SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જગતને વિષે તીર્થંકર થઇને મોક્ષે જનારા જીવોની જાતિ સ્પેશ્યલ હોય છે. જે ઉત્તમોત્તમ આત્માઓની જાતિ કહેવાય છે. અવ્યવહાર રાશીમાં સદા માટે અનંતા આત્માઓ તીર્થંકર થઇને મોક્ષે જનારા હોય છે. એમાંના મોટા ભાગના આત્માઓ જાતિ ભવ્ય રૂપે અવ્યવહાર રાશિમાં જ રહેવાવાળા હોય છે. કોઇ કાળે તેઓ બહાર નીકળવાના જ નથી. માત્ર એ અનંતા આત્માઓમાંથી અનંતમા ભાગ જેટલા જ આત્માઓ વ્યવહારરાશીમાં આવવાના છે અને એજ આત્માઓ પુરૂષાર્થ કરી સન્નીપણાને પામી તીર્થંકર થઇને મોક્ષે જનારા હોય છે. તીર્થંકર થઇને મોક્ષે જનારા આત્માઓમાંથી મોટાભાગના એ આત્માઓ ત્રીજા ભવે જ સમકીતની. પ્રાપ્તિ કરી એ ભવમાં તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને દેવલોક કે નરકનો બીજો ભવ કરી ત્રીજા ભવે તીર્થકર તરીકે ઉત્પન્ન થાય છે એટલે કે તીર્થંકર થનારા હોય છે. એ તીર્થકરના આત્માઓ ત્રીજા ભવે સમકીત પામે છે. તેમાંય મોટા ભાગના સંયમનો સ્વીકાર કરી છટ્ટા અથવા સાતમા ગુણસ્થાનકે જ્ઞાનનો. અભ્યાસ કરે છે અને પોતાના રાગાદિ પરિણામને ઓળખીને એ રાગાદિ પરિણામના ઉદયને નિષ્ફળ બનાવવા માટે જ્ઞાનના ઉપયોગમાં રહેવા માટે પ્રયત્ન કરે છે એ પ્રયત્ન કરતા કરતા શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરતા જાય છે અને એ શ્રુતજ્ઞાનના ઉપયોગમાં આત્માને સ્થિર કરવા રોજ એકવીશ કલાક ઉભા ઉભા સ્વાધ્યાય કરે છે. એ વખતે પણ તેમના શરીરને કોઇ વાંસલાથી છોલે તો તે જીવો પ્રત્યે દ્વેષ પેદા થતો નથી અને કોઇ એમના શરીરને ચંદનનો લેપ કરે તો પણ તે જીવો પ્રત્યે રાગ પેદા થતો નથી. આથી આ જીવો. શ્રુતજ્ઞાનના ઉપયોગના બળે શરીર પ્રત્યે વાસી-ચંદન કમ્પો જેવા બની જાય છે. એટલે શરીર પ્રત્યેના ભેદ જ્ઞાનવાળા બને છે. આવા પરિણામની સ્થિરતા આવે ત્યારે એ જીવો તીર્થંકર નામકર્મ નિકાચના કરે છે અને એ શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ કાળ કરતી વખતે એટલે મરણ પામતી વખતે પોતાની સાથે લઇ દેવલોકમાં કે નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં દેવલોકમાં વૈરાગ્ય ભાવ સુખની સામગ્રીમાં રાખીને સાથે લાવેલા જ્ઞાનનો સ્વાધ્યાય કરતા કરતા સાગરોપમનો કાળ પસાર કરે છે અને નરકના દુ:ખમાં એ જ્ઞાનના અભ્યાસમાં આત્માને સ્થિર કરતા કરતા નરકના દુ:ખની વેદનામાં સમતાભાવ-સમાધિભાવ રાખીને કાળા પસાર કરે છે એટલે કે સમતા રાખીને જે શ્રુતજ્ઞાન ભણીને સાથે લઇ ગયેલા છે તેનો સ્વાધ્યાય નારકીના દુ:ખના કાળમાં કરતા કરતા દુ:ખને સારી રીતે સહન કરે છે. આ રીતે દેવલોકમાં કે નરકમાં પોતાના આત્માને વૈરાગ્યભાવ અને સમાધિભાવમાં રાખીને ધર્મતીર્થને સ્થાપવાની યોગ્યતા પ્રાપ્ત કરતા જાય છે. જે તીર્થકરના આત્માઓએ પહેલા ગુણસ્થાનકે રહીને નરક આયુષ્ય બાંધ્યું હોય અને પછી સમકીતની પ્રાપ્તિ કરે એ સમકીતના કાળમાં તીર્થંકર નામકર્મ નિકાચીત કરે તો તેવા જીવો મરણ પામીને નરકમાં જાય છે એ સિવાયના તીર્થંકરના આત્માઓ નરકમાં જતા નથી. આ રીતે તીર્થકરના આત્માઓ દેવલોકમાંથી ચ્યવીને અથવા નરકમાંથી મનુષ્ય લોકમાં માતાના ગર્ભમાં આવે છે એટલે ચ્યવન પામે છે તે વખતે ગર્ભકાળમાં રહેલા એ તીર્થંકરના આત્માઓ. કણજ્ઞાન-મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત આવે છે. મતિ અને શ્રુતજ્ઞાન ત્રીજા ભવે જે ભણેલા. હોય છે, દેવલોકમાં કે નારકીમાં પરાવર્તન કરેલું હોય છે તે બધુંય સાથે લઇને આવે છે અને માતાના પેટમાં એટલે ગર્ભમાં રહેલા એ આત્માઓ એ શ્રુતજ્ઞાનના સ્વાધ્યાયમાં પોતાનો કાળ પસાર કરે છે. આ રીતે ચ્યવન પામેલા મનુષ્ય લોકમાં આવેલા તીર્થકરના આત્માઓને જોઇને ઇન્દ્ર મહારાજાને બહુમાન અને આદરભાવ પેદા થાય છે અને એકદમ ઉલ્લાસપૂર્વક અહોભાવ પેદા થાય છે અને એ ઇન્દ્ર મહારાજા પોતે Page 37 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy