SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના રસ્તા ઉપર ચઢનાર માણસના ભવોભવ બચે પ્રભુશ્રીજી કહે ‘એક માણસને તળાવમાં ડૂબતા બચાવીએ તેના કરતાં અધિક એક માણસને ધર્મને રસ્તે ચઢાવીએ તેનું ઘણું જ પુણ્ય છે. કારજ્ઞ ડૂબતા માન્નસનો એક ભવ બચે જ્યારે ધર્મના રસ્તા ઉપર ચઢનાર માણસના ભવોભવ બચે.’ વાક્યોના અર્થ ગુરુગમે સમજવા પ્રભુશ્રીજી ગુરુગમ ઉપર દૃષ્ટાંત આપતા કે એક ગામમાં એક બ્રાહ્મણી, બીજી રજપૂત અને ત્રીજી પટલણ કૂવે પાણી ભરવા જતી હતી. રસ્તામાં એક મંદિરમાં મહારાજ કથા કરતા હતા. તેમાં મહારાજ બોલ્યા કે ભાઈઓ! આગલી સારી નહીં, પાછલી સારી નહીં પણ વચમાં છે તે સારી છે. એ સાંભળી રજપૂતાણીએ વિચાર કર્યો કે મહારાજે મને બીજી બેય કરતાં સારી કહી. કેમકે આગળ બ્રાહ્મણી ચાલતી હતી, પાછળ પટલાણી અને વચ્ચે હું હતી. તેથી તેણે ઘેર જઈ પોતાના પતિને કહ્યું : મંદિરના મહારાજે આજે મને જોઈને કહ્યું કે વચમાંની સારી છે. તે સાંભળી રજપૂતને ક્રોધ ચઢયો. ડાંગ લઈને મહારાજને મારવા નીકળ્યો. મહારાજ પાસે આવ્યો કે તે બેઠા હતા. ત્યાં બારણામાં અનાજ પડેલું હતું અને ગાય તેને ખાવા ગઈ કે મહારાજનો ચેલો તરત ડાંગ લઈને તેને મારવા ઊઠ્યો. ત્યારે મહારાજ જોરથી બોલ્યા કે માર, એટલે શિષ્યે તરત જ ડાંગ હાથમાંથી નાખી દીધી. ત્યાં ઊભા રહેલા રજપૂતે આ દૃશ્ય જોયું. તેથી મહારાજને પૂછ્યું તમે તો શિષ્યને મારવા કહ્યું અને તેણે તો તરત જ ડાંગ હાથમાંથી નીચે કેમ નાખી દીધી ? ત્યારે મહારાજ કહે ભાઈ મેં એને ગાયને મારવાનું કહ્યું નહોતું પણ તારા કાળ જેવા ક્રોધને માર, જેથી એણે હાથમાંની ડાંગ નાખી દીધી. પછી રજપૂત કહે મહારાજ તમે આજે કથામાં આગલી સારી નહીં, પાછલી સારી નહીં, પણ વચમાંની સારી એમ કહ્યું ત્યાં વચમાં તો મારી રજપૂતણ હતી. ત્યારે મહારાજ કહે ભાઈ, સાંભળ તને સમજ ફેર થાય છે, મનુષ્ય જીવનના ત્રણ ભાગ છે. બાળપણ, જુવાની અને ઘડપણ. તેમાં બાળપણમાં આત્મહિ થતું નથી. ઘડપણમાં પણ થતું નથી. પણ જુવાનીમાં જે કરવું હોય તે થઈ શકે છે. માટે તે જુવાનીને મેં સારી કંઠી. તે સાંભળી રજપૂતે પોતાની બધી વાત કહી માફી માંગી. મહારાજને નમસ્કાર કરી ઘેર ગયો. એમ મહાપુરુષના વાક્યના અર્થ ગુરુગમથી સમજવા જોઈએ અને વાતવાતમાં થતા ક્રોપ કષાયને મારવો જોઈએ. નહીં તો આ ૧૬૩ ભવમાં દુઃખ પામે અને પરભવમાં પણ જીવ દુર્ગતિએ જાય છે. ઘણા જ ધામધૂમથી પ્રભુશ્રીજીની પધરામણી સં.૧૯૮૯ના વૈશાખ સુદ ૩ને દિવસે પ્રભુશ્રીજી ધામણ, સંઘ સાથે પઘાર્યા. તે વખતે ઘણી જ ઘામઘૂમથી બેન્ડવાજા સાથે પ્રભુશ્રીજીની પઘરામણી થઈ હતી. તે વખતના વરઘોડાનું વર્ણન થઈ શકે એમ નથી. પ્રભુશ્રીજીના દર્શન કરવા એટલી માનવ મેદની હતી કે લાંબા રસ્તા થશે દૂર સુધી ભરાઈ ગયા હતા. માલિકની રજા વગર કેરી લેવાય? નવસારીમાં પ્રભુશ્રીજીનો નિવાસ કાવારાણાના બંગલામાં હતો. બંગલાની અંદર આંબાની વાડી હતી. વૈશાખ મહિનામાં હાફુસની કેરીઓ તૈયાર થયેલી. હું બંગલામાં નીચે બેઠો હતો. માલિક કહે ભાઈ! કેરી તોડશો નહીં. પડે તે લઈને ખાજો. એકવાર નીચે પડેલી કેરી લેતો હતો. તે પ્રભુશ્રીજીએ બંગલાના ઝરોખામાંથી જોઈ મને ઉપર બોલાવ્યો અને કહ્યું - ‘માલિકની રજા વગર કેરી લેવાય?' મેં કહ્યું પ્રભુ વાડીવાળાએ કહ્યું છે કે નીચે પડેલી લેજો. તેથી લેતો હતો. પ્રભુશ્રીજી વ્યવહારમાં પણ કેટલી બધી ચોકસાઈ રાખતા હતા.
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy