SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણ નિરંતર રહે એવી ટેવ પાડી મૂકી હોય તો તે દુઃખના વખતમાં આર્તધ્યાન ન થવા દે અને સુખના વખતમાં માન, લોભ, શાતાની ઇચ્છા વધવા ન દે. (પ.પૂ. ૪૭૦) મંત્રવડે એક સેંકડનો પણ સદુ૫યોગ સ્મરણ મંત્ર અત્યંત આત્મભિત કરનાર છે. એક સેંકડનો પણ સદુપયોગ કરવાનું તે સાઘન છે. પરમકૃપાળુદેવે જાણ્યો છે તેવો આત્મા તે મંત્રમાં તેમણે જણાવ્યો છે. (પૃ.૬૯૪) મંત્રનું સ્મરણ કરવું, એ મૂંઝવણના વખતમાં દવા સમાન છે. (૫.પૃ.૭૦૦) સ્મરણ સ્વરૂપ-ચિંતવન ગણાય ? ઉત્તરમાં જણાવવાનું કે જેની જેટલી યોગ્યતા તે પ્રમાણે તે શબ્દ પરિણમે છે. પાપથી તો જીવ જરૂર છૂટે ને પુણ્યબંધ કરે. પણ સ્વરૂપનું ભાન થયું હોય તેને સ્વરૂચિંતવનરૂપ કે સ્થિરતાનું કારણ થાય અને સ્વરૂપનું ભાન થવાનું પણ સ્મરણ કારણ થાય. (૫.પૃ.૭૦૮) મંત્ર, નિશ્ચય નયે પોતાનું જ સ્વરૂપ સ્મરણ છે તે માત્ર કૃપાળુદેવનું સ્વરૂપ જ છે. અને નિશ્ચયનયે પોતાનું સ્વરૂપ પણ તે જ છે. માટે સ્મરણમાં ચિત્ત રાખી આત્મભાવના ભાવવા ભલામણ છેજી. (૫.પૃ.૭૬૯) મંત્રનું સ્મરણ રાત દિવસ રહ્યા કરે તેવો પુરુષાર્થ કરવા કેડ બાંધી તૈયાર થઈ જવું કે જેથી અહીં આવવાનું બને તો પણ બીજી આડી અવળી વાતોમાં આપણું કિંમતી જીવન વહ્યું ન જાય. એ જ એક રટણ રાખ્યા કરવું ઘટે છે જી. (પ.પૂ.૭૮૪) બોઘામૃત ભાગ-૧ માંથી ઉદ્ધૃત : સ્મરણ એ સંસાર સમુદ્રથી તારનાર ‘સ્મરણ’એ અદ્ભુત વસ્તુ છે. સ્વરૂપપ્રાપ્તિ કરાવનાર તથા સ્વરૂપમાં સ્થિરતા કરાવનાર છે. આખો દિવસ તેનું રટણ કરવામાં આવતું હોય તો પણ નિત્યનિયમની માળા ગણવાની ચૂકવી નહીં. જેને અમૂલ્ય સમયની ક્ષણ પણ નકામી ન જવા દેવી હોય તેને માટે ‘સ્મરણ’ એ અપૂર્વ વસ્તુ છે. કૂવામાં પડેલા ડૂબતા માણસના હાથમાં દોરડું આવે તો તે ડૂબે નહીં, તેમ ‘સ્મરણ’એ સંસાર સમુદ્રમાંથી તારનાર વસ્તુ છે. બો.ભા.૧ (પૃ.૨૧) આપણને જે સ્મરણ મળ્યું છે તે યાદ ન કરીએ અને પછી કહીએ કે સંકલ્પવિકલ્પ બહુ આવે છે તો એ ભૂલ પોતાની છે. માટે હંમેશાં સ્મરણ યાદ રાખવું, કામ કરતાં પણ સ્મરણ કરવું, કામ પૂરું થયે પણ સ્મરણ કરવું, બો.ભા.૧ (પૃ. ૪૦, સ્મરણ ન ભૂલાય તેવો લક્ષ રાખવો. શાતા અશાતામાં કે ગમે ત્યારે એ ન ભૂલવું. શાસ્ત્રો કરતાં સ્મરણમાં વધારે વૃત્તિ રાખવી. ખો.ભા.૧ (પૃ.૬૯) ૧૩૯ સ્મરણ ભૂલાય નહીં એવી ટેવ પાડવાની જરૂર “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એમાં પાંચે પરમેષ્ઠી આવી જાય છે. હાલમાં, ચાલતાં, કામ કરતાં મંત્રનો જાપ કર્યા કરવો. એની રટના લગાવવાની જરૂર છે. કામ તો હાથ પગથી કરવાનું છે પણ જીભ તો નવરી છે ને? સ્મરણ ભૂલાય નહીં એવી ટેવ પાડવાની જરૂર છે. સ્મરણની ટેવ પાડી હોય તો મરણ વખતે યાદ આવે અને સમાધિમરણ થઈ જાય એવું છે. બો.ભા.૧ (પૃ.૧૨૧) કૃપાળુદેવ ઉપર પ્રેમ કરવાનો છે. મંત્ર સ્મરતાં મન કૃપાળુદેવમાં પરોવવું તો આનંદ આવે. મંત્રના ગુણો સાંભરે તો મન બીજે ન જાય. તેના વિચાર રહે તો શાંતિ રહે. બો.ભા.૧(પૃ.૧૪) મંત્ર પરભવમાં સાથે આવે મંત્ર છે તે જેવી તેવી વસ્તુ નથી. એ બીજ કહેવાય છે. એમાંથી વૃક્ષ થાય. વડનું બીજ જેમ નાનું હોય, તો પણ તેમાંથી મોટો વડ થાય છે, તેમ આ મંત્ર છે. એની આરાધના કરે તો આત્માના ગુણો પ્રગટે. એક સમ્યક્દર્શન પ્રગટે તો બધા ગુણ પ્રગટે. “સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ” (૯૫) પરભવમાં આ સાથે આવે એવું છે. અત્યારે તો જેટલું કરવું હોય તેટલું થાય. આટલી સામગ્રી ફરી ન મળે. શું કરવા આવ્યો છે? શું કરે છે? ધર્મના કામમાં ઢીલ ન કરવી. કરી લેવું. બો.ભા.૧ (પૃ.૨૧૧) સર્વ કર્મમળથી રહિત તે સહજાત્મસ્વરૂપ મુમુક્ષુ–સઇજાત્મસ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી—આત્મસ્વરૂપ જેવું છે તેવું. પોતાના સ્વભાવમાં રહેવું અથવા કર્મમલરહિત જે સ્વરૂપ તે સહજાત્મસ્વરૂપ. જેમ સ્ફટિકરત્ન, અન્ય પદાર્થના સંયોગે લીલો, પીળો, લાલ આદિ જેવો સંયોગ થાય તેવો દેખાય છે; તે તેનું સહજ સ્વરૂપ નથી, પણ જ્યારે એકલો નિર્મળ સ્ફટિક રહે ત્યારે તે તેનું સહજસ્વરૂપ છે. બૌ ભા.૧ (૧.૨૦૨ સ્મરણનું વધારે જોર રાખવું. સ્મરણ હરતાં ફરતાં પણ કરવું. શ્રી.ભા.૧ (પૃ.૨૬૨) મંત્રથી મંગાઈ જવું, પારકા બોલ ભૂલી જ્ઞાનીના બોલમાં ચિત્ત રાખવું. જગતના કામોનું ગમે તેમ થાઓ, પણ આપણે તો કૃપાળુદેવનું જે કહેવું છે તેમાં જ રહેવું છે. પ્રભુશ્રીજી કહેતા કે ગાંડા થઈ જવું,સ્મરણમાં રહેવું. બો.ભા.૧ (પૃ.૨૬૩) મંત્રથી મંત્રાઈ જવું “મંત્રે મંત્યો, સ્મરણ કરતો, કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા, પામું સાચો જીવનપલટો મોક્ષમાર્ગી થવાને” પૂ. શ્રી બ્રહ્મચારીજી
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy