SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણ-મંત્રનું અદ્ભુત માહાત્મ્ય “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” (બ્રહ્મચારી લિખિત પત્રસુધા'માંથી) પરમપ્રેમે મંત્ર આરાધનથી જીવન સફળ અનંતકૃપા કરી પરમકૃપાળુદેવે જણાવેલો મંત્ર આ કલિકાલમાં આપણને સંતની કૃપાથી મળ્યો છે તે આપણાં મહાભાગ્ય છે. જેમ કોઈ કૂવામાં પડી જાય અને તેના હાથમાં કોઈ સાંકળ કે દોરડું આવી જાય તા તે ડૂબી જતો નથી, તેમ મંત્રનું સ્મરણ ઠેઠ મરણ સુધી અવલંબનરૂપ છે. સત્પુરુષનું એક પણ વચન જો હ્રદયમાં પરમ પ્રેમથી ધારણ થાય તો આ મનુષ્યજન્મ સફલ થઈ જાય. અને તેની ગતિ સુધરી જાય એવું તેનું માહાત્મ્ય છે. (પ.પૂ.૭૦)સ્મરણમંત્ર છે તેની ઉપાસના ઉલ્લાસભાવે, દુઃખના વખતમાં અને પછી પણ વારંવાર કરતા રહેવાનું ન ચૂકવું. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં, મંત્રમાં વૃત્તિ રહે તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે. તે મરણ વખતે જીવને મિત્રની ગરજ સારશે. એટલું જ નહીં, પણ સદ્ગુરુનું આપેલું એ અમૂલ્ય વચન સદ્ગુરુ સમાન જ છે. (પ.પૃ.૧૦૩) સૌ પ્રથમ પરમકૃપાળુદેવે પ.પૂ.પ્રભુશ્રીજીને આ મંત્ર આપ્યો પરમકૃપાળુદેવ રાળજ પધારેલા તે વખતે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવ પ્રત્યે જેવો દર્શનનો ભાવ હતો તે દર્શન ન થયાં પણ તેઓશ્રીની આજ્ઞા માથે ચડાવી રાળજના સીમાડાથી ખંભાત દર્શન કર્યા વિના આંખમાં આંસુ સહિત પાછા પધાર્યા. તે પ્રેમની યાદી આપી બીજે દિવસે પૂ.સોભાગભાઈને ખંભાત મોકલ્યા હતા. અને મંત્ર પ.પૂ.પ્રભુશ્રીજીને જન્નાવવા આજ્ઞા કરી હતી. તે જ મંત્ર આજે મને મળે છે તે મારાં મહાભાગ્ય છે. (પૃ. ૧૦૭) મોઢાને તો મંત્રનું કામ સોંપી મુકવું કોઈ કહે કે વારંવાર મંત્ર બોલ બોલ કરે તો ખોટું દેખાય, કોઈને ગમે ન ગમે, માટે બોલ બોલ કરવું ઠીક નહીં, પણ તેવી વાત મનમાં આણી પ્રમાદ સેવવા યોગ્ય નથી. ભલેને કોઈ કહે એ તો ગાંડીઓ થઈ ગયો છે, ગાંડો ગણે તો પણ તે લત મૂકવા યોગ્ય નથી. મોઢાને તો મંત્રનું કામ સોંપી મૂક્યું હોય તો મન પણ જરા નવરું પડે ત્યારે મોઢાથી મંત્ર બોલાતો હોય તેમાં લક્ષ રાખે. ભલે મન બીજે હોય અને મોઢું મંત્ર બોલાતો હોય તો પણ કંઈ ન કરવા કરતાં પુરુષાર્થ સારો છે. (૫.પૃ.૧૧૩) મહામંત્રનું આત્મદાન થયું છે, અને જીવ તે શ્રદ્ધાને બળવાન બનાવી રાતદિવસ તે સ્મરણમાં ચિત્ત રાખવાની ટેવ પાડે તો મોક્ષ પણ સુલભ થાય ૧૩૭ તેવા મહામંત્રનો લાભ જેને થયો છે તેવા જીવે હવે ગભરાવા જેવું જગતમાં કશું ચિત્તમાં ગણવું ઘટે નહીં. (પ.પૂ.૧૭૪) મંત્ર આપીએ તે આત્મા જ આપીએ છીએ પરમકૃપાવંત પ.પૂ.પ્રભુશ્રીજીએ મંત્ર આદિની આજ્ઞા, પરમપુરુષ દ્વારા પ્રાપ્ત જણાવી તે મંત્રનું એટલું બધું માહાત્મ્ય તેઓ કહેતા કે ‘આત્મા જ આપીએ છીએ' દવા વાપરીને જેમ રોગનો નાશ કરીએ છીએ તેમ તે મંત્રનું એકાગ્ર ચિત્તથી, સંસારને વીસરી જઈ તેમાં તન્મયતા રાખી તેનું આરાધન કરવાથી જન્મમરણનો નાશ થાય તેવું બળવાન સામર્થ્ય તેમાં છે; તો ભવરોગ નાશ કરવા, જેટલી આપણામાં શક્તિ છે તેટલી બથી તે આજ્ઞા ઉઠાવવામાં વાપરવી ઘટે છે. (પૃ.૧૮) જ ....આજથી મારા આત્માને પરમકૃપાળુદેવના શરણમાં સોંપું છું. અને તેણે જણાવેલો મંત્ર એ જ મીંઢળને નાડું લગ્નને વખતે હાથે બાંધે છે તેમ મારા હૃદયમાં હવેથી રાખીશ અને તે પરમ પુરુષમાં વિશ્વાસથી જ હવે હું સનાથ છું, એનું મારે શરણ છે, તો મરણથી પણ મારે ડરવાનું નથી. (૫.પૃ.૨૧૮) જ મનને નવરું ન રાખતાં મંત્રમાં પરોવવું વિષય-કષાય પજવે ત્યારે રડવું તે કંઈ ઉપાય નથી. પણ જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ લાકડી સંભારી તેમાં હૃદયને જોડી દેવું એટલે વિષય કૂતરાં તુર્ત નાસી જશે, ખેદ કરવારૂપ રડવાથી તે ખસે તેમ નથી, કર્મ પ્રાર્થના સાંભળે તેવાં નથી, તે તો શરમ વગરનાં છે. માટે જ્ઞાનીની આજ્ઞા મંત્ર-સ્મરણ, ભક્તિ વગેરેમાં ચિત્ત વધારે રાખવાથી વિષયોની બળતરામાં પેસવાનો તેને વખત નહીં મળે. કાં તો કામ કે કાં તો સ્મરણ આદિ એમ મનને નવરું ન રાખવું. (પ.પૃ.૨૭૭) દરરોજ ચાળીસ કે પચાસ માળાના ક્રમ સુધી પહોંચો એકાંતનો વખત મળે તેટલો સ્મરણ એટલે માળા ગણવામાં કાઢવો. કેટલી રોજ માળા ફરે છે તેનો હિસાબ પણ રાખવો. આંગળી પર વેઢાં છે તે ગણતા રહેવાથી સંખ્યાની ગઝતરી થશે. તેમાં દ૨૨ોજ થોડો થોડો વધારો કરતાં રહેવું. અને દરરોજ ચાળીસ કે પચાસ માળા ફેરવવાના ક્રમ સુધી પહોંચો ત્યારે કેમ મન રહે છે, માળાનો ક્રમ વધારવા વૃત્તિ રહે છે કે કંટાળો આવવા તરફ મન વળે છે, તે પત્રથી જણાવવા ભલામણ છેજી, બને તો રાત્રે પણ જાગી જવાય ત્યારે માળા લઈને બેસવું, ઊભા રહીને માળા ગણવી કે ફરતાં ફરતાં પણ ગણવી; પણ ઊંઘ ઓછી થતી જાય અને માળાનો ક્રમ વધતો જાય તેમ ધોડે થોડે રોજ વધારતા રહેવાની જરૂર છે. (પ.પૂ. ૩૩૯)
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy