SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિર મહાપુરૂષો જન્મ મરણની પરંપરાને તોડનારા છે એટલે ભવોને ભેદનારા છે. (૬) સૂત્રને ધારણ કરનારા, અર્થને ધારણ કરનારા અને સૂત્ર તથા અર્થ બન્નેને ધારણ કરનારા. સૂત્રને ધારણ કરનારા જીવો કરતા અર્થને ધારણ કરનારા જીવો શ્રેષ્ઠ ગણાય છે અને એનાથી વધારે શ્રેષ્ઠ સૂત્ર અને અર્થ બન્નેને ધારણ કરનારા ગણાય છે. આ ક્રમ મુજબ સારી રીતે જ્ઞાનની સ્થિરતા પેદા કરવા માટે શ્રુતધરોની (શ્રુતજ્ઞાન ધારણ કરનારા જીવોની) ભક્તિ કરે છે આ ઉપાધ્યાય પદ. (9) તપસ્વીઓની શુશ્રુષા વિષે - સાધુપદ. શુધ્ધ શ્રધ્ધાને ધારણ કરનારા તપ કરવાની શક્તિવાળા એવા મુનિ ભગવંતો તીવ્રતપને તપતા તપસ્વીઓની સમસ્ત પ્રકારે શુશ્રુષા સાચવે છે. તપસ્વીના શરીરની જે રીતે સુખાકારી જળવાય તે રીતે તેમની ભક્તિ કરવી તે શુશ્રુષા સાચવી કહેવાય. (૮) આ રીતે તપસ્વીઓની સમ્યક્ રીતે શત્રુષા સાચવતા સાચવતા પોતે જે કાંઇ જ્ઞાન ભણેલા છે. સૂત્રથી, અર્થથી અને તદુભયથી એને વારંવાર પરાવર્તન કરવામાં વારંવાર એના અર્થોની વિચારણા કરવામાં ચિત્ત લગાડીને ઉપયોગ પૂર્વક ધારણા શક્તિ રૂપે જ્ઞાનને બનાવતા જાય છે એટલે કે આત્મામાં સ્થિર કરતા જાય છે. (૯) દર્શન પદ - તેમજ પોતાના ક્ષયોપશમ સમકીતને એ સમકીત કેવા પ્રકારનું છે તો જણાવે છે કે સિધ્ધની સાથે સંબંધ ધરાવનારૂં તથા જિનધર્મના સર્વસ્વરૂપ એવા સમ્યક્ત્વને વિષે એકે અતિચાર ન લાગે અને નિરતિચારપણે જ્યાં સુધી ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિરતિચારપણે ટકી રહે એવું નિશ્વલ બનાવે છે. (૧૦) વિનય પદ - જ્ઞાન અને જ્ઞાનીના ગુણોમાં ચક્રવર્તી સમાન એવા વિનયને વિષે મોક્ષરૂપી લક્ષ્મીમાં અંતરાય રૂપ થનાર અતિચાર ન લાગે એની કાળજી રાખીને એટલે નિરતિચારપણે વિનયનું સેવન કરતા કરતા પોતાનું જીવન જીવે છે. વિનયમાં (૧) બહુમાન (૨) ભક્તિ અને (૩) અવર્ણવાદના ત્યાગ. જ્ઞાન અને જ્ઞાનીના દોષો જોવાની ઇચ્છા પણ ન થાય. દોષોને વિચારવાની ઇચ્છા પણ ન થાય, બોલવાની ઇચ્છા પણ ન થાય અને કોઇ બોલતો હોય તો સાંભળવાની ઇચ્છા પણ ન થાય અને શક્તિ હોય તો જે કોઇ દોષો બોલતા હોય એનું નિવારણ કરવાની ઇચ્છા થાય પ્રયત્ન કરતો જાય એને અવર્ણવાદનો ત્યાગ કહેવાય છે. અવર્ણવાદના ત્યાગમાં સમર્પણ ભાવ પેદા થાય છે. સ્વદોષ દર્શન અને પરગુણદર્શન કરો ત્યારે જ ગુણો પેદા થાય. નય = દોરવું. વિ = વિશેષે કરીને વિશેષે કરીને જીવને મોક્ષ માર્ગમાં દોરી જાય ને સ્થિર કરે તેનું નામ વિનય. (૧૧) ચારિત્ર પદ - સંસાર સાગરને પાર પામવા રૂપ જે વ્રતોને ગ્રહણ કરેલા છે તે વ્રતરૂપી લક્ષ્મી એના વ્યાપારમાં સહાયભૂત થનારા આવશ્યકને વિષે અતિચાર ન લાગે એ રીતે જીવન જીવે છે. આવશ્યક = પ્રતિક્રમણ. પ્રતિક્રમણ = પાપથી પાછા ફરવું, સંસાર સાગરની પ્રવૃત્તિથી પાછા ફરવું તે આવશ્યક કહેવાય છે. (૧૨) બ્રહ્મચર્ય પદ - પાંચ મહાવ્રતો તે મૂલગુણ અને ઉત્તર ગુણોને વિષે પુણ્યલતાના મૂલરૂપ ઉત્તરોત્તર પુણ્યાનુબંધિ પુણ્ય તીવ્ર રસે બાંધવામાં સહાયભૂત થનાર એવા શીલ ધર્મને વિષે અને પોતાના આત્માના ધર્મને વિષે એક સરખી પ્રીતિ રાખીને નિરતિચારપણે પાલન કરે છે. (૧૩) ક્રિયા પદ = ક્ષણ અને લવ પ્રમાણ કાળને વિષે જરાય પ્રમાદ પેદા ન થઇ જાય એ રીતે Page 43 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy