SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નિર્મળાબેન ફુલચંદજી બંદા આહોર ભણતર, ઉપદેશ ક૨વા માટે નથી એકવાર પૂ.શ્રી બ્રહ્મચારીજીએ મને કહ્યું :‘‘સંસ્કૃત ભણવું છે, તે પોતાને સમજવા માટે; કંઈ ઉપદેશ કરવા માટે ભણવું નથી. સંસ્કૃત બહુ અઘરું છે. તેમાં મન પરોવવું પડે છે માટે ઠીક છે. નવરું મન નખ્ખોદ વાળે.’ મહાપુણ્યશાળીને ધર્મની ભાવના જાગે ભાઈઓ પ્રત્યેના રાગને લીધે મને મનમાં વિકલ્પો થયા કરતા કે બધા ભાઈઓને આ અપૂર્વ સત્સંગનો જોગ મળ્યો છે, છતાં કમાવવામાં પડી પૂરો લાભ કેમ લેતા નથી. એ મૂંઝવણની એક વાર પૂ.શ્રી બ્રહ્મચારીજીને મેં વાત કરી. જવાબમાં તેઓશ્રી બોલ્યા :– “આપણે આપણું કામ કરી લેવાનું છે. બીજા કરે તો ઠીક, નહીં તો કંઈ નહીં. આ કાલના જીવો બઘા વિષયમાં અને શોખમાં પડેલા છે. ધર્મની ક્યાં ગરજ છે? મહા પુણ્યશાળી હોય તેને ધર્મની ભાવના જાગે. પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે ઘણાં પુણ્ય હશે તે આ દરવાજામાં પગ મૂકશે.” "कबीरा तेरी झुंपडी, गलकटे के पास; करेगा सोही भोगवेगा, तुं क्युं भये उदास." આ એક ગાથાએ મારી સઘળી મૂંઝવણ નિર્મૂળ કરી નાખી. જીવ મોહમાં તણાઈ જાય માટે સત્સંગમાં રહેવું એક વાર બોઘમાં મને ઉદ્દેશીને જણાવ્યું – “ખાસ ક્યાંય મહિનો, બે મહિના જવું પડે તો પણ પોતાનું ચૂકવું નહીં. નિમિત્તમાં તણાવું નહીં. ખાસ લક્ષ રાખવો. મૈસુર તો મુંબઈ જેવું છે. કળિયુગમાં ચેતતા રહીને પોતાનું કામ કરી લેવાનું છે. ખરાબ સંગત ન રાખવી. એટલો જીવ બળવાન નથી; તણાઈ જાય. માટે સત્સંગમાં રહેવું. બને ત્યાં સુધી કોઈને ખોટું લાગે તેમ ન કરવું.’’ એક વાર પૂજ્યશ્રીએ કહ્યું : છોકરીઓ ભેગું ભણવાનું ન રાખવું ‘પારસ ભણે છે ? છોકરીઓ ભેગું ભણવાનું ન રાખવું. આ વરસ પૂરું થાય ત્યારે બીજે મૂકી દેજે. આ કાળ બહુ ખરાબ છે. સંભાળીને ચાલવા જેવું છે.” આશ્રમમાં રહી ભક્તિ કરો એ જ દીક્ષા મને દીક્ષા લેવાના ભાવ થતાં જાણી પૂજ્યશ્રીએ કહ્યું :“વાતાવરણ ખરાબ છે. અહીંયા (આશ્રમમાં) દીક્ષા જ છે. અહીંયા રહી ભક્તિ કરો. આશ્રમમાં જ રહેવું; ઉત્તમ સ્થાન છે.’’ ૧૦૦ વેદના વખતે ખેદ તો મ૨ણ વખતે શું? એક વાર આહોર જતી વખતે પૂજ્યશ્રીને મળવા ગઈ. તે સમયે તેઓશ્રીએ કહ્યું : “બીમાર પડીએ ત્યારે, દવા મટાડે છે એમ ન રાખવું. દવા તો નિમિત્ત માત્ર છે. શરીરમાં વેદના હોય ત્યારે તેને કસવાનું છે. આટલામાં તું ખેદ કરે છે તો મરણ સમયે કેટલી વેદના આવશે ત્યારે શું કરીશ ? માટે હવે પ્રેક્ટિસ કરવા દે. દવામાં લક્ષ ન રાખવો. દવાથી મટશે એવું કંઈ નથી. પણ ઠીક છે, ધર્મકાર્ય કરવામાં વિઘ્ન થતું હોય તો ભક્તિની ઇચ્છાથી કંઈક લેવી પડે તેા લેવી, પણ લક્ષ ન ચૂકવો.’’ બ્રહ્મચર્ય છે, તે ચારિત્રનો અંશ છે' વિ.સં. ૨૦૦૮ માગશર સુદ ૨ના રોજ બેંગ્લોરમાં મેં પૂજ્યશ્રીને કહ્યું—બ્રહ્મચર્ય વ્રત લેવાનું છે, યાવજીવનનું. પૂજ્યશ્રી—‘રજા મળી છે? એ લોકોએ કહ્યું છે? મેં કહ્યું—ા જી. પૂજ્યશ્રી—સારું. જવાબદારી છે. આત્મામાં શાંતિ વધવા માટે વ્રત છે. શાંતિ વધવાનું આ સાધન છે. વ્રત લઈને લક્ષ આત્માનો રાખવો. બધી અનુકૂળતા છે, છતાં ન કરે તો પોતાનો દોષ છે. બ્રહ્મચર્ય છે, તે ચારિત્રનો અંશ છે.’’ “જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ.” -મૂળમારગ દશા વધારવા ઘણા પુરુષાર્થની જરૂર દિવસે દિવસે દશા વધે એવું કરવાનું છે. પુરુષાર્થની ઘણી જરૂર છે. કોઈ પણ કામ કરવું હોય તો પુરુષાર્થ કરવો પડે છે. આ તો મોટું કામ છે. માટે ઘણા પુરુષાર્થની જરૂર છે. ‘આત્મસિદ્ધિ’ છે તે ઘણા શાસ્ત્રોનો સાર છે. મુખપાઠ કરી હોય તો આના વિચાર કરાય. ત્રણ પાઠ રોજ કરવા. પ્રમાદ ન કરવો. આત્માને ભૂલવો તે બધો પ્રમાદ. પ્રમાદ કોને કહેવાય? આત્માને ભૂલવો તે પ્રમાદ છે. પૂર્વના પુણ્યે જોગ તો મળ્યો છે. હવે ન કરે તો પોતાની જ ખામી છે. સંસાર પ્રત્યે ઉદાસીનતા-વૈરાગ્ય રાખવો.'' પછી મને પૂજ્યશ્રીએ મૈસુરમાં માગશર સુદ ૬ના રોજ પરમકૃપાળુદેવ સમક્ષ આત્મસિદ્ધિની પૂજા દરમ્યાન યાવસ્જીવન બ્રહ્મચર્યવ્રત આપ્યું. નિર્મળાબેનનો સમાધિપૂર્વક દેહત્યાગ પણ માગશર સુદ ૬ના દિવસે જ થયો.
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy