SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તું દેહ નહીં પણ આત્મા છું શ્રી લલ્લુએ હિમ્મત આપતાં કહ્યું, “જો બાઈ, તારી માગણી સિવાય જે પચખાણ આપ્યાં છે તે દુપયખાન્ન છે; સુપચખાસ નથી. એ પંચખાણ તોડવાથી તને જે પાપ લાગે એમ લાગતું હોય તે હું મારે માથે વહોરી લઉં છું. તારી મરજીમાં આવે તેવાં શુદ્ધ આહાર-પાણી વાપરવામાં હવે હરકત માનીશ નહીં.’’ બધાં સાંભળનારાને બહુ નવાઈ લાગી. પણ તે માંદી બાઈએ કહ્યું : “મારે પાણી સિવાય ત્રણે પ્રકારનાં આહારનો ત્યાગ કરવો છે. મારું મરણ સુધારવા કૃપા કરજો.’’ તે બાઈની સમાધિમરણની ભાવના તેમજ વિનંતિને લઈને શ્રી લલ્લુજી રોજ તેમને ઉપાશ્રયે જતા અને તેને સમજાય તેવાં સત્પુરુષોનાં વચનોનું વિવેચન કરતા, ઉપદેશ આપતા. તેમનાં વચનો બીજાં સાંભળનારને બહુ ભારે લાગતાં પણ મહાપુરુષના યોગબળ આગળ કોઈ કંઈ બોલી શકતું નહીં. આ પ્રસંગનું વર્ણન પોતે ઘણી વખત શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગ્યવાહક વાણીમાં કહેતા. તે બાઈને તે ઉપદેશતા કે “આત્મા ભિન્ન છે; દેહ ભિન્ન છે; તું આ દેહ નથી, તું આ રોગરૂપ નથી, તું વૃદ્ધ નથી, યુવાન નથી, બાળ નથી; તું સ્ત્રી નથી, સાધ્વી નથી, ગોરાણી નથી, ચેલી નથી; હું શુદ્ધ, બુદ્ધ ચૈતન્યમય આત્મા છે. તારાં આ કપડાં નથી, તારાં પુસ્તક નથી, તારાં ઉપકરણ નથી, તારી પાટ નથી, તારી દીકરી નથી, તારી ગોરાણી નથી, તારો આ દેહ પણ નથી, સર્વને વોસરાવી દે. જ્યાં જ્યાં આ જીવ બંધાયો છે ત્યાં ત્યાંથી વિચાર, વૈરાગ્ય વડે છૂટવાનું છે; ત્રણે લોકમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ, પ્રીતિ કરવા યોગ્ય નથી. નિરંતર ઉદાસીનના ઉપાસવા યોગ્ય છે. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં, પાણી પીતાં, બોલતાં, સૂતાં, જાગતાં સર્વ અવસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ ઠામ જોવા પુરુષાર્થ કરવો. આત્મા સિવાય હલાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, વિચારાય નહીં, સુખદુઃખ જણાય નહીં; આત્માની હાજરીમાં ૩૦ બધું ખબર પડે. આત્મા સિવાય બીજામાં લક્ષ રાખવો નહીં. કોઈમાં મમતાભાવ કરવો નહીં; થયો હોય તો તજી દેવો. પોતાના બાંધેલા શુભાશુભ કર્મના ફળ પોતાને જ ભોગવવા પડે જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. કોઈ કોઈનું દુઃખ લઈ શકે એમ નથી; કોઈ કોઈને સુખી પણ કરે તમે નથી. તેમ પોતાના બાંધેલા કર્મ કોઈ ભોગવવાનું નથી. પોતાનાં કરેલાં જ કર્મનું ફળ પોતાને ભોગવવું પડે છે તો પછી તેમાં હર્ષશોક શો કરવો? સમભાવ, સહનશીલતા અને ધીરજ ધારણ કરીને જ્ઞાનીપુરુષ જાણેલો આત્મા માટે માન્ય છે એવા શરણભાવથી ઉદય આવેલાં કર્મ વેદી લેવાય તો નવા કર્મ બંધાય નહીં, અને જૂનાં બાંઘેલા કર્મ છૂટતાં જાય છે. દેહને રાખવો હોય તોપણ આયુષ્ય પૂરું થયે રહે તેમ નથી તો પછી એવા નાશવંત દેહમાં મોહ રાખી આત્માનું અહિત કોણ કરે ? જેમ થાવું હોય તેમ થાજો; પણ હવે તો એક આત્મા સિવાય બીજે ચિત્ત દેવું નથી, બીજે બીજે ચિત્ત રાખીને અનંત કાળ આ જીવ સંસારમાં ભમ્યો. પણ હવે સત્પુરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, આત્માનું માહાત્મ્ય સાંભળ્યું, ‘આત્મસિદ્ધિ' સમજાવી તેમાં મારી રુચિ રહો; તે જ સ્વરૂપ મને પ્રાપ્ત હો, તેનું નિરંતર ભાન રહો, એ જ ભાવના કર્તવ્ય છે. આટલી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે, સમાધિમરણ થશે.‘ અંતમાં જ્ઞાનીપુરુષના શુદ્ધ આત્માનું શરણ કર્તવ્ય તે બાઈને પણ વિશ્વાસ બેઠેલો કે આ મહાત્મા પુરુષ કહે છે તે સાચું છે, તે જ કર્તવ્ય છે; તે કહે છે તે જ છૂટવાનો માર્ગ છે. અને તેમની ગેરહાજરીમાં પણ તેમણે ઉપદેશેલા બોધને તે વિચારતી, ભાવના કરતી અને વારંવાર કહેતી પણ ખરી કે ‘આ મારી પાટ નહીં, આ મારાં વસ્ત્ર નહીં; આ દેહ મારી નથી, મારું કંઈ થવાનું નથી. બધું પડ્યું રહેવાનું છે. જ્ઞાની પુરુષે જાણેલો અનુભવેલો આત્મા સત્ય છે, નિત્ય છે, સુખસ્વરૂપ છે; શરન્ન કરવા યોગ્ય છે.' આમ એકવીસ દિવસ સુધી પાણીના આધારે તેના પ્રાણ ટક્યા. દ૨૨ોજ શ્રી લલ્લુજી સ્વામી દર્શન-સમાગમનો લાભ આપતા, અને સ ્ઉપદેશથી થીરજ, સહનશીલતા તથા આત્મભાવના પોષતા.—છ પદનો પત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર આદિ તેને સંભળાવતા અને સત્પુરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ ટકાવી રાખવા જણાવતા રહેતા. શાંતિ-સમાધિથી તેનું મરણ થયું હતું, તથા તેની ગતિ સુધરી ગઈ હતી; એમ પોતે ઘણી વખત જણાવેલું હતું, ૭,૧. (૧૩,૪૪)
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy