ્દો ખવાઇ જવા જોઇએ નહિ. જાય તે (૪) શૂન્ય દોષ - સૂત્રો બોલતા કાઉસ્સગમાં પણ જે બોલતા હોય તેના ઉપયોગ વગર બોલવા એટલે મનમાં વિચાર બીજે ચાલતા હોય અને સૂત્ર બોલાતા હોય અથવા સુનમુન થઇને બેસી રહેવું તે શૂન્ય દોષ કહેવાય છે. ઉપયોગપૂર્વક આ દોષો પેદા ન થાય એની કાળજી રાખીને ક્રિયાના અનુષ્ઠાનો કરવાનું વિધાન કહેલું છે. કાયાનો ત્યાગ કરી મનની એકાગ્રતાને પ્રાપ્ત કરીને કાઉસ્સગ કરતો જાય તો તેનાથી દર્શન મોહનીય કર્મ મંદ પડતું જાય છે. જેમ જેમ દર્શન મોહનીય કર્મ એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ મંદ પડતુ જાય તેમ તેમ જીવને વિવેક ચક્ષુ પેદા થતી જાય છે એટલે વિવેક ગુણ પેદા થતો જાય છે. જેમ જેમ વિવેક પેદા થતો જાય તેમ તેમ સત્તામાં અશુભ કર્મો તીવ્રરસે બાંધેલા પડ્યા હોય છે તે મંદ રસવાળા થતા જાય છે. આ રીતે મદ રસવાળા કરવા એ સકામ નિર્જરા કહેવાય છે અને નવા બંધાતા અશુભ કર્મો મંદરસે બંધાતા જાય છે તેમજ નવા બંધાતા શુભ કર્મો તીવ્ર રસે બંધાતા જાય છે તેમજ સમયે સમયે આત્માની અનંત ગુણ વિશુધ્ધિને પ્રાપ્ત કરતો જાય છે. જેમ જેમ સકામ નિર્જરા સમયે સમયે વધતી જાય એને દેશ નિર્જરા કહેવાય છે અને આત્માની વિશુધ્ધિ વધે છે તે દેશ સંવર કહેવાય છે કારણકે તીવ્રરસે અશુભ કર્મોનો બંધ અટકી ગયો એજ મોટો લાભ છે. સર્વસંવર અને સર્વ નિર્જરા ચૌદમા ગુણસ્થાનકે જીવને પ્રાપ્ત થાય છે બીજે નહિ માટે દેશ સંવર દેશ નિર્જરા કહેવાય છે. આની શરૂઆત મિથ્યાત્વની મંદતાથી જ થાય છે. મિથ્યાત્વની મંદતા વગર જીવો ગમે તેટલો નિરતિચારપણે ભગવાનના શાસનની આરાધના કરે તો પણ અશુભ કર્મોનો મંદરસ બંધાવવામાં સહાયભૂત થતી નથી. તીવ્રરસે કર્મબંધ થયા કરે છે. Page 31 of 67
SR No.009172
Book TitleCha Avashyakna Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy