SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યભગવંત હાજર હોય તો પાટ ઉપર ન બેસે અને ન હોય તો પાટ ઉપર બેસી જાય. સ૦ હાજરીમાં ન બેઠા એ વિનય જાળવ્યો, પણ ગેરહાજરીમાં પાટ પર બેસે એમાં શું દોષ ? જેમ આપ આવો તો અમે ઊભા થઇએ, જાઓ તો બેસી જઇએ - એમાં દોષ નથી ને ? તમે આસને બેસો એ ગુરુને પ્રતિકૂળ વર્તન નથી. પણ તમે પાટ ઉપર બેસો એ ગુરુને ગમતી વાત નથી. આથી જ ગુરુનું પ્રતિકૂળ વર્તન ગેરહાજરીમાં પણ નથી કરવું. આપણા ભગવાન કેવળજ્ઞાન ન પામ્યા ત્યાં સુધી ભૂમિ ઉપર પણ બેઠા નથી. આપણી પાસે ઊભા રહેવાનું સત્ત્વ ન હોય તો ભૂમિ પર આસન માંડીને બેસીએ, પણ પાટ ઉપર તો ન જ બેસાય ને ? અહીં જણાવે છે કે ગુરુનું પ્રતિકૂળ વર્તન કે તેમને ન ગમે એવું વચન ન જ બોલવું - અહીં જે નૈવ કહેવા દ્વારા વ કારનો પ્રયોગ કર્યો છે તેની પાછળ કારણ શું છે ? આવી શંકા શિષ્ય કરે છે ત્યારે તેના નિરાકરણમાં આચાર્યભગવંત જણાવે છે કે – કેટલાક લોકોમાં એવો કુમત પ્રચલિત છે કે – શત્રોરપિ મુળા વાચ્યા રોષા વાવ્યા ગુોષિ। ‘શત્રુના પણ ગુણ ગાવા જોઇએ અને દોષ તો ગુરુના પણ કહેવા જોઇએ’ આવી માન્યતાવાળાનું ખંડન કરવા માટે ખ્વ કાર જણાવ્યો છે. અપવાદે પણ હિતબુદ્ધિથી પણ ગુરુના દોષ કહેવા જોઇએ આવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કુમત છે, તેનું અનુસરણ ન કરાય. આ તો પાછા કહે આપણે તો ગુણના પૂજારી છીએ, વ્યક્તિના નહિ; ગુણ પૂજાપાત્ર છે વ્યક્તિ નહિ... આવું બધું બોલબોલ કરનારા કુમતવાળા છે. તેમનું અનુસરણ કોઇ સંયોગોમાં કરવું નહિ - એ જણાવવા માટે વ કાર છે. ગુરુના દોષો ગાવા માટે એક પણ આલંબન લેવું નથી. આટલું યાદ રાખવું. આથી નક્કી છે કે ગુરુના દોષો જોવા જ નથી. સ૦ ગુરુ શિષ્યના દોષ જુએ ? શિષ્યને રાખ્યો છે જ એના માટે. શિષ્યે ગુરુ બનાવ્યા છે તે પોતાના દોષો બતાવીને સુધારવા માટે જ તો બનાવ્યા છે. તમે પણ શું કરો ? ૧૩૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર રોગી ડૉક્ટરનું શરીર તપાસે કે ડૉક્ટર રોગીનું શરીર તપાસે ? ડૉક્ટર રોગીનું આખું શરીર તપાસે, રોગી ડૉક્ટરને ન તપાસે. ગમે તેવો આયસ્પેશ્યાલિસ્ટ પણ ચશ્માવાળો હોય ને ? કોઇ એવું બોલે ખરું કે પોતાને જ ચશ્મા છે તો મારી આંખ શું તપાસશે ? ઓર્થોપેડિક સર્જન પણ લંગડો હોય ને ? શિષ્ય ગુરુના દોષ ન જુએ અને ગુરુ તો શિષ્યના દોષ જોયા વિના ન રહે. ભગવાને પણ ગૌતમસ્વામી મહારાજાને એમ નથી કહ્યું કે ‘તારામાં વિનય અપ્રતિમ છે, તારું જ્ઞાન પણ અસાધારણ કોટિનું છે, અપ્રમત્તતા સારી છે, છતાં તને કેવળજ્ઞાન ન મળે તો નવાઇ લાગે એવું છે...” તેમણે તો ઉપરથી કહ્યું કે ‘તને મારી ઉપર સ્નેહ છે માટે કેવળજ્ઞાન અટક્યું છે.' શિષ્યની વ્યાખ્યા કરતાં શાસ્ત્રમાં કહ્યું છે કે શાસિતું યોગ્ય: સ શિષ્યઃ । જે કહેવાયોગ્ય હોય, જેને કહી શકાય તેને શિષ્ય કહેવાય. શિષ્યના ગુણ ગુરુ ન જુએ અને ગુરુના દોષ શિષ્ય ન જુએ. દોષ તો કોઇના પણ કહેવાના નથી તો ગુરુના કઇ રીતે કહેવાય ? દોષષ્ટિ એ દૃષ્ટિનો દોષ છે. સ૦ શત્રુના ગુણો નહિ લેવાના ? પહેલાં ગુરુના ગુણો લો, મિત્રના ગુણો લો પછી શત્રુના ગુણો લેવાની વાત કરજો. ગુરુના અવગુણ જોવા છે, ઘરના લોકોના અવગુણ બીજા આગળ ગાવા છે અને શત્રુના ગુણો લેવા છે - આ બનાવટ નથી ? આજે એટલો નિયમ લેવો છે કે ઘરના લોકોના અવગુણ કોઇની પણ આગળ કહેવા નહિ. નાનો નિયમ છે. સંસાર ન છૂટે તોપણ સંસારમાં સંક્લેશ વગર જિવાશે. તમે કદાચ સુધારવાની બુદ્ધિથી કહેતા હો તોપણ તમારે કહેવાની જરૂર નથી. કારણ કે એના કારણે તેઓ સુધરતા તો નથી, ઉપરથી ધિા બને છે. આવા વખતે ઘરના લોકોને સુધારવા બેસવું એના કરતાં આપણે એવા ઘરમાંથી નીકળી જવું. રીક્ષા રસ્તામાં બગડી જાય તો રિપેર કરવા બેસો કે છોડીને જતા રહો ? આપણે ઘરના લોકોને સુધારવા નથી બેસવું. પહેલાં છોકરા ઉપર રાગ કરીને મરવું અને પછી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૩૩
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy