SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પત્રાંક ૭૮૧નું વિવેચન (પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના અપ્રગટ બોધમાંથી) પરમપુરુષદશાવર્ણન “કીચસૌ કનક જાકે, નીચસૌ નરેશપદ, મીચસી મિતાઈ, ગરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુદ્ગલછબ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાનૈ, બીઠ સૌ બખત માને, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.’’ પૂજ્યશ્રી—આ પત્ર સોભાગભાઈ ઉપર લખેલો છે. સોભાગભાઈને સમ્યક્દર્શન થયા પછી લખેલો છે. જીવ સમ્યક્દર્શનથી પાછો ન પડે, નીચેની સ્થિતિમાં ન આવે અને સમ્યક્ત્વની દૃઢતા થાય, તેને માટે આ પત્ર લખ્યો છે. ન (૧) “મહાપુરુષો સોનાને કાદવ જેવું જાણે છે.’’ એટલે જેમ કાદવમાં પગ ખરડાય તો કેટલું ખરાબ લાગે? તેમ સોના પ્રત્યે ધૃણા થવી જોઈએ. એ તો પુદ્ગલ છે, એમાં શું મોહ કરવો. (૨) “રાજગાદીને નીચ પદ સરખી જાણે છે.’ રાજા હોય તે પ્રાયઃ નરકે જ જાય છે. એ રાજપદ છે તે નરકે લઈ જનાર છે. માટે એને નીચ પદ સરખું ગણે છે. મુનિઓને, રાજાને ઘેર આહાર લેવાની પણ શાસ્ત્રમાં ના કહી છે. (૩) “કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે.’” ‘‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો! રાચી રહો!''એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તેમ કોઈની સાથે સ્નેહ કરવાથી મરણ વધે છે. આત્માને મરણ વધારવાનું કારણ હોવાથી સ્નેહને મરણ સમાન કહ્યો છે. (૪) “મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે.” લીપવાની ગાર હોય તેના ઉપર કોઈ ચાલવાનું કહે તો ચાલે? ન ચાલે. તેમ મોટાઈથી માન આદિ વધવાથી આત્મહિત થતું નથી. માટે જ્ઞાનીપુરુષો જેમ જેમ મોટાઈને પામે તેમ તેમ તેમાં તેમને બહુ લઘુતા હોય છે. જેમ જેમ અધિકાર વધે, તેમ તેમ તેમને તેમાં રુચિ થતી નથી. (૫) “કીમિયા વગેરે જોગને ઝેર સમાન ગણે છે.” કીમિયા એટલે લોઢાને સોનું કરવું આદિ કીમિયા કરવાથી ભવભ્રમણનાં કારણ વધે છે. પુદ્ગલોનો મોહ કરવાથી સંસાર વધે છે. શુભચંદ્ર અને ભર્તૃહરિ બન્ને ભાઈ રાજ્ય છોડી ચાલી નીકળ્યા. શુભચંદ્ર મોટો હતો અને ભર્તૃહરિ નાનો હતો. બન્ને રાજપુત્ર હતા. ભર્તૃહરિએ તાપસી દીક્ષા લીઘી અને શુભચંદ્રે જૈન દીક્ષા લીઘી. ભર્તૃહરિએ તાપસાપણામાં બાર વર્ષ સુધી તપસ્યા કરીને લોઢાનું સોનું થાય, એવો ૨સ ભેગો કર્યો. પછી તેણે અર્થી તુંબડી ભરીને ભાઈને માટે મોકલાવી. પણ મુનિએ તો તે તુંબડી ઢોળી નાખી. તે સમાચાર મળતાં ભતૃહિરને બહુ દુઃખ લાગ્યું. તેથી અર્ધો રસ જે પોતાની પાસે હતો તે લઈને પોતે જ્યાં શુભચંદ્ર મુનિ ધ્યાનમાં ઊભા હતા, ત્યાં ગયો. અને રસની તુંબડી મુનિના ચરણ પાસે મૂકી નમસ્કાર કરી બેઠો. ધ્યાન પૂર્ણ થતાં મુનિએ તે ૨સ પણ પગની ઠેસથી ઢોળી નાખ્યો. તેથી ભર્તૃહરિને ઘણો આઘાત લાગ્યો, અને કહ્યું કે મારી બાર વર્ષની મહેનત નિષ્ફળ ગઈ.’’ તેના મોહને મટાડવા માટે શુભચંદ્ર મુનિએ કહ્યું કે ‘‘આ સોનુ મેળવવા માટે રાજ્ય છોડ્યું હતું? સોનું તો રાજ્યમાં ઘણુંયે હતું.’’ પછી મુનિએ થોડી ઘૂળ લઈ એક મોટા પથ્થર ઉપર ફેંકી તો આખો પથ્થર સોનાનો થઈ ગયો. મુનિએ તાપસને કહ્યું કે લે આ સોનું. પછી તેને ઉપદેશ આપ્યો કે “પુદ્ગલ ઉપર મોહ ન કરવો; પણ આત્માનું હિત કરવું.’’ મુનિના બોધથી પ્રતિબોધ પામી ભર્તૃહરિ પણ જૈન મુનિ થયા અને પોતાના આત્માનું હિત કર્યું. (૬) “સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે.’’ સિદ્ધિ એટલે અણિમા આદિ આઠ પ્રકારની સિદ્ધિઓ જે પ્રગટ થાય તેને પરમપુરુષો અશાતા સમાન ગણે છે. જેમ આપણને તાવ ચઢ્યો હોય તો તેની કેટલી ફિકર થાય છે? તેમ તે પરમપુરુષોને સિદ્ધિ ઋદ્ધિ પ્રગટવાથી તાવ જેટલી તેની ફિકર રહે છે કે મને સિદ્ધિ ઋદ્ધિઓ પ્રગટી છે તેના મોહમાં પડવાથી ૨ખેને મારું સમકિત જતું રહે, એવો ભય નિરંતર રાખી ઋદ્ધિઓ અને સિદ્ધિઓને ફોરવતા નથી. ‘“જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે.’’ હું લોકમાં પૂજનિક થઈ પૂજાઉં એવી ભાવનાને પરમપુરુષો અનર્થ સમાન ગણે છે. (૮) “પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે.’’ એટલે ઔદારિક, વૈક્રિય આદિ જે શરીર છે તે પુદ્ગલથી બનેલાં છે. અને તે તો રાખ થઈ જવાનાં છે, એમ જાણી મોટા પુરુષો તે શરીરમાં મોહ કરતા નથી. દેહાદિને રાખની પોટલી જેવા જાણે છે. ૧૫૫
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy