SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છિત પદાર્થો જીવને નિયમો નરકમાં લઈ જાય છે. જેમકે નિયાણાથી મેળવેલું ચક્રવર્તીપણું એ ચક્રવર્તીને મરણ પછી નિયમા નરકે લઇ જાય છે. એવી રીતે વાસુદેવપણું અને પ્રતિવાસુદેવપણું જીવો નિયાણું કરીને પામે છે એથી વાસુદેવ-પ્રતિવાસુદેવ મરીને નિયમા નરકમાં જાય છે. આ રીતે વાસુદેવ-પ્રતિવાસુદેવપણાનું નિયાણું નિયમા છઠ્ઠી ગુણસ્થાનકમાં રહેલા જીવો જ કરી શકે છે એ નિયાણું કરનારા જીવોને ભાવથી છઠ્ઠા ગુણસ્થાનકનો પરિણામ પેદા થયેલો હોય છે. તપ પણ પોતાના જીવનમાં સુંદર કરે છે અને સંયમનું પાલન પણ સારી રીતે કરે છે પણ પૂર્વે બાંધેલા નિકાચીત કર્મો ઉદયમાં આવતા એ ઉદયને જીવો આધીન થતાં પોતાના તપ અને સંયમના ફળ સ્વરૂપે વાસુદેવ અને પ્રતિવાસુદેવપણાની માગણી કરે છે કે જો મને આનું ફલ મળવાનું હોય તો આ માળો ! એવી જ રીતે જે જીવો છટ્ટા સાતમા ગુણસ્થાનકમાં સુંદર રીતે આરાધના કરીને જીવતા હોય અને ચક્રવર્તીની ઋધ્ધિ સિધ્ધિ જુએ અને નિકાચીત કર્મનો ઉદય થતાં એ ચક્રવર્તીપણું માગવાનું મન થઇ જાય અને એ નિયાણું કરે તો ચક્રવર્તીપણું મલે પણ એ રીતે ચક્રવર્તીપણું પ્રાપ્ત કરીને એ જીવ નિયમા નરકમાં જ જાય છે. આથો જેમ વિશુધ્ધિમાં આગળ વધતો આત્મા શલ્ય રહિત થતો જાય તોજ એની પ્રસન્નતા વધતા વધતા સાચા સુખનો આસ્વાદ આંશિક પેદા થતો જાય છે અને એ આનંદના પ્રતાપે જ પોતાનાથી જે પાપો થયેલા હોય તે પાપોનો નાશ કરવા માટે કાઉસ્સગ કરવામાં વર્ષોલ્લાસ વધતો જાય કે હાશ આ કાઉસ્સગથી મારા આટલા પાપોનો જરૂર નાશ થશે એ વિશ્વાસથી કાઉસ્સગ કરવા માટે ઉપસ્થિત થાય છે. પાપ કર્મોનો નાશ કરવા માટે કાઉસ્સગ કરું છું અહીં પાપ કર્મોમાં ચાર ઘાતી કર્મો લેવાના છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતી કર્મો કહેવાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ગમે તેટલો સારો ક્ષયોપશમ ભાવ પેદા થયેલો હોય, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી ઇન્દ્રિયો ગમે તેટલી સારી મળેલી હોય તથા વીઆંતરાયના ક્ષયોપશમભાવથી ગમે તેટલો મન, વચન, કાયાના યોગનો વ્યાપાર સારી રીતે કરી શકે એવો મળેલો હોય પણ દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ થયેલો ન હોય તો એ બધો ક્ષયોપશમ ભાવ સંસાર વધારનારો બને છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમભાવ પેદા થયેલો હોય તો મિથ્યાત્વની મંદતા થાય અને ઇષ્ટ સુખની ઇચ્છા થાય અને સાથે ઇચ્છિત સુખ દુઃખ રૂપ લાગે તોજ જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમભાવ જન્મ મરણનો નાશ કરવામાં સહાયભૂત થાય. આથી જે કર્મો જન્મ મરણ વધારવામાં સહાયભૂત થાય છે એવા પાપ કર્મોનો નાશ કરવાની ભાવના પેદા થતાં હું કાઉસ્સગ કરવા માટે ઉપસ્થિત થયેલો છું. જયાં સુધી જીવોને મોહનીય કર્મ ભારે હોય ત્યાં સુધી બાકીના ત્રણે ઘાતી કર્મો મોહનીય કર્મની જેમ કામ કરતા હોય છે એટલે કે મોહનીય કર્મનું જેટલું જોર વધારે એટલા જન્મ મરણની પરંપરા પણ વધારેને વધારે વધતી જાય છે. મોહનીય કર્મ જેટલું વધારે નબળું પડતું જાય એટલે જન્મ મરણની પરંપરા વધતી અટકી જાય અને વધેલા હોય તે ઓછા થતા જાય છે. આથી નિશ્ચિત થાય છે કે જે જીવો પાપનું પ્રાયશ્ચિત કરતા કરતા વિશુધ્ધિ પેદા કરીને ટકાવી રાખે છે અને શલ્યરહિત જીવન જીવવા પ્રયત્ન કરતા જાય છે એ જીવોના જન્મ મરણ ઘટતા જાય છે અને જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી ઉત્તરોત્તર આરાધના સારી રીતે થાય વધે વિશુદ્ધિ અને પ્રસન્નતા વધે એવા સન્ની પર્યાપ્તાના ભવો મલતા જાય અને એમાં એક છેલ્લો ભાવ એવો આવે કે સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા થાય. આ માટે જીવ કાઉસ્સગ Page 30 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy