SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈશ્રી ૨ણછોડભાઈનું મિલન બપોરે મંત્ર લીધો અને બીજે દિવસે સવારમાં ગામ જવાનું નક્કી હતું. પરંતુ રાત્રે સાડા આઠ વાગે ભાઈશ્રી રણછોડભાઈ આશ્રમમાં આવ્યાની ખબર ગોવિંદભાઈને પડી એટલે મને ગોવિંદભાઈ કહે કે ભાઈશ્રી રણછોડભાઈનો સમાગમ કરવા જેવો છે. બે વાત તમને જાણવા મળશે. ભક્તિભાવમાં દૃઢતા થશે. કાલે સવારે આપણે જવાના છીએ તો અત્યારે ત્યાં જઈએ ? મેં કહ્યું ચાલો બે વાત જાણવા મળશે. અમે ગયા તો આખો ઓરડો ભાઈશ્રીનો મુમુક્ષુઓથી ભરાઈ ગયેલો હતો. બારણામાં પેસતાં થોડી જગ્યા હતી, ત્યાં બેઠા. ગોવિંદભાઇએ મારી ઓળખાણ આપી. આ ભાઈ અમારા ગામના છે, પાટીદાર છે. એમનો ધંધો અમેરિકામાં છે. જવા માટે સ્ટીમરની ટિકિટ બુક કરાવીને ત્રણ દિવસ માટે અહીં આવ્યા છે. આજે એમણે ભક્તિ સ્મરણ વગે૨ે લીધા છે, અને કાલે સવારે ગામ જવાના છે. પાછા પ્રભુશ્રીના બોધનો ધોધ પડશે, ફરી ક્યારે સાંભળશો હવે ભાઈશ્રી મને ઉદ્દેશીને બોલ્યા-તમે પાટીદાર છો તો વાત કરું છું. વાણીયા હોય તો વિક્લ્પ કરે. પરમ ઉપકારી પ્રભુશ્રીજી આત્મા પાળેલા પુરુષ છે. એનો બોધ સાંભળશો તો તમારું હૃદય કૂણું છે તે રંગાઈ જશે. મેં કહ્યું હું સ્ટીમરની ટિકિટ બુક કરાવીને આવેલો છું તો મારાથી રોકાવાય એમ નથી. સ્ટીમર ચાલી જાય. ભાઈશ્રી બોલ્યા કે એ સ્ટીમર જાય તો બીજી નથી મળવાની ? પયુર્ષણમાં આવા આત્મજ્ઞાની પુરુષના બોધનો ઘોઘ પડશે તે તમને ફરી ક્યારે સાંભળવા મળશે? એમની વાતથી પ્રભાવિત થઈને મેં પણ કહ્યું જવા દો એ બોટ, બીજીમાં જઈશું, જ્ઞાનીપુરુષના પેટમાં અનાજનો એક દાણો જાય તો મહાપુણ્ય વળી ભાઈશ્રી બોલ્યા કે આ પ્રભુશ્રીજી આત્મા પામેલા પુરુષના પેટમાં આપણા ઘરના અનાજનો એક કણ જાય તો ચૌદ રાજલોક જન્મે એટલું પુણ્ય બંધાય. ભાઈશ્રીની વાત મારા હૃદયમાં બેઠી. જેથી આશ્રમમાં રોકાઈ માતાપિતાને પત્ર લખી અહીં બોલાવવાનો મેં વિચાર કર્યો. માતાપિતાનો ઉપકાર કેમ વળે વળી ભાઈશ્રી બોલ્યા તમે અમેરિકા જશો લાખો રૂપિયાનું ઘન લાવશો, માતાપિતાની વિંઝણા નાખી સેવા કરશો તો પણ તેમનો ઉપકાર ન વળે. ત્યારે મેં કહ્યું તે શી રીતે વળે? ત્યારે ૧૮૨ ભાઈશ્રી બોલ્યા પ્રભુશ્રીજી આત્મા પામેલા પુરુષ છે. એમના હાથે કૃપાળુદેવની ભક્તિ અને સ્મરણમંત્ર તેમને અપાવો તો માતા પિતાનો ઉપકાર વળે. પ્રભુશ્રીજીના દર્શનથી ૬૮ તીર્થના દર્શન પછી મારા માતાપિતાને અહીં બોલાવવા માટે પત્ર લખ્યો. તેમાં મેં જણાવ્યું કે તમે કોઈ ધર્મતીર્થના દર્શન કર્યા નથી. પણ અહીં સંત મહાત્મા છે. તેમના દર્શનથી તમને ૬૮ તીર્થના દર્શન કર્યા જેટલું પુણ્ય બંધાશે. માટે જલ્દી આવજો અને આવો ત્યારે આપણા ઘરથી ચણાના લોટનો મગજ તથા ઘઉંના લોટના લાડુનો પ્રસાદ બનાવીને સાથે લાવજો તથા એક કરંડીયો ફ્રુટ કેળાં, મોસંબી વગેરે પણ સુરતથી લેતા આવજો. જ્ઞાનીના શરણથી એમની જે ગતિ તેવી આપણી ભાઈશ્રીએ ફરી આગળ વાત ચલાવી અને બોલ્યા – આપણા લોકોની માન્યતા એવી કે યુવાનીમાં ભક્તિ શી કરવી. વૃદ્ધ થઈએ ત્યારે કરવી. પણ કોણ જાણે છે કે વૃદ્ધ થઈને મરીશું. નવયુવાન છોકરો ચાલતા ચાલતા ઠોકર વાગીને ગબડી પડે અને દેહ છોડી ચાલ્યો જાય. પણ આવા સમર્થ કૃપાળુદેવ જેવા પુરુષોની ભક્તિ સ્મરણ કરવાનું લીઘું હોય તો એ એન્જિનરૂપ થાય. અને આપણે ડબારૂપ બની એમનું શરણું રાખ્યું હોય તો એમની જે ગતિ થાય તે આપણી પણ થાય. અને કદાચ કર્મ અનુસાર નીચી ગતિમાં ગયો હોય તો પણ શરણું રાખ્યું હોય તો તેને ખેંચી છે. આ વાત સાંભળી મારો નાનોભાઈ દિનુભાઈ હાઈસ્કુલમાં ભણતો હતો તેને પણ પત્ર લખી મેં બોલાવી લીધો.
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy