SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તવ્ય ઉપદેશ : શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસારના અનુભવાધિકારના અંતે કર્તવ્યદશક છે. તેનો આ પદ્યાનુવાદ પૂજ્યશ્રીએ કર્યો છે. તે ઉપદેશમાં પરિનંદા એ પાપ છે, પરના અલ્પગુણમાં પ્રીતિ, પોતાની નિંદામાં શાંતિ, સદ્ગુરુની સેવા, શ્રદ્ધા, પ્રમાદનો અભાવ, સ્વચ્છંદનો ત્યાગ, આત્મસાક્ષાત્કાર કરવા ભલામણ આદિ હિતકારી વિષયોનું વર્ણન છે. પદ્યાનુવાદ નો સમય સં.૧૯૮૮ છે. હ્રદય પ્રદીપ : આ પદ્યાનુવાદમાં પૂજ્યશ્રી જણાવે છે કે સમ્યક્ તત્વજ્ઞાની માર્ગદર્શક ગુરુ જો માથા ઉપર હોય તો સંસાર, ભોગ અને શરીર ઉપ૨થી જીવને ઉદાસીનતા વૈરાગ્ય આવે છે. અને ત્રણેયનો વિચાર કરી આગળ વધી જીવ સિદ્ધિ મેળવે છે. આ ત્રણેય સંસારના મૂળ કારણ ભવ, તન અને ભોગ ઉપર સુંદર વિવરણ કરી તેનાથી મુક્ત થવા બોધ આપેલ છે. વૈરાગ્ય ભાવવાળી આ રચના છે. આ પદ્યાનુવાદનો સમાપ્તિ સમય સં.૧૯૮૮ છે. ભાવિ સાત સમાધિ સોપાન : પૂ. શ્રી બ્રહ્મચારીજી આ ગ્રંથના નિવેદનમાં જણાવે છે કે જિજ્ઞાસુમાં ‘વૈરાગ્યની વૃદ્ઘિ થાય, આત્મહિત કરવાની પ્રેરણા મળે તથા જેમને આત્મહિત કરવાની ઇચ્છા જાગેલી છે તેમને આત્મવિચારણામાં પોષણ મળે તથા મનુષ્યભવ સફળ કરવાનું સાધન પ્રાપ્ત કરવાની દિશા દેખાય તેવા વિષયો આ સમાધિ સોપાનમાં ચર્ચાયેલા છે. મૂળ ગ્રંથ ‘રત્નકદંડ શ્રાવકાચાર' સંસ્કૃતમાં શ્રી સમંત ભદ્રાચાર્યે લખેલો છે. તેની હિંદી ભાષામાં વિસ્તૃત ટીકા પંડિત સદાસુખદાસજીએ કરેલી છે. તે ગ્રંથનું વાંચન શ્રીમદ્ લપુરાજ મહારાજની સમક્ષ કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. ત્યારે તે ગ્રંથના કેટલાક ભાગ મુમુક્ષુજીવોને અત્યંત ઉપકા૨ી જણાવાથી તેઓશ્રીએ (પ.પૂ.પ્રભુશ્રીજીએ) તેનું સરળ ગુજરાતી ભાષાંતર કરવા મને સૂચના કરી. તે ઉપરથી સમ્યક્દર્શન અથવા આત્મશ્રદ્ધાનાં આઠ અંગ, ધર્મધ્યાનમાં ઉપયોગી બાર ભાવનાઓ અને તીર્થંકર નામકર્મના હેતુભુત સોળ ભાવનાઓ, ક્ષમાદિ દાલક્ષણરૂપ ધર્મ અને સમાધિમરણના અધિકારોનું યથાશક્તિ ગુજરાતી ભાષામાં અવતરણ કર્યું. ૧૨૫ આ ગ્રંથનું ભાષાંતર પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞાથી પૂજ્યશ્રીએ કરેલ છે. ગ્રંથની ભાષાશૈલી સરળ અને રોચક છે. સમાધિમરણના ઇકે અવશ્ય તેનો સ્વાધ્યાય કર્તવ્ય છે. આ ગ્રંથના અંતિમ ભાગમાં પરમકૃપાળુદેવ દ્વારા લિખિત સો પત્રોનો સમાવેશ થવાથી ગ્રંથની ઉપયોગિતા વિશેષ પુરવાર થઈ છે. આ ગ્રંથના ભાષાંતરનો સમાપ્તિ સમય સંવત્ ૧૯૮૯ના આશ્વિન શુક્લા દશમી છે. મેરી ભક્તિ ઃ શ્રી બ્રહ્મચારી નંદલાલજીનું બનાવેલ આ હિંદી કાવ્ય છે. તેનો પૂજ્યશ્રીએ આ ગુજરાતી પદ્યાનુવાદ કરેલ છે. તેમાં પ્રભુ પ્રત્યેની ભાવપૂર્ણ ભક્તિના દર્શન થાય છે. હે પ્રભુ, મને તમારું શરણ આપો, મારા જન્મમરણને દૂર કરવા માટે છે નાથ! મને સદા તમારી પાસે રાખો, કૃપા કરી સહજ સુખ પદ આપો વગેરે અનેક પ્રકારે તેમાં પ્રભુની ભક્તિ કરી છે. પદ્યાનુવાદ સાથે તેના ગુજરાતી અર્થ પણ પૂજ્યશ્રીએ લખ્યા છે. કાવ્યનો રચનાકાળ સં.૧૯૯૦ વૈશાખ વદ ૩ ગુરુવાર છે. યોગપ્રદીપ : પૂજ્યશ્રીએ કરેલ આ પદ્યાનુવાદમાં ઉપદેશ છે કે લોકો તીર્થને ઇચ્છે છે, પણ ધર્મતીર્થરૂપ પોતાનો આત્મા જ છે. માટે તેની ભજના કરો, તેની જ શોધ કરો, તેને જ ધ્યાવો, તેનું જ નિરંતર સ્મરણ કરો. બહિરાત્મપણું તજી, અંતરાત્મા બની પરમાત્માને ધ્યાવો તો પરમપદ મોક્ષપદની પ્રાપ્તિ થશે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.' શ્રીમદ્ રાજચંદ્ર આ પદ્યાનુવાદનો પ્રારંભકાળ સં.૧૯૯૧ અને સમાપ્તિ સમય સં.૧૯૯૨ છે. વિવેક બાવની : શ્રી ટોડરમલજી કૃત ‘મોક્ષમાર્ગપ્રકાશક’ ગ્રંથ ઉપરથી સ્વપર વિચાર ભેદજ્ઞાનને દર્શાવતું બાવન દોહરાવાળું આ કાવ્ય પૂજ્યશ્રીએ રચ્યું છે, જડ-ચૈતન્યનો વિવેક કરવો એ જ સર્વ શાસ્ત્રોનો સાર છે. તે પ્રયોજનભૂત તત્ત્વને આ કાવ્યમાં વણ્યું છે. પરમપાળુદેવે ‘હું કોણ છું”, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું' અથવા 'રે આત્મ તારો! આત્મ તારો! શીઘ્ર એને ઓળખો’ વગેરે પદોમાં જે ભાવો પ્રગટ કર્યા છે તે ભાવોની પુષ્ટિરૂપ આ વિવેકબાવની છે. આ કાવ્યનો રચના કાળ વિ.સં.૧૯૯૩ છે.
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy