SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ખમાસમણ સૂત્ર ઉપયોગી થાય છે તેમ આ સૂત્ર માત્ર ગુરૂ ભગવંતો માટે જ ઉપયોગી બને છે કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માઓની મૂર્તિઓ સ્થાપના રૂપે રહેલી હોવાથી સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા સદહે એટલે શરીર રૂપે રહેલા ન હોવાથી આ સૂત્ર એમના ઉપયોગમાં લેવાતું નથી. એવી જ રીતે જ્યાં જ્યાં ગુરૂ ભગવંતોની મૂર્તિઓની સ્થાપના કરેલી હોય, અથવા એમના પગલાની સ્થાપના કરેલી હોય, એમના સ્ટેચ્ય અથવા એમના ફોટાઓ જ્યાં જયાં રહેલા હોય ત્યાં ભુતકાળના ગુણોને યાદ કરીને ઉપકારી તરીકે ગણીને ખમાસમણ દેવાય છે પણ એ ખમાસમણ પણ ત્યારે જ દઇ શકાય કે એમની મૂર્તિઓનાં કે પગલાના પાંચ અભિષેક કરેલા હોય તો જ વંદન કરાય છે બાકી નહિ અને તે વંદન કરતા તે ઉપકારી ગુરૂ ભગવંત હયાત છે મારી સાથે છે એવી કલ્પના કરીએ છીએ માટે તે વખતે ઇચ્છકાર બોલીએ છીએ બાકી ઇચ્છકાર સૂત્ર બોલાય નહિ કારણ કે વર્તમાનમાં એ ઉપકારી ગુરૂ ભગવંત હયાત નથી એટલે કે શરીરથી હયાત નથી. જયારે ઇચ્છકાર સૂત્ર સશરીરી એટલે કે શરીર સહિત રહેલા ગુરૂ ભગવંતોને એટલે કે વર્તમાનમાં વિચરતા વિદ્યમાન ગુરૂ ભગવંતોને ઉદ્દેશીને સુખશાતા પૂછાય છે. જયારે મૂર્તિમાં કે પગલામાં શરીર ન હોવાથી સુખશાતા પૂછી શકાય નહિ. આ સૂત્ર નાનું હોવા છતાં કેટલું બધું મહત્વનું છે અને માર્મિક ભાવ એમાં રહેલો છે એ વિચારવાનું છે. કારણ કે શ્રાવકો ગુરૂ ભગવંતોના સંયમની કેટલી કાળજી રાખીને જીવન જીવે છે એ આ સૂત્રથી જણાય છે. પોતે સંયમ લઇ શક્યા નથી, લઇ શકે એવી તાકાત દેખાતી નથી અને કદાચ લઇ લેતો પાળવાની શક્તિ દેખાતી નથી એવા બધા અનેક કારણોને લઈને સંયમ ન લઇ શકનારા શ્રાવકોને અંતરમાં કેટલું દુઃખ રહેતું હશે ? માટે જ જે જીવોએ સંયમનો સ્વીકાર કરેલો છે એ સંયમી જીવોની કેટલી બધી કાળજી લઇને જીવન જીવી રહ્યા છે એ આ સૂત્ર ઉપરથી જણાય છે. એવી જ રીતે ગુરૂભગવંતો પોતાની શક્તિ મુજબ જીવનમાં જે કાંઇ તપ કરતા હોય છે તે તપ નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય અને કોઇપણ વિપ્ન વગર એ તપ સુખપૂર્વક કરી શકે એની પણ અંતરમાં સતત કાળજી રાખીને જીવન જીવતા હોય છે. આ સૂત્રને સુગુરૂ સખશાતા પૃચ્છા સૂત્ર કહેવાય છે. ગુરૂ નિમંત્રણ સૂત્ર પણ કહેવાય છે અને ઇચ્છકાર સૂત્ર પણ કહેવાય છે એમ ત્રણ નામો કહેલા છે. ઇચ્છકાર શબ્દથી આ સૂત્ર શરૂ થતુ હોવાથી ઇચ્છકાર સૂત્ર કહેવાય છે. જયારે જીવો પુરૂષાર્થ કરીને સંયમનો સ્વીકાર કરે છે ત્યારે એટલે કે સાધુપણાનો સ્વીકાર કરે છે ત્યારે મન-વચન-કાયાથી કરવા રૂપે-બીજા પાસે કરાવવા રૂપે અને જે કોઇ કરતા હોય એની અનુમોદના રૂપે સર્વથા ત્યાગ ૩૫ બારે પ્રકારની અવિરતિનો (એટલે કે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠ મન એ છને પોત પોતાના અનુકૂળ વિષયોમાં જોડવી તેમજ પ્રતિકુળ વિષયોથી ઇન્દ્રિયોને પાછી ખસડવી એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે અને એ છ પ્રકારની અવિરતિને જીવતી રાખવા માટે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છ કાય જીવોનો વધ કરવો એ છ પ્રકારની અવિરતિ કહેવાય છે એમ અવિરતિના બાર પ્રકાર થાય છે.) સર્વથા ત્યાગ કરે છે. આ રીતે અવિરતિનો સર્વથા ત્યાગ કરીને પોતાના મન-વચન અને કાયાને ભગવાનની આજ્ઞા મુજબ તેમજ ગુરૂ ભગવંતોની આજ્ઞા મુજબ સમર્પણ કરેલા હોય છે. એટલે કે હવે મનથી જે કાંઇ વિચારણા કરશે તે ભગવાનની આજ્ઞા મુજબની-ભગવાનની આજ્ઞા મુજબથી રહિત કોઇપણ વિચારણા Page 18 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy