SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ *શ્રીમદ્ લઘુરાજ સ્વામીનો પરમાર્થ પુણ્યોદય હવે કંઈક અધિક પ્રકાશવા લાગ્યો. પરમ કૃપાળુદેવે તેમને કહેલું કે “મુનિ, દુષમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો; રિદ્ધિ-સિદ્ધિ પ્રગટશે તેને ઓળંગી જ. આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે, કડકાઈ સહન કરી શકે તેવા નથી. માટે લઘુતા ધારણ કરી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે." આશ્રમ જેવાં સત્સંગધામથી હજારોનું કલ્યાણ એ વાતને રાખી ધ્યાનમાં અંતરમાં જ્ઞાનદશા છતાં જડભરતવત્ આજ સુધી તે વિચરતા. પણ હવે નાર,તારાપુર, સીમરડા. કાવિઠા, આદિ અનેક સ્થળોએ રિદ્ધિ-સિદ્ધિ પ્રગટશે, ઓળંગી જજો અપૂર્વ ભક્તિ રસની રેલમછેલ કરતા. જ્ઞાનવૈરાગ્ય વાળી અદ્ભુત દશા થી અનેક ભવ્યજનોને સદ્ધર્મનો રંગ ચઢાવવા લાગ્યા. શ્રીમદ્ જીએ પચ્ચીસ વર્ષ પહેલા શ્રી લઘુરાજ સ્વામીને પ્રીતમદાસના કક્કાનું પદ હૃદયમાં ધારણ કરવા જણાવેલ, તે પ્રમાણે પ્રીતમદાસની નિવાસભૂમિ સંદેશર નજીક અગાસ સ્ટેશન પાસે જાણે કોઈ દૈવી સંકેતરૂપે પોતે પૂરવેગમાં પ્રકાશમાં આવ્યા. મહાત્માઓનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. પ્રારબ્ધકર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે.’’ તેમ પરમકૃપાળુદેવ પ્રબોધિત શ્રી સનાતન જિન વીતરાગ માર્ગની પ્રભાવનામાં પોતાના પ્રારબ્ધકર્મ પ્રમાણે વિચરી જીવોના કલ્યાણ અર્થે સદાય તત્પર રહેવા લાગ્યા. તેથી એ પરોપકારી સંત શિરોમણી મહાત્માના દર્શન, સમાગમ માટે અનેક ભવ્યજનો તેમની સમીપ રહી આત્મશ્રેય સાધવાની ઉત્કંઠાવાળા જણાવા લાગ્યા. વળી અનેક મુમુક્ષુજનો એમ ઇચ્છવા લાગ્યા કે હવે આ મહાત્મા કોઈ એક સ્થાને સ્થિરતા કરી રહે અને તે કારણે આશ્રમ જેવું કોઈ સત્સંગધામ બને તો હજારો ઘર્મેચ્છક જીવોને ઇચ્છિત આત્મકલ્યાણનો લાભ પ્રાપ્ત થાય. વગડાઉ મુનિ, આશ્રમના અધિષ્ટાતા બન્યા સર્વની આવી ઉત્કટ ઇચ્છાથી અગાસ સ્ટેશન પાસેના આ આશ્રમનો ઉદ્ભવ થયો. તે પહેલા મુખ્યત્વે વગડાઓમાં વિહાર કરતા હોવાથી શ્રી લઘુરાજ સ્વામી વગડાઉ મુનિના નામે પ્રસિદ્ધિ પામ્યા હતા. તે હવે અગાસ આશ્રમના અધિષ્ઠાતા તરીકે પ્રકાશમાં આવ્યા. અને ચરોતરમાં વગડાઉ અસંગ અઘ્યાત્મ વાતાવરણ ઊભું કરી તેમાં તેમણે પ્રાણ પૂર્યા. ("પૂ.શ્રી બ્રહ્મચારીજીનું અધુરું એવું જીવનચરિત્ર અહીંથી આગળનું આદરથી આરંભી શ્રી રાવજીભાઈ દેસાઈએ પૂર્ણ કરેલ છે. પર
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy